For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ક્રિકેટ માટે સંજીવની બની મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ટૂર્નામેંટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: તે પોતાના ઉત્સાહજનક શબ્દોથી દેશના ટોચના ખેલાડીઓની પ્રયત્નના વખાણ કરે છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ વર્ષ પહેલાં જે પગલું ભર્યું હતું તે ગુજરાત ક્રિકેટ માટે સંજીવની બની ગયું.

ગુજરાતના મુખ્ય કોચ વિજય પટેલે પત્રકારોને જણાવ્યું કે મોદીના મગજની ઉપજ સીમિત ઓવરોની ટૂર્નામેંટ હવે રાજ્યની મહત્વપૂર્ણ ક્રિકેટ પ્રતિયોગિતા બની ગઇ છે, વિજય પટેલે કહ્યું, મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત ક્રિકેટ સંઘ (જીસીએ)ના અધ્યક્ષ હતા ત્યારે 2006માં તેમને રાજ્યના પ્રતિભાશાળી ક્રિકેટરોને પોતાની પ્રતિભા બતાવવાની તક આપવાની યોજના બનાવી.

મોદીજીએ ત્યારે જીસીએના બધા પદાધિકારીઓ સાથે વાત કરી અને કહ્યું કે તે ટોચના સ્તરની ટૂર્નામેંટ ઇચ્છે છે જેનું આયોજન આપણે કરીએ. તેમણે કહ્યું ત્યારબાદ વનડે ટૂર્નામેંટ શરૂ કરવામાં આવી જેને જીવન નામ આપવામાં આવ્યું. તેમાં ગુજરાતની ત્રણ ટીમો વડોદરા, સૌરાષ્ટ્ર, અને ગુજરાતે ભાગ લીધો.

narendra-modi

નરેન્દ્ર મોદીના કહેવા પર ઇનામની રકમ પાંચ લાખ રૂપિયા રાખવામાં આવી અને દિવસ રાત્રિના મેચમાં રંગીન પોશાક અને સફેદ બોલ વડે રમવામાં આવી. આ દર વર્ષે થાય છે કારણ કે હવે વિજય હજારે ટ્રોફીની ટીમની પસંદગી માટે ટ્રાયલ ટૂર્નામેંટના રૂપમાં આયોજિત કરવામાં આવે છે. મુખ્ય કોચે જણાવ્યું હતું કે જીસીએના વર્તમાન પ્રમુખ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની પરવાનગી આપી દિધી છે.

તેમણે કહ્યું, અમે આપણા નવા આધારભૂત માળખા માટે બીસીસીઆઇ પાસે ગ્રાંટ લઇ રહ્યાં નથી. અમે પૈસાને લઇને ચિંતિત નથી. પૈસાની વ્યવસ્થા થઇ જશે. અમિત શાહના પુત્ર અને જીસીએના સંયુક્ત સચિવ જય શાહ ગુજરાત અને દિલ્હી વચ્ચે રણજી ટ્રોફી મેચની ત્રીજા દિવસની રમત જોવા માટે ફિરોજશાહ કોટલા પહોંચી શકે છે.

English summary
He has been supportive of the efforts of the country's top sportspersons with encouraging words but very few people know that Prime Minister Narendra Modi's initiative eight years back turned out to be a lifeline for Gujarat cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X