• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શા માટે ધોની માને છે પહેલા જેવો નથી ભારત-પાક મુકાબલો?

|

મીરપુર, 21 માર્ચઃ ચાલું વર્ષે અત્યારસુધી સારુ પ્રદર્શન નહીં કરી શકનાર ભારતીય ટીમ ટી20 વિશ્વ કપના પોતાના અભિયાનનો પ્રારંભ શુક્રવારે પાકિસ્તાન સામે કરી રહી છે. અભ્યાસ મેચમાં બુધવારે દક્ષિણ આફ્રિકા સામે પરાજય મળ્યા બાદ અને ઇંગ્લેન્ડ સામે વિજયી થયા બાદ ભારતનું પલડું પાકિસ્તાન પર ભારે લાગી રહ્યું છે, અને ઇતિહાસમાં નજર ફેરવીએ તો વિશ્વકપમાં ભારતનો પાકિસ્તાન સામે હંમેશા વિજયી થવાનો રેકોર્ડ રહ્યો છે.

ભારતે છેલ્લે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે ઓક્ટોબરમાં આસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી, જ્યારે પાકિસ્તાને ભારત કરતા વધારે ટી20 મેચ રમી છે. આજે મેચ ઉપરાંત મેદાનમાં બન્ને ટીમના ખેલાડીઓના એકબીજા સાથેના મુકાબલા પણ જોવા લાયક હશે.

પાકિસ્તાન આક્રમક બેટ્સેમન શાહિદ આફ્રિદી અને ભારતીય સ્પિનર આર અશ્વિન વચ્ચે રોચક જંગ, ઉમર ગુલની ઝડપી બોલિંગ સામે વિરાટ કોહલીનું સાહસ અને સઇદ અજમલની ફિરકી સામે મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગની પરીક્ષા થશે. ભારતનું પ્રદર્શન આ વર્ષે સારું રહ્યું નથી. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ માત્ર બે અધિકૃત આંતરરાષ્ટ્રિય મેચ જીતી શકી છે. તો ચાલો આ મેચને લઇને બન્ને ટીમના સુકાની શું વિચારે છે અને બન્ને ટીમના ખેલાડીઓ પર તસવીરો થકી નજર ફેરવીએ.

ધોની નજરે કેમ નથી પહેલા જેવો નથી ભારત-પાક મુકાબલો

ધોની નજરે કેમ નથી પહેલા જેવો નથી ભારત-પાક મુકાબલો

ધોની અનુસાર, ‘સાચી ભાવનાથી રમવું' સરહદ પાર કરતા વધું મહત્વનું છે. જ્યારે હાફીઝ એ સ્પષ્ટ કરી દેવા માગે છે કે કોઇ મેચના બદલે ટી20 વિશ્વકપનો ખિતાબ સૌથી વધું મહત્વ ધરાવે છે. આ બન્ને પ્રતિદ્વંદ્વિ ટીમો વચ્ચેના મુકાબાલાની લોકપ્રિયતા અંગે ધોનીએ કહ્યું કે, ભારત વિરુદ્ધ પાકિસ્તાન મુકાબલો હંમેશાથી મહત્વપૂર્ણ રહેશે, પરંતુ મારું માનવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રતિસ્પર્ધા ઓછી થઇ છે. તમને ગઇ પેઢીના ખેલાડીઓની જેમ એકબીજા સાથે લડાઇની ઘટનાઓ ઓછી જોવા મળશે.

પાકિસ્તાન સુકાની પણ આક્રમક તેવરમાં

પાકિસ્તાન સુકાની પણ આક્રમક તેવરમાં

હાફીઝને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાની ફેન્સ અંગે તેઓ શું વિચારે છે, કે જેઓ પાકિસ્તાન ટી20 વિશ્વકપ જીતે અથવા ના જીતે પરંતુ ભારતને હરાવવામાં સફળ રહે. તેમણે કહ્યું કે, ફેન્સની અપેક્ષાઓ અંગે જાણવું જરૂરી છે, પરંતુ અમે ટી20 વિશ્વકપ જીતવાનું વધારે પસંદ કરીશું. આ માટે અમે સારી શરૂઆત કરવી પડશે અને આ મેચ જીતવી પડશે. જો ખેલાડી એક સમય પર એક મેચ ઉપર જ ધ્યાન આપે તો સારું પ્રદર્શન કરશે અને અમે નિશ્ચિત પણે આ મેચ પર ધ્યાન આપી રહ્યાં છીએ.

તો હવે મેદાન પર નહીં લડે ભારત-પાક ખેલાડી

તો હવે મેદાન પર નહીં લડે ભારત-પાક ખેલાડી

બન્ને ટીમોના સુકાનીઓ વિચારે છે કે, જે રીતે વેંકટેશ પ્રસાદે બેંગ્લોરમાં આમિર સોહેલની વિકેટ લીધા બાદ પેવેલિયન જવાનો ઇશારો કર્યો હતો, તેવો ઇશારો ભાગ્યેજ મોહમ્મદ શમી કોઇ પાકિસ્તાની બેટ્સમેનને કરશે અથવા તો પછી સિડનીમાં કિરણ મોરેએ ગુસ્સે કરતા જાવેદ મિયાદાદે જે વર્તણૂક કરી હતી તેવી વર્તણૂક ઉમર અકમલ પાસેથી કદાચ જ જોવા મળશે.

ભારતીય ટીમ

ભારતીય ટીમ

ભારતઃ મહેન્દ્ર સિંહ ધોની(સુકાની), વરુણ એરૉન, સ્ટુઅર્ટ બિન્ની, શિખર ધવન, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, અમિત મિશ્રા, અજિંક્ય રહાણે, આર અશ્વિન, સુરેશ રૈના, મોહમ્મદ શમી, મોહિત શર્મા, રોહિત શર્મા અને યુવરાજ સિંહ.

પાકિસ્તાનની ટીમ

પાકિસ્તાનની ટીમ

પાકિસ્તાનઃ મોહમ્મદ હાફીઝ(સુકાની), અહમદ શહજાદ, બિલાવલ ભટ્ટી, જુનૈદ ખાન, કામરાન અકમલ, સઇદ અજમલ, શાહિદ આફ્રિદી, શર્જીલ ખાન, શોએબ મલિક, શોહેબ મકસૂદ, સોહેલ તનવીર, મોહમ્મદ તાલ્હા, ઉમર અકમલ, ઉમર ગુલ, જુલ્ફિકાર બાબર.

English summary
Battered and bruised in the first quarter of 2014, India will aim to take fresh guard when they open their World Twenty20 campaign against traditional foes Pakistan here tomorrow in what promises to be a cracker of a contest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more