For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BBC ISWOTY: એન. રતનબાલા દેવી ભારતીય ફૂટબૉલ ટીમનો ‘જીવ’ કેમ ગણાય છે?

BBC ISWOTY: એન. રતનબાલા દેવી ભારતીય ફૂટબૉલ ટીમનો ‘જીવ’ કેમ ગણાય છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
રતનબાલા દેવી

'મિલ્ડ ફિલ્ડ'માં અદ્બૂત પ્રદર્શન કરવા બદલ 'ઑલ ઈન્ડિયા ફુટબૉલ ફેડરેશન' (એઆઈએફએફ)નાં 'ઇમર્જિંગ પ્લૅયર ઑફ ધ યર 2020' વિજેતા એન. રતનબાલા દેવીને, ભારતીય ટીમનો 'જીવ' ગણણવામાં આવે છે.

મણિપુરના બિશનુપુર જિલ્લામાં રેહતા નામ્બોલ ખાથોંગ પરિવારમાં જન્મેલાં ફુટબૉલર નોંગમાઈથેમ રતનબાલા દેવીએ ભારતનાં સૌથી સારાં મહિલા ફુટબૉલરોમાં સ્થાન મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.

બહુ નાની વયે તેમણે છોકરાઓ સાથે ફુટબૉલ રમવાની શરૂઆત કરી. રમતથી આગળ વધીને ફુટબૉલની રમત તેમના માટે એક ઝનૂન બની ગઈ અને તેઓ વધુને વધુ સમય મેદાનમાં ગાળવા લાગ્યાં.


પ્રારંભિક અવરોધો

રતનબાલા દેવી

એન. રતનબાલા દેવીના પિતા ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે અને તેમના માથે પાંચ લોકોના પરિવારની જવાબદારી છે. દેવી તેમના પિતાને હીરો ગણે છે કારણ કે ખરાબ આર્થિક સ્થિતિ હોવા છતાં તેમણે દિકરીને બધી રીતે સહકાર આપ્યો છે.

રતનબાલાનું ભારત વતી રમવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે તે માટે તેમના એક સંબંધીએ મહત્ત્વનો ફાળો આપ્યો છે.

પરિવારનો તરફથી પૂરતો સહયોગ મળ્યા બાદ દેવીએ ઇમ્ફાલમાં આવેલ 'સ્પોર્ટસ ઑથોરિટી ઑફ ઈન્ડિયા' (સાઈ)ના ટ્રેનિંગ સેન્ટરમાં જોડાવવાનો નિર્ણય કર્યો.

જોકે તેઓ જણાવે છે કે સાઈમાં મળતી સુવિધાઓથી તેઓ સંતુષ્ટ નહોતાં કારણ કે સાઈની ટીમ કોઈ ટુર્નામેન્ટમાં ભાગ લેતી નહોતી. આના કારણે તેઓ વધુ રમી શકતાં નહોતાં.

એટલે તેઓ સ્થાનિક 'ક્રિહપસા ફુટબૉલ ક્લબ'માં જોડાયાં, જ્યાં કોચ ઓજા ચાઓબાના હાથ નીચે ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી. તેઓ જણાવે છે કે ક્લબ બહુ સારી ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવે છે અને ટીમ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. ક્લબ સાથે સમય પસાર કરવાના કારણે તેમની રમતમાં ઘણો સુધાર આવ્યો છે અને ટેકનિક સુધારવામાં પણ તેમને મદદ મળી છે.


સ્વપ્નને જ્યારે પાંખો મળી

https://www.youtube.com/watch?v=Wa6GXKqEC1A&t=2s

સ્થાનિક ટીમમાં રમતના કારણે રતનબાલા દેવીએ ઝડપથી મણિપુર રાજ્ય ટીમમાં સ્થાન મળ્યું અને રાજ્યની ટીમ વતી નેશનલ ટુર્નામેન્ટમાં રમવાની શરૂઆત કરી. તેમણે એઆઈએફએફના વિવિધ વયજૂથની સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે.

વર્ષ 2015માં તેઓ ભારતીય મહિલા જૂનિયર ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં, જ્યાં તેમણે સતત પ્રદર્શન કરીને 'બેસ્ટ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ'ના ઘણા ઍવૉર્ડ મેળવ્યા.

વર્ષ 2017માં રતનબાલા ભારતીય રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવામાં સફળ રહ્યાં.

ભારતીય ટીમમાં તેમનું કામ છે મિડ-ફિલ્ડ સંભાળવી અને ડિફેન્ડ કરવું. તેઓ ટીમ માટે એક મજબૂત ડિફેન્ડર પુરવાર થયાં છે અને તેમની રમતના કારણે ઘણી વાર સામેની ટીમ મુશ્કેલ સ્થિતિમાં મૂકાઈ જાય છે.

વર્ષ 2019માં નેપાળમાં યોજાયેલી પાંચમી એસએએફએફ ચૅમ્પિયનશીપમાં ભારતીય ફુટબૉલ ટીમ વિજેતા બની હતી, જેમાં રતનબાલા દેવી પણ સામેલ હતાં.

આ જ વર્ષે આયોજિત 13મી સાઉથ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ટીમમાં દેવી મહત્ત્વનાં ખેલાડી હતાં.

2019માં સ્પૅનમાં આયોજિત કૉટિફ વુમન્સ ટુર્નામેન્ટમાં દેવીએ ભારત વતી બે ગોલ ફટકાર્યા હતા. તેઓ સ્થાનિક સર્કિટમાં પણ સતત સારું પ્રદર્શન કરી રહ્યાં છે.

2019માં આયોજિત હીરો ઈન્ડિયન વુમન્સ લીગ (આઈડબલ્યુએલ)ની ત્રીજી આવૃત્તિમાં રતનબાલા દેવીને ઈમર્જિંગ પ્લૅયર ઑફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

2020માં આયોજિત ચોથી ઍડિસનમાં દેવીએ બેસ્ટ પ્લૅયર ઑફ ધ ટુર્નામેન્ટનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે પોતાની ટીમ ક્રિહપસાને ટુર્નામેન્ટમાં બીજું સ્થાન અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.


ઓળખ મળી

રતનબાલા દેવીને રમતની સૌથી મોટી ઓળખ ત્યારે મળી જ્યારે તેમને ઑલ ઈન્ડિયા ફુટબૉલ ફેડરેશન (એઆઈએફએફ) દ્વારા ઈમર્જિંગ પ્લૅયર ઑફ ધ યર 2020 ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો.

એઆઈએફએફની વેબસાઈટમાં દેવીની બાયૉગ્રાફીમાં તેમની ઓળખ ભારતીય ફુટબૉલ ટીમનાં 'ફેફસાં' તરીકે આપવામાં આવી છે.

દેવી કહે છે કે તેઓ પોતાનાં સ્વપ્નને સાકાર કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે અને આકરી મહેનત દ્વારા પોતાની રમતને સુધારી રહ્યાં છે.

તેઓ એક દિવસ પ્રમુખ આંતરાષ્ટ્રીય ક્લબ માટે રમવાની ઇચ્છા ધરાવે છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why is Ratanbala Devi considered the 'life' of the Indian football team?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X