Vinesh Phogat : કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહી છે વિનેશ ફોગાટ? જાણો શું કહ્યું ભૂપિન્દર હુડ્ડા?

પેરિસ ઓલિમ્પિકની ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર કરાયેલી વિનેશ ફોગાટ કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહી હોવાના અહેવાલો છે. આ અહેવાલો વચ્ચે ભૂપિન્દર હુડ્ડાનું નિવેદન સામે આવ્યુ છે.

વિનેશ ફોગાટ શુક્રવારે કોંગ્રેસ નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાના ઘરે પહોંચી હતી. આ મીટિંગની તસવીરો સામે આવતા વિનેશ ફોગાટ રાજકારણમાં આવી રહી હોવાની ચર્ચા શરૂ થઈ હતી.

Vinesh Phogat hoodda

જણાવી દઈએ કે હરિયાણામાં 1લી ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હવે વિનેશની રાજનીતિમાં એન્ટ્રી પર ખુદ ભૂપિન્દર હુડ્ડાએ મોટો ખુલાસો કર્યો છે.

ANI સાથેની વાત કરતા ભૂપિન્દર હુડ્ડાએ વિનેશ ફોગાટના કોંગ્રેસમાં જોડાવા અંગે કહ્યું કે, આ એક કાલ્પનિક પ્રશ્ન છે. રમતવીરો કોઈ એક પક્ષના નથી પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે. જો કોઈ પાર્ટીમાં જોડાશે તો તમને જાણ કરવામાં આવશે. જે કોઈ પાર્ટીમાં જોડાવા માંગે છે તેનું અમે સ્વાગત કરીશું, પરંતુ તે એક અનુમાનિત પ્રશ્ન છે.

પોતાની વાતને આગળ વધારતા ભૂપિન્દર હુડ્ડાએ કહ્યું કે, વિનેશ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માંગે છે કે નહીં તે ફક્ત તેના પર નિર્ભર છે. આજે તેણીને અન્યાયનો સામનો કરવો પડે છે. તેણીને તે યોગ્ય સન્માન મળવું જોઈએ.

જણાવી દઈએ કે, કોંગ્રેસ પહેલાથી જ માંગ કરી ચુકી છે કે વિનેશ ફોગટને રાજ્યસભાની સીટ મળવી જોઈએ અને હવે ભુપિન્દર હુડાએ પણ તેનો પુનરોચ્ચાર કર્યો છે.

ભૂપિન્દર હુડ્ડાએ કહ્યું કે, વિનેશ ફોગટને એટલુ જ સન્માન મળવો જોઈએ જેટલુ ગોલ્ડ મેડલ વિજેતાને મળે છે. તેમણે કહ્યું કે, મેં અગાઉ પણ કહ્યું છે કે જેમ સચિન તેંડુલકરને રાજ્યસભાની સીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેવી જ રીતે વિનેશને પણ નોમિનેટ કરવામાં આવે. તેની સાથે અન્યાય થયો છે અને તે સંપૂર્ણ રીતે ન્યાયની હકદાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X