For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિસેમ્બર વેકેશનમાં ફરવા ક્યાં જવું તે વિચારો છો તો વાંચો આ

|
Google Oneindia Gujarati News

ડિસેમ્બર વેકેશનની લાંબી રજાઓમાં કોઇનું પણ મન થઇ જાય રોજ રોજની આ જીવનની ભાગદોડથી ક્યાંક દૂર કોઇ સુંદર અને રમણીય સ્થળે જઇને આવીએ. અને નવા વર્ષની શરૂઆત પરિવાર અને પ્રેમીજનો સાથે કોઇ ખુશનુમા જગ્યાએ વીતાવીએ. વળી ડિસેમ્બરમાં બાળકોને પણ રજા હોય છે અને ધણી આઇટી કંપની પણ આવા સમયે રજાઓ આપે છે.

તો જો આ ડિસેમ્બર વેકેશનમાં તમે ક્યાં જવાનું વિચારી રહ્યા હોવ તો અમારી પાસે તમારી માટે કેટલાક ખાસ ઓપશન છે. શિયાળાની ખુશનુમા ઠંડક મઝા જો તમારે માણવી જ હોય તો ઉત્તર ભારતની બર્ફિલી વાદીઓની સુંદરતા જોવા તો તમારે જવું જ જોઇએ. અને જો જીવનમાં કદી તમે બરફને પડતો નથી જોયો તો બિલકુલ પણ રાહ જોયા વગર અત્યારથી જ બુકિંગ કરાવી લો નીચેની આ જગ્યાઓનું...

રાનીખેત

રાનીખેત

હિમાલયની પશ્ચિમ ધાટના જાણીતા હિલ સ્ટેશનમાંથી એક છે રાનીખેત. ઉત્તરખંડમાં આવેલ આ સુંદર હિલ સ્ટેશનમાં પાઇનના જંગલો અને હિમાલયની અનોખી વાઇલ લાઇફ તમને જોવા મળશે.
વળી અહીંના બીનસર મહાદેવનું મંદિર, કતારમાલ, કેઆરસી સંગ્રહાલય, ચાઉબાટિયા ગાર્ડન જેવા સ્થળો જોવા લાયક છે. વળી તે નૈનીતાલથી પણ નજીક છે તો તમે આ બન્ને સ્થળો પર જઇ શકો છો.

જયપુર

જયપુર

રાજસ્થાનની રાજધાની જયપુરનું મુલાકાત એક વાર તો લેવી જ રહી. રંગીલા રાજસ્થાનની આ નગરીની તો વાત જ કંઇ ઔર છે. વળી નવેમ્બર ડિસેમ્બરમાં અહીં વાતાવરણ પણ મસ્ત હોય છે.

ઔલી

ઔલી

જો તમને સ્કીંઇંગ કરવું ગમતું હોય તો તમારે ઔલી જવું જ રહ્યું. ડિસેમ્બરમાં તમને અહીં બર્ફિલા પહાડોની મઝા માણવાની વાત જ કંઇ ખાસ છે.

રણથંભોર

રણથંભોર

રણથંભોર નેશનલ પાર્ક વાધને ખુલ્લા જંગલમાં વિહરતો જોવાની જે મઝા છે તે જીવનમાં એક વાર તો માણવી જ જોઇએ અને તે માટે રણથંભોર તો જવું જ રહ્યું. ઓક્ટોબરથી જૂન સુધી આ અભ્યારણ્ય ખુલ્લુ રહે છે તો તમે આ દરમિયાન ત્યાં જઇ શકો.

ડેલહાઉસી

ડેલહાઉસી

હિમાચલ પ્રદેશમાં આવેલા ડેલહાઉસીના સુંદર લેન્ડસ્કેપને જોવા લાયક છે. ડિસેમ્બરની ઠંડીમાં આ જગ્યાની સુંદરતા ખાસ થઇ જાય છે.

કચ્છ

કચ્છ

ગુજરાતમાં જ રહીને જો સફેદ રણની મુલાકાત ના લો તે તો થોડીને ચાલે. બીજે બધે જવા કરતા પહેલા આ વખતે ગુલાબી ઠંડીની મઝા માણે કચ્છના સફેદ રણમાં.

મસૂરી

મસૂરી

મસૂરે એક જાણીતું પર્યટન સ્થળ છે. દિલ્હીથી પાસે પણ છે ત્યારે ગુલાબી ઠંડીમાં મસૂરીના લીલાછમ પહાડો અને ખીણોની મઝા તો માણવી જ રહી.

કોહિમા

કોહિમા

નાગાલેન્ડની રાજધાની કોહિમામાં ડિસેમ્બરમાં હોર્નબિલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અહીં પરંપરિક આદિવાસી સંસ્કૃતિને માણવા માટે તમે કોહિમા જઇ શકો છો.

English summary
Winter season usually starts from mid-November and stays on till the end of January. December being the peak of winter, it is usually the snowfall season in many parts of North India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X