ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ પર ચાંપતી નજર રખાશે

આ અંગે ભારતીય ટીમના મેનેજર રણજીબ બિસ્વાલને બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું છે કે તેમણે ખેલાડીઓને પૂર્વ પરવાનગી વગર તેમની હોટેલમાંથી બહાર જવા દેવા નહીં. ખેલાડીઓ માટે બહારથી કોઈના ફોન કોલ્સ પણ આવવા દેવા નહીં.
ક્રિકેટ બોર્ડે સખ્તાઈભર્યું વલણ અપનાવ્યું છે તેનો નિર્દેશ મંગળવારે જ મળી ગયો હતો ત્યારે પત્રકાર પરિષદમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલ સ્પોટ ફિક્સિંગ વિશેના પ્રશ્નો વખતે કોઈ જવાબ આપ્યો નહોતો અને માત્ર મૌન જાળવી રાખ્યું હતું. દેખીતી રીતે જ, ધોનીને ક્રિકેટ બોર્ડે જ પત્રકારોના જવાબ ન આપવા પહેલેથી જ જણાવી દીધેલું અને ધોનીએ તેનો અમલ કરવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
