ટ્વિટર પર તેંડુલકરથી આગળ નિકળ્યા કોહલી, ફોલોવર્સના મામલે બન્યા નંબર 1
મુંબઇ, 24 ડિસેમ્બર: ભલે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની સદીનો રેકોર્ડ વિરાટ કોહલી તોડી શકશે કે નહી તે કહેવું થોડું મુશ્કેલ છે પરંતુ એટલું તો નક્કી જ છે કે વિરાટ કોહલીએ ટ્વિટર પર સચિન તેંડુલકરને પોતાની પાછળ છોડી દિધા છે.
અત્યારે વિરાટ કોહલીના ટ્વિટર પર ફોલોવર્સની સંખ્યા 4,870,190 થઇ ગઇ છે, તેનો અર્થ એ છે કે તેમણે સચિન તેંડુલકરને આ મામલે પાછળ છોડી દિધા છે. સચિન તેંડુલકરે ટ્વિટર્સ ફોલોવર્સની સંખ્યા 4,869,849 છે.

આ બંને બાદ ટ્વિટર ફોલોવર્સના મામલે નંબર 3 પર કેપ્ટન ધોની છે જેમના ટ્વિટર સમર્થકોની સંખ્યા 3,327,033 છે. તમને જાણીને આશ્વર્ય થશે કે ભારતમાં સૌથી વધુ ટ્વિટર સર્મર્થકોવાળા ખેલાડીઓના હસ્તીઓની યાદીમાં નવ ખેલાડીઓ છે, જ્યારે સાતમા સ્થાન પર અત્યારે દેશની ટોચની મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા છે જે ક્રિકેટ તો રમતી નથી પરંતુ હાં ક્રિકેટરની પત્ની જરૂર છે.
આ યાદીમાં નંબર ચાર પર વિરેન્દ્ર સહેવાગ ( 3,180,081 સમર્થક) નંબર પાંચ પર યુવરાજ સિંહ (2,723,090 સમર્થક) નંબર 6 પર સુરેશ રૈના, નંબર 8 પર ઝહીર ખાન, નંબર 9 પર ગૌતમ ગંભીર અને નંબર દસ પર રોહિત શર્મા છે.












Click it and Unblock the Notifications
