For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયન ગેમ્સમાં પાંચ પદક જીતવા શ્રેષ્ઠ પ્રદર્શનઃ સાનિયા મિર્ઝા

ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનું માનવું છે કે હાલ ચાલી રહેલા એશિયન ગેમ્સમાં ટીમને પાંચ પદક મળવાએ ઘણું સારું પ્રદર્શન છે.

|
Google Oneindia Gujarati News

ઇંચિયોન, 29 સપ્ટેમ્બરઃ ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનું માનવું છે કે હાલ ચાલી રહેલા એશિયન ગેમ્સમાં ટીમને પાંચ પદક મળવાએ ઘણું સારું પ્રદર્શન છે, ખાસ કરીને એ જોઇને કે ભારત આ સ્પર્ધામાં પોતાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની સાથે આવ્યું નથી.

sania-mirza-asian-games

સાનિયાએ સાકેત માઇનેની સાથે મિશ્રિત યુગલ ફાઇનલમાં ઉતરતા પહેલા કહ્યું હતું કે, આ સપ્તાહ ઘણો સારો રહ્યો. અમે મહિલા યુગલમાં પદક જીતવામાં સફળ રહ્યાં, જે મોટી સિદ્ધિ છે, કારણ કે પહેલા અમે આવું ક્યારેય કર્યું નથી. મારે આગેવાની લેવાની હતી. અમે અહીં યુવા ટીમ સાથે આવ્યા છીએ. અમારી સર્વશ્રેષ્ઠ ટીમ નથી આવી. પાંચ પદક ઘણું સારું પ્રદર્શન છે. દુબઇમાં રહેતી હૈદરાબાદની સાનિયા મિર્ઝાએ પત્રકારોને કહ્યું કે, ઇંચિયોનમાં ભારે વરસાદના કારણે મેચને આગળ ખસેડી દેવામાં આવી છે.

ડબલ્યુટીએ ટૂર પર યુગલ અંક એકઠાં કરવા માટે શરૂઆતમાં એશિયન ગેમ્સમાંથી હટવા અંગે વિચાર કરી રહેલી સાનિયા દેશની પદક જીતવાની સંભાવનાઓમાં વધારો કરવા માગતી હતી. તેણે કહ્યું કે, મે આવવાનો નિર્ણય કર્યો, હું જાણતી હતી કે આ સારો નિર્ણય છે. મારા માટે સૌથી મહત્વપૂર્ણ એ હતું કે ભારતને વધુમાં વધુ પદક જીતવાની સંભાવના બનાવું. મે એ કર્યું જે હું કરી શકતી હતી અને જે બે સ્પર્ધાઓમાં હું રમી છું તેમાં બે પદક જીત્યા છે.

English summary
Indian tennis ace Sania Mirza feels the five medals that the team has managed to grab at the ongoing Asian Games is a pretty good performance given that the country did not come with the best unit possible for the event.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X