For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

@24:‘સચિન કરતા ઘણો સારો છે વિરાટ કોહલી’

|
Google Oneindia Gujarati News

હાલના સમયમાં જો કોઇ ક્રિકેટર સૌથી વધુ ચર્ચામાં હોય તો એ છે ભારતીય ક્રિકેટ ટીમનો યુવા પ્રતિભાશાળી ખેલાડી વિરાટ કોહલી. વિરાટ કોહલી પોતાની શાનદાર રમત, આક્રમકતા ઉપરાંત પોતાના અંગત જીવનમાં પ્રેમ પ્રકરણોના કારણે પણ ખાસો ચર્ચામાં છે. તાજેતરમાં પણ તેનું નામ એક બ્રિટિશ ક્રિકેટ ખેલાડી સાથે જોડાયું છે, આ પહેલા તેનું નામ બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે જોડાયું હતું. જોકે વાત અહીં તેના પ્રેમ પ્રકરણની નહીં પરંતુ તેણે 24 વર્ષની ઉમરે મેળવેલી સિદ્ધિ અને એ સિદ્ધિને લઇને વિશ્વકપ વિજેતા ટીમના સુકાની રહેલા કપિલ દેવ તેના અંગે શું વિચારે છે, એ અંગે કરવાની છે.

આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડમાં કોના સથવારાથી ખુશ છે વિરાટ કોહલી?
આ પણ વાંચોઃ- આજથી ફીફા સેમીફાઇનલઃ ટોપ પાંચ યાદગાર મેચો

1983માં વિશ્વકપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમના સુકાની અને 1989માં કે જ્યારે સચિન તેંડુલકરે ક્રિકેટ જગતમાં પર્દાર્પણ કર્યું હતું તે સમયની ટીમના ઉપસુકાની રહેલા કપિલ દેવે કહ્યું છેકે, સચિન તેંડુલકરે હવે નિવૃત્તિ લઇ લીધી છે. ભારતે આ વસમી વાતને સ્વીકારવી પડશે અને ભારતીય ક્રિકેટના ભવિષ્ય તરફ મીટ માંડવી પડશે. સચિનની ખોટ ભારતને સાલશે અને તેને કોઇ પૂરી કરી શકે તેમ નથી.

આ પણ વાંચોઃ- ધોનીએ જાહેર કર્યો રિટાયર્મન્ટ પ્લાન

સચિન તેંડુલકરે પોતાનું કામ કરી લીધું છે, આપણે એવી અપેક્ષા ન રાખી શકીએ કે સચિન 100 વર્ષ સુધી ક્રિકેટ રમે. ડોન બ્રેડમેન પણ આખું જીવન ક્રિકેટ રમી શક્યા નહોતા. આપણી ટીમ જ્યારે પણ સારો દેખાવ નથી કરતી ત્યારે આપણે લોકો હંમેશા સચિન અંગે વિચારીએ છીએ. સચિન બાદ હવે દક્ષિણ આફ્રિકાનો શ્રેષ્ઠ ખેલાડી જેક કાલિસે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, તે વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા માગે છે, તો બીજી તરફ કેવિન પીટરસન પણ અસાતત્યપૂર્ણ દેખાવના કારણે ટીમની અંદર બહાર થઇ રહ્યો છે, જે હાલ ક્રિકેટ જગતમાં છવાયેલા ચહેરા છે, પરંતુ કપિલ દેવ માને છેકે, 24 વર્ષિય વિરાટ કોહલી તમામને પાછળ રાખીને ક્રિકેટ વિશ્વમાં એક અલગ અધ્યાય લખશે, કારણ કે આજના સમયમાં કોહલી સૌથી ઉત્સાહિત અને ઉત્સુક યુવા બેટ્સમેન છે. તો ચાલો તસવીરો થકી આ અંગે વધુ જાણીએ.

કોહલી અનેક રેકોર્ડ બનાવી શકે છે

કોહલી અનેક રેકોર્ડ બનાવી શકે છે

કપિલે કહ્યું કે, એ વાતમાં જરા પણ શંકા નથી કે, કોહલી ભારતનો શ્રેષ્ઠ બેટ્સમેન છે અને તે અન્ય કોઇ ક્રિકેટર્સ કરતા વધારે રેકોર્ડ બનાવશે. મે આ યુવા ખેલાડીમાં એ ક્ષમતા અને પ્રતિભા જોઇ છે, જે તેની ઉમર કરતા વધારે છે. વિશ્વના 24 વર્ષીય ક્રિકેટર્સની સરખામણીએ તેનામાં ઘણી જ વધારે પ્રતિભા છે.

સચિન અને રિચાર્ડ્સ કરતા ઘણો સારો

સચિન અને રિચાર્ડ્સ કરતા ઘણો સારો

કપિલે કહ્યું કે, મારા મતે કદાચ 24 વર્ષની ઉમરે વિરાટ કોહલી સચિન કરતા ઘણો સારો છે, તેમ જ જેટલા રન કોહલીએ 24 વર્ષની ઉમરે બનાવ્યા છે, તેટલા તો કદાચ વિવિયન રિચાર્ડ્સે પણ નહીં બનાવ્યા હોય. જોકે આ બધાથી પરે ઉક્ત બન્ને ખેલાડીઓ શ્રેષ્ઠ હતા અને સ્વાભાવિક છે, આવનારી પેઢી તેમના કરતા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરશે. લોકો કદાચ એ વાત પર વિશ્વાસ નહીં ધરાવે પરંતુ કોહલીએ પોતાનામાં રહેલી ક્ષમતાને પુરવાર કરી દીધી છે અને તેણે જણાવી દીધું છેકે તે બધા જ રેકોર્ડ તોડી શકે છે.

સુકાનીપદ માટે તેને રાહ જોવાની જરૂર

સુકાનીપદ માટે તેને રાહ જોવાની જરૂર

કપિલે કહ્યું કે, હજું એ સમય આવ્યો નથી કે કોહલી સુકાની બને. તેણે રાહ જોવાની જરૂર છે. તે હજુ યુવા છે અને તેને આ તક મળશે જ્યારે તે થોડોક પીઢ થશે. મહેન્દ્ર સિંહ ધોની એક મેચ્યોર સુકાની છે અને તેને તેનું કામ કરવા દેવું જોઇએ. જો તમે અત્યારે કોહલીને સુકાની બનાવી દો તો પણ ધોની તેના નેતૃત્વ હેઠળ રમશે અને તે સમયે ઘણી સમસ્યાઓ થશે કે ખરા અર્થમાં ચાર્જ કોના હાથમાં છે, જે ટીમ માટે સારું ન કહેવાય.

સચિન કરતા ઘણો અલગ

સચિન કરતા ઘણો અલગ

અનેક રીતે જોવા જોઇએ તો કોહલી સચિન કરતા ઘણો અલગ છે. સચિનનો એક શાંત એકાંતપ્રીય અને શરમાળ સ્વભાવ છે, જ્યારે વિરાટ કોહલીના પ્રેમ પ્રકરણો હંમેશા સમાચાર પત્રોમાં છવાયેલા રહે છે.

English summary
virat kohli maybe even better than Tendulkar was at 24, says former indian captian kapli dev.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X