For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક લટાર કર્ણાટકના શાંત અને આહલાદક બીચોમાં

|
Google Oneindia Gujarati News

કર્ણાટક ભારતનું દક્ષિણ પશ્ચિમ પ્રવાસન હબ છે. ભારતીય અને વિદેશી પ્રવાસી આ પ્રવાસન સ્થળ તરફ ઘણા જ આકર્ષિત થાય છે. કર્ણાટકની રાજધાની, બેંગ્લોર પણ દેશનો આઇહબના નામથી જાણીતી છે. કર્ણાટક રાજ્યમાં પ્રવાસન વધવાના કારણે વર્તમાનમાં અહીં મોટી સંખ્યામાં રિસોર્ટ, ટૂરિસ્ટ પ્લેસ વિગેરે નિર્માણ પામ્યા છે, જેનાથી પ્રવાસીઓને અહીં આનંદની લાગણી અનુભવાય છે.

કર્ણાટકના દરિયા કિનારાની વાત કરવામાં આવે તો કર્ણાટક પાસે 320 કિ.મી લાંબો દરિયા કિનારો છે. અને તેના કારણે કર્ણાટકનું પ્રવાસન સતત ધબકતું રહે છે. અહીંનુ વાતાવરણ, બ્લ્યુ આકાશ સહિત અહીંના દરિયા કિનારે મળતી શાંતિ પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષિત કરે છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કર્ણાટકના દરિયા કિનારાને.

માલપે

માલપે

માલપેનું પ્રમુખ આકર્ષણ તેનું અદ્વિતીય દ્વીપ છે, જે સમુદ્ર તટથી દૂર જ્વાળામુખી ચટ્ટાણોથી બને છે. માલપે ભારતનું મુખ્ય ભૂ-પ્રવાસન આકર્ષણ છે અને આ સ્થળ ભૂ વૈજ્ઞાનિકો માટે વિશેષ રસ ધરાવે છે.

સેન્ટ મેરી આઇલેન્ડ

સેન્ટ મેરી આઇલેન્ડ

સેન્ટ મેરી આઇલેન્ડ કર્ણાટકમાં કોકોનટ આઇલેન્ડના નામથી જાણીતું છે. આ દ્વીપ ચાર નાના દ્વીપોનો સમૂહ છે, જે ઉડુપીથી મલાપે સી કોસ્ટમાં આવેલો છે.આ દ્વીપની એક વિશેષતા એ પણ છે કે તેને ભારતીય ભૂ વૈજ્ઞાનિકોએ પણ એક ખાસ દરજ્જો આપતા તેને 26 મહત્વપૂર્ણ સ્થળોમાં સામેલ કર્યું છે.

કારવાર

કારવાર

કારવાર ભારતીય પ્રાયદ્વીપના પશ્ચિમી તટ પર, ગોવા જિલ્લાથી માત્ર 15 કિ.મીના અંતરે છે અને આ કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી 520 કિ.મી દૂર છે. આ ઉત્તર કન્નડ જિલ્લાનુ મુખ્યાલય છે અને અહીં 15મી સદી બાદથી જીવંત વ્યાપાર કરવામાં આવે છે.

મરાવન્થે

મરાવન્થે

મરાવન્થે શહેર એક સુંદર સમુદ્ર તટોનું ઘર છે અને આ શહેર કર્ણાટકના દક્ષિણ કેનરા જિલ્લામાં સ્થિત છે. શહેરની જમણી બાજુ અરબ સાગર અને ડાબી બાજુ સૌપરનિકા નદી વહે છે. આ સમુદ્ર તટ, કુંડાપુરા પાસે, ઉડુપીથી 50 કિ.મી દૂર અને બેંગ્લોરથી 450 કિ.મી દૂર છે.

ગોકર્ણ

ગોકર્ણ

ગોકર્ણ એક તીર્થ સ્થળ છે, જે કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સ્થિત છે અને આ સ્થળ પ્રવાસીઓ વચ્ચે એક સુંદર તટ છે. આ સ્થળ, બે નદીઓ અગ્નિશિનિ અને ગંગાવલીના સંગમ પર સ્થિત છે. આ સ્થળ નદીઓના એક ક્ષેત્રમાં વસેલું છે જે દેખાવે ગાયના કાન જેવું લાગે છે. એટલા માટે જ કદાચ આ સ્થળનું નામ ગૌકર્ણ રાખવામાં આવ્યું હશે.

મુરુદેશ્વર

મુરુદેશ્વર

જ્યારે તમે આ બીચમાં દાખલ થાઓ કે તુરત જ ભારતની સૌથી મોટી શિવની મૂર્તિ તમને અહીં મળે છે. અહીં આવો એટલે તમને દરિયા કિનારે આકાશ તળે મળતી શાંતિનો શ્રેષ્ઠ અનુભવ થાય છે.

કાઉપ

કાઉપ

કાઉપ સમુદ્ર તટ એક એવો સમુદ્ર તટ છે જ્યાં સૌથી વધુ લોકો આવે છે. પોતાના શાંત વાતાવરણ માટે આ તટ જાણીતો છે. સમુદ્ર તટ હર્યા ભર્યા વાતાવરણથી ઘેરાયેલો છે. ઠંડી હવા સાથે એક તાજગી અને આ લોકપ્રીય સ્થળ હોવાથી આવનાર પ્રવાસીને ઉર્જાવાન બનાવે છે.

English summary
Karnataka has a share of 320 km of coastline. The beaches along the coast has brought Karnataka tourism alive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X