For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રેક અપ થયું છે! દિલ તૂટ્યું છે! તો જઇ આવો અહીં

|
Google Oneindia Gujarati News

તમે બૉલીવુડની ફિલ્મ ‘પ્યારના સાઇડ ઇફેક્ટ્સ'નું ફેમસ ગીત ‘દિલ તોડ કે ન જા મુંડ મોડ કે ન જા, ઇશ્ક હોવ ન હોવ ન બેરહમ બેવજહ' સાંભળ્યું હશે. કદાચ તમે એવું વિચારી રહ્યા હશો કે તમને યાત્રા અંગે ટિપ્સ આપતા-આપતા અમે સંગીતકાર કેવી રીતે બની ગયા? તો તમને જણાવી દઇએ કે આજે અમે તમને એવા ડેસ્ટિનેશન અંગે જણાવી રહ્યાં છીએ, જ્યાં તમે દિલ તૂટતા અથવા તો ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ થયા બાદ જઇ શકો છો.

જીહાં, તમે બરાબર જ સાંભળ્યું છે. દિલ તુટવું અથવા તો બ્રેક અપ થયા બાદ કોઇ સ્થળ પર વેકેશન. અત્યાર સુધી તમે કદાચ આવુ જ સાંભળ્યુ હશે કે બ્રેક અપ બાદ વ્યક્તિ તૂટી જાય છે, વિખેરાય જાય છે અને કોઇ બાર કે પબની શોભા બની જાય છે, પરંતુ હવે સમય બદલાઇ ગયો છે, લોકોએ એડજેસ્ટમેન્ટ કરતા શીખી લીધું છે. યુવતી હોય કે યુવક બધા જાણે છે કે દેવદાસ બનવાથી કંઇ મલવાનું નથી, પ્રેમમાં દગો મળ્યો હોય કે તેમના સાથીની હરકતોથી નારાજ થઇને તેને છોડી જનારા બધા જ ઇચ્છે કે તે સારું જીવન જીવે.

અમે જાણીએ છીએ કે એકવાર દિલ તૂટી ગયા બાદ તેમાંથી બહાર આવવું ઘણું અઘરું છે અને અમે તમારી મુશ્કેલીને સમજીએ પણ છીએ. આજે અમે તમને તસવીરો થકી જણાવીશુ કેટલાક એવા ડેસ્ટિનેશન્સ અંગે જ્યાંની આબોહવા તમારું ગમ ઓછું કરી તમને મૂવ ઓન થવા માટે પ્રેરિત કરશે.

હેવલોકમાં થઇ જાઓ અનલોક

હેવલોકમાં થઇ જાઓ અનલોક

બ્રેક અપ બાદ તમે હેવલોક જાઓ અને ત્યાં તમારા ગમ અને તૂટેલા દિલને લોક કરી નાંખો. આ પ્રકૃતિ તમને સૌથા સારા રૂપમા મળશે. અહીંનો નજારો અદભૂત છે જે તમારું મન મોહી લેશે. જ્યારે તમે ઉદાસ હોવ તો અંદમાન જરૂર જાઓ અને ત્યાં સ્કૂબા ડાઇવિંગ કરો, આ કરવાનું સુખ તમને મોટામા મોટુ ગુમ ભુલાવી દેશે.

સ્પાનો ટ્રાઇ કરવામાં આવે

સ્પાનો ટ્રાઇ કરવામાં આવે

જો તમે ખરા અર્થમાં બ્રેક અપમાંથી મળેલા દુઃખને દૂર કરવા માગો છો તો કોઇ સારા આયુર્વેદિક સ્પાની મુલાકાત લઇ આવો. બ્રેક અપ બાદ તમે શારીરિક અને માનસિક રીતે બિલકુલ તૂતી જશો. અતઃ કોઇ એવા સ્પામાં જાઓ જ્યાં આયુર્વેદિક પદ્ધતિમાં બોડી મસાજ આપવામાં આવે છે. જો તમે આવું સુખ શોધી રહ્યા છો તો કેરળ સ્થિત સ્પા રિસોર્ટ્સમાં જાઓ.

માઉન્ટેન મેડનેસ-મનાલી

માઉન્ટેન મેડનેસ-મનાલી

મનાલીથી લેહની વચ્ચેના આ રૂટને વિશ્વના સૌથી જટીલ રૂટોમાં સામેલ કરવામાં આવ્યું છે. જો તમે કંઇક તુફાની અને ખાસ કરવા માગો છો તો જીવનમાં એકવાર મનાલીથી લેહ વચ્ચે પોતાની બાઇક ચલાવીને જુઓ. અમે તમને જણાવી દઇએ કે આ રૂટ પર ગાડી ચલાવવીએ બાળકનો ખેલ નથી, તેથી તેના માટે વિશેષ ટ્રેનિંગની આવશ્યકતા હોય છે તો જો તમે ગાડી ચલાવવા માગો છો તો પહેલા આ અંગે ટ્રેનિંગ જરૂરથી લો.

કોઇ શાંત બીચની શોધ

કોઇ શાંત બીચની શોધ

જો તમે કોઇ શાંત બીચ પર જઇને ત્યાં અમુક પલ વિતાવવા માગો છો તો તમે પશ્ચિમ બંગાળના શંકરપુર સ્થિત દીધા બીચ પર જાઓ. આ બીચ જોડકાં બીચ છે જે ઘણા જ સુંદર છે. આ અલગ-અલગ વનસ્પતિઓની પ્રચુરતા તમને શાંતિની એ અવસ્થા પર લઇ જશે, જેની કલ્પના પણ તમે નહીં કરી શકો, સાથે જ તમારે ત્યાં જઇને પણ લાગશે કે તમે ભારતના નહીં પરંતુ અન્ય કોઇ દેશમાં છો.

હમ્પીના ખંડેરોને નિહાળો

હમ્પીના ખંડેરોને નિહાળો

અહીં તમે જ્યાં જ્યાં નજર ફેરવશો તમને મંદિર અને ઇતિહાસ જોવા મળશે. હમ્પીમાં ઇતિહાસ ઉપરાંત ઘણું બધુ છે. આ સ્થળ કવિતા, કલા કોતરણી, વાસ્તુકળાનું સંગમ છે. આ સ્થળ પર એવું ઘણું બધુ છે જેને તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય.

ગુફાઓનું શહેર લોનાવાલા

ગુફાઓનું શહેર લોનાવાલા

મહાનગરીય જીવનથી દૂર મન બહેલાવવા માટે લોનાવાલા મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમી ક્ષેત્રમાં એક લોકપ્રીય પર્વતીય ક્ષેત્ર છે. સમુદ્ર સ્તરથી 625 મીટરની ઉંચાઇ પર સ્થિત, આ અતિ સુંદર પર્વતીય ક્ષેત્ર, લોભામણી સહયાદ્રી પર્વતોનો એક ભાગ છે અને તેનો વિસ્તાર 38 વર્ગ કિ.મીની આસપાસ છે. લોનાવાલા મુંબઇથી 97 કિ.મી. અને પુણેથી માત્ર 64 કિ.મી. દૂર છે. આ લાંબી પદયાત્રા અને ટ્રેકિંગ માટે એક લોકપ્રિય સ્થળ છે. આ ઉપરાંત આ સ્થળ સાથે અનેક ઐતિહાસિક કિલ્લા, પ્રાચીન ગુફાઓ અને આસપાસની શાંત ઝીલો જોડાયેલી છે.

છૂપાયેલા ખજાનાનો પર્દાફાશ

છૂપાયેલા ખજાનાનો પર્દાફાશ

જૂની દર્દભરી સ્મૃતિઓને ભુલવા માટે હિલ સ્ટેશનથી સારું કંઇ જ ના હોઇ શકે. જો તમને વિશ્વના અમુક પસંદીદા હિલ સ્ટેશનમાં સામેલ ઉત્તરાખંડના હિલ સ્ટેશન જવાની સલાહ મળે તો અવશ્ય ત્યાં જઇ આવો. સાતે જ ઘનૌલ્ટીની યાત્રા પણ કરો. ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામાં સમુદ્ર તટથી 2286 મીટરની ઉંચાઇ પર ઘનૌલ્ટી નામનું એક સુંદર હિલ સ્ટેશન છે. પોતાના શાંત અને સુરમ્ય વાતાવરણ માટે જાણીતું આ સ્થળ, ચંબાથી મસૂરીની રસ્તામાં આવે છે.

શાંત સમુદ્રી કિનારો

શાંત સમુદ્રી કિનારો

કહેવામાં આવે છે કે એક સારુ બીચ તમામ નકારાત્મક ઉર્જાઓને ખેંચી લે છે અને તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તો જો તમે બ્રેક અપ બાદ તમામ નકરાત્મક ઉર્જાઓને પોતાના શરીરમાંથી બહાર કાઢવા માગો છો તો ગોવા જાઓ અને ત્યાંના સુંદર બીચોની મુલાકાત લો.

English summary
best destinations visit after breakup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X