વેલેન્ટાઇન ડે સ્પેશિયલઃ 'I Love You' કહેવા માટેના શ્રેષ્ઠ સ્થળ

Posted By:
Subscribe to Oneindia News

વેલેન્ટાઇન ડેને હવે બહુ દિવસ બાકી નથી. અત્યારથી જ પ્રેમીઓ આ પ્રેમના પ્રતિક સમા દિવસને વધુ યાદગાર બનાવવાની તૈયારીમાં લાગી ગયા હશે. ક્યાંક કોઇક પોતાના પ્રેમને વધુ મજબૂત બનાવવામાં તો ક્યાંક કોઇ પોતાના પ્રેમને વ્યક્ત કરવાની મથામણમાં હશે. જ્યારે બીજી તરફ જેમનો પ્રેમ એક તાંતણે બંધાઇ ગયો છે તેઓ આ દિવસને ખાસ બનાવવા માટે એક પ્રેમ ભરી યાત્રાનું આયોજન પણ કરતા હશે.

ત્યારે આજે અમે અહીં એવા જ કેટલાક સ્થળો લઇને આવ્યા છીએ કે જ્યાં જઇને તમે તમારા પ્રેમને વ્યક્ત કરી શકો છો અને તેને વધુ મજબૂત તાંતણે બાંધી શકો છો. આ સ્થળોમાં ગોવા, શ્રીનગર ઉપરાંત વાયનાડ અને કોડાઇ કેનાલ પણ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ વખતે વેલેન્ટાઇન ડેમાં ક્યા સ્થળે જઇને પ્રેમને કરવો છે વધારે મજબૂત.

ગોવા

ગોવા

જો તમને ખબર છે કે ત એડવેન્ચર્સ અને બીચોને પસંદ કરે છે તો તેની સાથે તમારા પ્રેમની યાત્રાને સાથે શરૂ કરવા માટે ગોવા શ્રેષ્ઠ સ્થળ છે.

ઉટી

ઉટી

ઉટી ભારતનું એક એવું સ્થળ છે જ્યાં તમે સવાર દરરોજ ઝાકળથી શરૂ થાય છે. જો તમે ખરેખર તમારા પ્રેમને વ્યક્ત કરવા માગો છો તો ઉટીથી બેસ્ટ રોમેન્ટિક સ્થળ અન્ય કયું હોઇ શકે છે?

કોડાઇ કેનાલ

કોડાઇ કેનાલ

કોડાઇ કેનલ એ છે જ્યાં નવ પરિણીત જોડા હનીમૂન માટે અથવા પ્રેમી યુગલ કેટલોક સારો સમય એકબીજા સાથે વિતાવવા માટે જાય છે. જો તમે તમારા પ્રેમને વધુ મજબૂતાઇ આપવા માગો છો તો તમે આ સ્થળ પર પસંદગી ઉતારી શકો છો.

લક્ષદ્વીપ

લક્ષદ્વીપ

લક્ષદ્વીપ એક એવું આઇલેન્ડ છે જ્યાં તાજી હવા અને વાતાવરણમાં અજબ પ્રકારનો ધબકાર જોવા મળે છે, જે તમને રોમેન્ટિક બનાવી દે છે. આ સ્થળે તમે ઘૂંટણ પર બેસીને તમારી પ્રેયસીને પ્રેમના પ્રતિક સમું ગુલાબ આપી શકો છો.

પોન્ડેચેરી

પોન્ડેચેરી

આ બીચ તમે જેને પ્રેમ કરો છો તેનું હૃદય જીતવા માટે ઘણું જ આઇડલ સ્થળ માનવામા આવે છે.

ખજુરાહો

ખજુરાહો

ખજુરાહો પ્રેમને સમર્પિત સ્થળ છે. આ સ્થળ તમે જેને પ્રેમ કરો છો તે પણ તમને પ્રેમ કરવા લાગે તે લાગણી ઉદ્દભવા માટે બેસ્ટ મનાય છે. તમારા પ્રેમને આ સ્થળો લઇ જાઓ અને પ્રેમનો ઇઝહાર કરો, એ ના નહીં પાડે.

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગર ભારતના શ્રેષ્ઠ રોમેન્ટિક લોકેશન્સમાનું એક છે. તો આ સ્થળે જઇને તમારા પ્રેમને વધુ રોમેન્ટિક બનાવી દો.

ઉદયપુર

ઉદયપુર

ઉદયપુર શહેર તમારા હૃદયની ભાવનાઓને વ્યક્ત કરવાનું શ્રેષ્ઠ શહેર છે. રોયલ અને રોમેન્ટિક ભાવનાઓથી ભરેલું આ સ્થળ તમારા પ્રેમને મજબૂત બનાવે છે.

વાયનાડ

વાયનાડ

વાયનાડ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે, વાયનાડને લોકો ધરતી પરનુ સ્વર્ગ પણ કહે છે. આ સ્થળે જઇને તમે તમારા પ્રેમને વ્યક્ત કરી શકો છો.

English summary
Have you confessed your love for her? Have you always wanted to tell him how much you love him? Have you wondered which is the best place to say 'I Love You'? Fear not, for we hold your hands and guide you through the sometimes rocky road of choosing the perfect place to declare your heart's failings to your beloved. Here is a definitive guide to the best places in India to put your aching heart at rest. Wish you all a happy Valentine's Day!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.