For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિનને કેરેબિયન ટીમ દ્વારા અપાશે ગાર્ડ ઓફ ઓનર

|
Google Oneindia Gujarati News

કોલકતા, 30 ઓક્ટોબરઃ વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત વિરુદ્ધ તેની બે ટેસ્ટ શ્રેણી રમવા માટે આવી ગઇ છે. વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ કોલકતામાં ઇડન ગાર્ડન ખાતે રમાનારી છે, આ પહેલા કેરેબિયન ટીમ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ ભલે એવું કહી રહી હોય કે તેઓ સચિન તેંડુલકરની વિદાય શ્રેણીને ફીકી કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ તેમની તૈયારી આ મહાન ખેલાડીને વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં ગાર્ડ ઓફ ઓનર આપવાની છે.

સચિન મુંબઇમાં પોતાની કારકિર્દીની 200મી ટેસ્ટ મેચ રમ્યા બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે. સચિનને આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ સામે જ કોલકતામાં 199મી ટેસ્ટ રમવાની છે. કેરેબિયન ટીમ આ શ્રેણી માટે કોલકતા પહોંચી ગઇ છે, કેરેબિયન સુકાની ડારેન સામીએ કહ્યું છે કે, સચિન આ શ્રેણીમાં રમતની દ્રષ્ટિએ તેમની ટીમ પાસેથી કોઇપણ પ્રકારની રહેમની આશા ના રાખે. તેમ છતાં સેમી સચિનનું સન્માન કરવા ઇચ્છે છે.

સચિનની વિકેટ મહત્વપૂર્ણ

સચિનની વિકેટ મહત્વપૂર્ણ

સેમીએ ભારત પહોંચ્યા બાદ પત્રકારોને કહ્યું કે, સચિનની વિકેટ નિશ્ચિત રીતે મહત્વની છે. અમારા માટે તેમની વિકેટ ભારતની બાકીની 10 વિકેટો જેવી જ છે. અમે આ શ્રેણીમાં માત્ર સચિન પર જ ધ્યાન આપી રહ્યાં નથી.

અન્ય ભારતીય ખેલાડીઓ પણ હશે નિશાના પર

અન્ય ભારતીય ખેલાડીઓ પણ હશે નિશાના પર

તેણે કહ્યું કે, ભારતીય ટીમમાં અન્ય ઘણા એવા ખેલાડી છે, જે અમારા નિશાના પર હશે. શિખર ઘવન અને વિરાટ કોહલી તેમાના એક છે. સચિન આ શ્રેણી સાથે વિદાઇ લઇ રહ્યાં છે, પરંતુ આ શ્રેણી અમારા માટે મહત્વની છે, કારણ કે તેના થકી અમે અમારું લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયાસ કરીશું.

વિદાઇ શ્રેણીમાં સચિનને નહીં લગાવવા દઇએ સદી

વિદાઇ શ્રેણીમાં સચિનને નહીં લગાવવા દઇએ સદી

સેમીએ કહ્યું કે આ સચિનની વિદાઇ શ્રેણી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે સચિનને સદી ફટકારવા દઇશું. ટેસ્ટ શ્રેણીને આ રીતે જોઇ શકાય નહીં. અમે સચિનને વિદાઇ શ્રેણીમાં સદી લગાવવાની આઝાદી ના આપી શકીએ.

અમે સચિનને આપીશું ગાર્ડ ઓફ ઓનર

અમે સચિનને આપીશું ગાર્ડ ઓફ ઓનર

સેમીએ કહ્યું કે, શ્રેણીના અંતમાં તેમની ટીમ સચિનને ગાર્ડ ઓફ ઓનર આપશે. સચિનની ઉપલબ્ધીઓ તેમના વ્યક્તિત્વની પરિચાયક છે. અમે તેમનું સન્માન કરીએ છીએ અને તેઓ ખરા અર્થમાં તેના હકદાર છે. અમે સચિનને ગાર્ડ ઓફ ઓનર આપીશું કારણ કે તે ક્રિકેટના સાચા દૂત છે.

English summary
We will surely give a guard of honour to Sachin who is a great ambassador of the game, Sammy said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X