Indian Sports Award: રેડ કાર્પેટ પર છવાયું આ રોમેન્ટિક કપલ

શનિવારે રાત્રે મુંબઇ ખાતે ઇન્ડિયન સ્પોર્ટ્ ઑનર્સ એવોર્ડ્સનું આયોજન થયું હતું, જેમાં ખેલ વિશ્વ ઉપરાંત બોલિવૂડની પણ કેટલીક જાણીતી હસ્તીઓ જોવા મળી હતી. આ અંગે વધુ વાંચો અહીં.

શનિવારે રાત્રે મુંબઇ ખાતે ઇન્ડિયન સ્પોર્ટ્ ઑનર્સ એવોર્ડ્સનું આયોજન થયું હતું, જેમાં ખેલ વિશ્વ ઉપરાંત બોલિવૂડની પણ કેટલીક જાણીતી હસ્તીઓ જોવા મળી હતી. રમત-જગતના દરેક ક્ષેત્રની હસ્તીઓ અહીં હાજર રહી હતી, પરંતુ સૌથી વધારે લાઇમલાઇટ મેળવી હતી ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ. તેઓ અહીં પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે પહોંચ્યા હતા. લોકોની નજર જાણે આ કપલ પર જ અટકી ગઇ હતી.

વિરાટ-અનુષ્કાની તસવીરો વાયરલ

વિરાટ-અનુષ્કાની તસવીરો વાયરલ

વિરાટ કોહલી અ ફંક્શનમાં બ્લૂ સૂટ પહેરીને પહોંચ્યા હતા, તો સામે અનુષ્કા શર્મા રેડ કલરના ફોર્મલ આઉટફિટમાં જોવા મળી હતી. ખાસ વાત એ હતી કે, આ ઇવેન્ટ દરમિયાન પહેલીવાર વિરાટ અને અનુષ્કાએ મીડિયા સામે કપલની માફક ઊભા રહીને ફોટા પડાવ્યા હતા. આથી આ ઇવેન્ટની વિરાટ-અનુષ્કાની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

વિરાટનો ઇન્સ્ટાગ્રામ ફોટો

આ તસવીરો વિરાટ માટે પણ ખાસ હોય એમ લાગી રહ્યું છે, આ કારણે તેણે પણ આમાંની એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ તરીકે મુકી છે. આ બંનેએ ક્યારેય લોકો સામે પોતાનું રિલેશન સ્વીકાર્યું નથી, આથી ઇવેન્ટ્સમાં આમ સાથે જોઇને હવે લોકોને લાગી રહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કે સગાઇની ઘોષણા કરશે.

ખેલ જગતની હસતીઓ

ખેલ જગતની હસતીઓ

સપ્ટેમ્બરમાં ઘોષણા થયા બાદ શનિવારે પહેલીવાર સ્પોર્ટ્સ એવોર્ડ્સનું આયોજન થયું હતું. વિરાટ અને અનુષ્કા ઉપરાંત અહીં ખેલ જગતના અન્ય કપલ પણ જોવા મળ્યા હતા. અહીં આશિષ નેહરા પોતાની પત્ની સાથે પહોંચ્યા હતા અને ઝહીર ખાન પણ પોતાની પત્ની સાગરિકા ઘાટગે સાથે જોવા મળ્યા હતા. આ સિવાય અજિંક્ય રહામે, ઉમેશ યાદવ, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, પુલેલા ગોપીચંદ વગેરે પણ હાજર રહ્યા હતા.

મલાઇકા અરોરા હતા હોસ્ટ

મલાઇકા અરોરા હતા હોસ્ટ

આ કાર્યક્રમ મલાઇકા અરોરાએ હોસ્ટ કર્યો હતો. અહીં ખેલ જગતની અન્ય હસતીઓમાં મિતાલી રાજ, સાનિયા મિર્ઝા, સાયના નેહવાલ, પીવી સિંધુ, હરમનપ્રીત સિંહ, દીપિકા ઠાકુર, ગુરજીત કૌર, શ્રીકાંત કિદંબઇ, રાની રામપાલ, મહેશ ભૂપતિ વગેરે પણ જોવા મળ્યા હતા. ફિલ્મી જગતની હસ્તીઓમાં અહીં અનુષ્કા શર્મા ઉપરાંત, આમિર ખાન, અક્ષય કુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ, અદિતિ રાવ હૈદરી, ચંકી પાંડે, સોહેલ ખાન વગેરે જોવા મળ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X