ગેંગરેપ પીડિતાને ન્યાય માટે આંદોલન જરૂરી: ગંભીર

ગંભીરે પોતાના ટ્વીટ સંદેશમાં જણાવ્યું કે હું દિલ્હીને શરમમાં મૂકનારી આ ઘટનાને કારણે નવા વર્ષને નવું વર્ષ નથી કહી શકતો. ગંભીરે લખ્યું કે મને એ જોઇને ઘણો સંતોષ થાય છે કે પીડિતા માટે પ્રદર્શનકારીઓની ભીડ હજી પણ યથાવત છે. પીડિતાની આત્માને ત્યારે જ શાંતિ મળી શકે છે જ્યારે આપણે શાંત નહીં બેસીએ.
આઇપીએલમાં કોલકાતા નાઇટરાઇડર્સના કપ્તાન ગંભીરે ક્રિકેટ પ્રેમિઓમાં આસ્થા રાખવાનું આહ્વાવન કર્યું. તેમણે જણાવ્યું કે હું બીજી વનડે માટે કોલકાતા પહુંચી ચૂક્યો છું. મને આ સ્થળ ગમી રહ્યું છે, અહીના લોકો ગમી રહ્યા છે. હું આશ્ચર્યચકિત છું કે ફીલ ગુડ ફેક્ટર શું-શું કમાલ કરી શકે છે.












Click it and Unblock the Notifications
