• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું અહેમદપુર માંડવી- પ્રવાસન માટેનો સુંદર દરિયા કિનારો

|
Google Oneindia Gujarati News

જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના દરિયા કિનારા સામે આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે. પરંતુ આપને જણાવી દઇએ કે ગુજરાતની પાસે પણ સૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો આવેલા છે. આજે આપણે પ્રવાસ ખેડીશું ગુજરાતના જાણીતા બીચમાના એક સુંદર અહેમદપુર માંડવીનો.

ગુજરાતના અહેમદપુર માંડવીમાં આવેલ સમુદ્ર કિનારો ભારતનો એક સુંદર સમુદ્ર કિનારામાંનો એક છે. આ અહેમદપુર નામના કચ્છના મહારાવના ઐતિહાસિક શહેરમાં આવેલ છે.

સંઘપ્રદેશ દિવની બોર્ડર અને જુનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું અમદપુરમાંડવી નલિયા માંડવીની બીલકુલ નજીક આવેલું છે. આ બીચ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ બીચમાનું એક છે. જે સાત કીમીનો દરિયાકાંઠો ધરાવે છે. સર્કેશ્વર બીચનીજેમ આ બીચ પર પણ લાંબા અંતર સુધી છીછરુ પાણી હોવાના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસેલિટીને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો થકી રાજ્ય બહારના એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ગુજરાતના રળીયામણા બીચ તરફ આકર્ષવા કવાયત હાથ ધરી છે.

અહેમદપુર માંડવી રાજ્ય સરકારે વર્ષ ર૦૦૬ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવી ગુજરાતનાં દરિયાકાંઠાનાં પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા માટેની એક યોજના બનાવી હતી. જેમાં ઊના તાલુકાનાં અહેમદપુર માંડવી બીચનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બીચ પર પ્રવાસીઓને આર્કષવા માટે લાખો રૂપિયાનાં ખર્ચે રેસ્ટ કુટીર, ચેન્જીંગ રૂમ, વોટર પ્લાન્ટ, સંડાસ-બાથરૂમની સગવડતા ઉભી કરવામાં આવી હતી.

કેવી રીતે પહોંચશો:

અહેમદપુર માંડવી બીચની નજીકનું શહેર ઉના છે જ્યારે રેલવે સ્ટેશન દેલવાડા છે. અહીંયા પહોંચવા માટે જુનાગઢથી સમયાંતરે વાહન મળી શકે છે.

તસવીરોમાં જુઓ અહેમદપુર માંડવી...

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી- પ્રવાસન માટેનો સુંદર દરિયા કિનારો

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના દરિયા કિનારા સામે આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે.

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

પરંતુ આપને જણાવી દઇએ કે ગુજરાતની પાસે પણ સૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો આવેલા છે. આજે આપણે પ્રવાસ ખેડીશું ગુજરાતના જાણીતા બીચમાના એક સુંદર અહેમદપુર માંડવીનો.

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

ગુજરાતના અહેમદપુર માંડવીમાં આવેલ સમુદ્ર કિનારો ભારતનો એક સુંદર સમુદ્ર કિનારામાંનો એક છે. આ અહેમદપુર નામના કચ્છના મહારાવના ઐતિહાસિક શહેરમાં આવેલ છે.

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

સંઘપ્રદેશ દિવની બોર્ડર અને જુનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું અમદપુરમાંડવી નલિયા માંડવીની બીલકુલ નજીક આવેલું છે.

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

આ બીચ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ બીચમાનું એક છે. જે સાત કીમીનો દરિયાકાંઠો ધરાવે છે.

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

સર્કેશ્વર બીચનીજેમ આ બીચ પર પણ લાંબા અંતર સુધી છીછરુ પાણી હોવાના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરી શકાય છે.

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

રાજ્ય સરકાર દ્વારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસેલિટીને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો થકી રાજ્ય બહારના એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ગુજરાતના રળીયામણા બીચ તરફ આકર્ષવા કવાયત હાથ ધરી છે.

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી રાજ્ય સરકારે વર્ષ ર૦૦૬ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવી ગુજરાતનાં દરિયાકાંઠાનાં પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા માટેની એક યોજના બનાવી હતી.

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

જેમાં ઊના તાલુકાનાં અહેમદપુર માંડવી બીચનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

આ બીચ પર પ્રવાસીઓને આર્કષવા માટે લાખો રૂપિયાનાં ખર્ચે રેસ્ટ કુટીર, ચેન્જીંગ રૂમ, વોટર પ્લાન્ટ, સંડાસ-બાથરૂમની સગવડતા ઉભી કરવામાં આવી હતી.

કેવી રીતે પહોંચશો:

કેવી રીતે પહોંચશો:

અહેમદપુર માંડવી બીચની નજીકનું શહેર ઉના છે જ્યારે રેલવે સ્ટેશન દેલવાડા છે. અહીંયા પહોંચવા માટે જુનાગઢથી સમયાંતરે વાહન મળી શકે છે.

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવીનો દરિયા કિનારો.

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવી

અહેમદપુર માંડવીનો દરિયા કિનારો.

આ પણ એક સુંદર બીચ છે- બેટ દ્વારકા

આ પણ એક સુંદર બીચ છે- બેટ દ્વારકા

ગુજરાતના પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકાની એક મુલાકાત, બેટ દ્વારકાની મુલાકાત માટે અહીં ક્લિક કરો....

English summary
Ahmedpur Mandvi beach beautiful beach of of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X