આ છે જયપુરના અજાણ્યા છતાં અત્યંત રમણીય સ્થળો

Subscribe to Oneindia News

રાજસ્થાન પર્યટકોમાં ખૂબ લોકપ્રિય સ્થળ છે, વિદેશથી પણ લોકો અહીં ફરવા માટે આવે છે. અહીંની કલા અને સંસ્કૃતિ સૌને ગમે છે. રાજસ્થાનમાં પણ ખાસ કરીને જ્યાં જયપુર ફરવાની વાત આવે કે તરત આપણા મનમાં પહેલા આ જ નામો આવે છે - હવા મહેલ, જંતર મંતર, નાહરગઢ, આમેર કિલ્લો, જળ મહેલ વગેરે. પરંતુ આજે આ લેખમાં અમે તમને જયપુરના એવા કેટલાક સ્થાળો વિશે માહિતી આપીશું, જે ખાસ જાણીતા નથી પરંતુ ખૂબ રમણીય છે.

ચંદલાઇ સરોવર

ચંદલાઇ સરોવર

સુંદર ચંદલાઇ સરોવર જયપુરથી બે કિમી દુર જયપુર-કોટા હાઇવે પર આવેલું છે. અહીં પહોંચતાની સાથે જ તમને ખુબ જ શાંતિનો અનુભવ થશે. તમે ચંદલાઇ ટોલ પ્લાઝા વટાવીને આ સરોવર પાસે પહોંચી શકો છો.

કાનોતા ડેમ

આ ડેમ જયપુરથી આશરે 15 કિમી દુર આગરા-જયપુર નેશનલ હાઇવે 11 પર આવેલો છે. અહીં સાંજના સમયે તમને હંમેશા યુવાનોની ભીડ લાગેલી જોવા મળશે. સમય પસાર કરવા માટે આ ખૂબ રમણીય સ્થળ છે.

નાહરગઢ બાયોલૉજીકલ પાર્ક

નાહરગઢ બાયોલૉજીકલ પાર્ક જયપુરથી આશરે 12 કિમી દુર જયપુર-દિલ્હી હાઈવે પર આવેલ છે. આ બાયોલૉજીકલ પાર્ક 72 વર્ગ કિલોમીટર સુધી ફેલાયેલો છે. આ એક બહુ જ સુંદર પાર્ક છે, અહીં તમને ચિત્તા, રીંછ, સિંહ વગેરેની સાથે 200 પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળી શકે છે.

 સાંભર સરોવર

સાંભર સરોવર

સાંભર સરોવર જયપુરથી 65 કિમી દૂર નેશનલ હાઇવે 8 ની નજીક આવેલું છે, આ સરોવરને ખારા પાણીનું સરોવર કહવાય છે, તે સમુદ્રના તટથી 1,200 ફૂટ ઊંચાઇ પર આવેલું છે. જ્યારે આ સરોવરમાં પાણી હોય ત્યારે તેનું ક્ષેત્રફળ 90 વર્ગ મીલ રહે છે. ત્રણ નદીઓનું પાણી આ સરોવરમાં આવીને મળે છે. આ સોરવરમાંથી મોટી પાયેમાં મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે.

વિદ્યાઘર નગર જંગલ

વિદ્યાઘર નગર જંગલ વિદ્યાનગર સ્ટેડિયમની પાછળ સ્થિત છે, ફોટોગ્રાફીનો શોખ હોય એ લોકોને આ જગ્યા ખૂબ પસંદ પડશે. અને કદાચ આ જ કારણે અહીં અનેક ફોટોગ્રાફર અને પ્રાકૃતિ પ્રેમીઓ આવે છે.

ગલતા મંદિર

ગલતા મંદિર

પિંક સીટીમાં આવેલ ગલતા મંદિરની ખાસ વાત છે કે, આ મંદિરમાં એક બહુ મોટુ કુંડ આવેલું છે, જ્યાં સ્નાન માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. અહીં લોકોમાં એવી માન્યતા છે કે, આ કુંડમાં વર્ષોથી પ્રાકૃતિક રીતે જ ગૌમાતાના મુખથી પાણી પડે છે, જેમાં સ્નાન કરવાથી લોકો પવિત્ર થઇ જાય છે.

આમેર તળાવ

આમેર તળાવ

આમેરના રાજા સવાઈ જયસિંહ દ્વારા આમેર અને જયગઢ મહેલની વચ્ચે એક માનવસર્જિત કૃત્રિમ તળાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આ તળાવ અરાવલીની પર્વતમાળા ઘેરાયેલું હોવાને કારણે તેને શહેર તરફથી કે કિલ્લા બાજુથી જોઇ શકાતું નથી.

English summary
Beautiful unexplored places to visit in Jaipur that are Tourist attraction.
Please Wait while comments are loading...