યુવરાજ એક વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પુનરાગમન માટે તૈયાર

જો કે, સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે કેન્સરના ઉપચાર બાદ ડાબોડી બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટની મુશ્કેલીઓને જોતા પોતાની ફિટનેસનું જાતે જ નિરિક્ષણ કરશે, બીજી તરફ એ અસંભવ જણાઇ રહ્યું છે કે પસંદગીકારો તેને ટીમમાંથી બહાર રાખશે.
યુવરાજે એ ભારતીય ટીમમાં પુનરાગમન કર્યું છે કે જે શ્રીલંકામાં ટી20 વિશ્વ ચેમ્પિયનશિપમાં ફ્લોપ રહી હતી. ત્યાર બાદ તેણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં હૈદરાબાદમાં રમાયેલી દુલીપ ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી.
અઙીં બ્રેબોર્ન સ્ટેડિયમમાં મહેમાન ઇગ્લેન્ડ ટીમ વિરુદ્ધ શરૂઆત ત્રણ દિવસીય વોર્મ અપ મેચમાં ભારત એ ટીમ માટે પસંદગી પામ્યા બાદ યુવરાજે સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને 59 રન બનાવી શાનદાર ઇનિંગ રમી હતી અને ત્યાર બાદ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા પાંચ વિકેટ મેળવી હતી.












Click it and Unblock the Notifications
