For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનીઓની દેણ છે સ્પોટ ફિક્સિંગ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 16 મેઃ ક્રિકેટને જેન્ટલમેન ગેમથી ખેલાડીઓની મંડી બનાવનાર આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ થવાનો મુદ્દો ભલે પહેલીવાર આવ્યો હોય પરંતુ અનેક વિવાદોના કારણે ક્રિકેટની આ લીગ પહેલા પણ દાગદાર થઇ ચૂકી છે. શ્રીસંથ થપ્પડ વિવાદે તો પહેલી સીરીઝમાં જ ખોટા કારણોને લઇને લીગને ચર્ચામાં લાવી દીધી, પરંતુ એક પછી એક તેની સાથે જે વિવાદો જોડાતા ગયા, તેનાથી તો એવું જ કહીં શકાય છે કે આઇપીએલ હવે ખેલને પ્રોત્સાહિત કરવા માટે નહીં પરંતુ વિવાદોનો અડ્ડો બની ગઇ છે. જેની કડીમાં ટીમ ઇન્ડિયા માટે રમી ચૂકેલા ઝડપી બોલર એસ શ્રીસંથનું નામ પણ આવ્યું છે.

spot-fixing-pic
સ્પોટ ફિક્સિંગ

સ્પોટ ફિક્સિંગ, ફિક્સિંગની એક એવી રીત છે, જેમાં આખી મેચ ફિક્સ નહીં કરીને ખેલના અમુક હિસ્સાને પહેલેથી જ નિશ્ચિત કરી દેવામાં આવે છે. એટલે કે આપણી સમજી શકીએ કે એક બોલરને પહેલાથી જ ખબર હોય છે કે તેને નર્ધારિત ઓવરમાં કેટલા રન આપવાના છે અથવા કેટલા નોબોલ ફેંકવાના છે. ઘણી વાર એક બોલરને એવું પણ બતાવવામાં આવે છે કે, તેમારે એક ઓવરમાં કેટલા રન બનાવવાના છે.

ક્યાંથી શરૂ થઇ ક્રિકેટમાં સ્પોટ ફિક્સિંગની શરૂઆત

ક્રિકેટના પુસ્તકમાં સ્પોટ ફિક્સિંગનો કાળો અધ્યાય એ સમયે જોડાઇ ગયો જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે ત્રણ ટેસ્ટ મેચ રમવા માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં પાકિસ્તાનના સુકાની હતા સલમાન બટ. આ શ્રેણીમાં એક મેચ દરમિયાન એક વિશેષ સમયે પાકિસ્તાન ટીમના ઝડપી બોલર મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરે જાણી જોઇને નો બોલ નાંખ્યો. જેનાથી મેચના પરિણામ પર અસર પહોંચી. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફિક્સિંગમાં પાકના સુકાની સમાલન બટ પણ સામેલ હતા. આરોપ સાબિત થતા સલમાન બટને 10 વર્ષ અને મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને પાંચ વર્ષ માટે ક્રિકેટ રમવા માટે પ્રતિબંધિત કરી દીધા.

English summary
Three players of Rajasthan Royals team have been arrested on charges of spot fixing in IPL 2013. Read here about spot fixing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X