For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉલીવુડ પણ અંજાયું છે બેંગ્લોરની ‘બ્યૂટી’થી

|
Google Oneindia Gujarati News

સારા બેકગ્રાઉન્ડ અને સિનેમેટોગ્રાફી ઉમેરવા માટે ભારતની બહાર શૂટિંગ કરવામાં આવે છે, જો કે ભારતમાં એવા ઘણા બધા સ્થળો છે, જેની પસંદગી બૉલીવુડ નિર્માતાઓ અને નિર્દેશકો દ્વારા કરવામાં આવે છે. તમે કદાચ એવું સમજી રહ્યાં હશો કે આ તો માયાવી નગરી મુંબઇની વાત છે, પરંતુ ના. અમે અહી મુંબઇની વાત નથી કરી રહ્યાં.

આ એ શહેર છેકે જેણે તેની સુંદરતા થકી અનેક બૉલીવુડ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. અમે વાત કરી રહ્યાં છીએ ટેક સિટી બેંગ્લોરની. જો તમે વિચારી રહ્યાં હોવ કે બેંગ્લોર શહેર માત્ર તેના ઇતિહાસ, સંસ્કૃતિ, નેચર અને આઇટીના કારણે જાણીતું છે તો તમને જણાવી દઇએ કે આ એ જ સિટી છે, જ્યાં ઓલ ટાઇમ બ્લોકબ્લસ્ટર હીટ ફિલ્મ શોલેનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. પોતાની નેચરલ બ્યૂટીના કારણે આ શહેરને સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે. બૉલીવુડમાં બેંગ્લોર દીપિકા પાદૂકોણ અને અનુષ્કા શર્માના કારણે પણ જાણીતું છે.

શોલે ફિલ્મ જે ગામમાં શૂટ કરવામાં આવી છે, તે રામનગર બેંગ્લોરની નજીક આવેલું છે. શોલે સિવાય પણ અનેક બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ અહી કરવામાં આવ્યું છે. આમિર ખાનની કયામત સે કયામત તક ફિલ્મ પણ અહી જ શૂટ થઇ હતી. આ જ પ્રમાણે ઘાયલ, કૂલી સહિતની ઘણી ફિલ્મો છે જેનું શૂટિંગ બેંગ્લોરમાં કરવામાં આવ્યું છે તો ચાલો તસવીરો થકી જાણીએ કઇ કઇ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે, બેંગ્લોરની બ્યૂટી.

શોલે

શોલે

બૉલીવુડ ઓલ ટાઇમ સુપર હીટ ફિલ્મ શોલેનું શૂટિંગ પણ બેંગ્લોરની આસપાસ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં બેંગ્લોરના અનેક લોકપ્રીય અને જાણીત સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કયામત સે કયામત તક

કયામત સે કયામત તક

આમિર ખાન અને જૂહી ચાવલાની ક્લાસિક મૂવી કયામત સે કયામત તકને બેંગ્લોરમાં શૂટ કરવામાં આવી છે.

ઘાયલ

ઘાયલ

સન્ની દેઓલની હીટ ફિલ્મ ઘાયલનું શૂટિંગ બેંગ્લોરની આસપાસ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મમાં શહેરના અનેક ભાગોને દર્શાવવામાં આવ્યા છે.

મર્દ

મર્દ

અમિતાભની હીટ્સ ફિલ્મોમાની એક ‘મર્દ'નું શૂટિંગ બેંગ્લોરમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ શહેરી વિસ્તારમાં કરવામાં આવ્યું છે. ફિલ્મમાંવિધાના સૌધા, હાઇકોર્ટ, બેંગ્લોર ક્લબને સારી રીતે દર્શાવવામાં આવ્યું છે.

કૂલી

કૂલી

‘કૂલી' અમિતાભ બચ્ચનની અન્ય એક સુપર હીટ ફિલ્મ છે જેનું શૂટિંગ બેંગ્લોરમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બેંગ્લોરના રેલવે સ્ટેશનને દર્શાવવામાં આવ્યું છે. કૂલીના ડિરેક્ટર મન મોહન દેસાઇ મુંબઇથી કંટાળી ગયા હતા અને તેમણે તેમની ફિલ્મના શૂટિંગ માટે બેંગ્લોરને પસંદ કર્યું હતું.

અંધા કાનૂન

અંધા કાનૂન

આ ફિલ્મનું શૂટિંગ પણ બેંગ્લોરમાં થયું હતું. તેમાં કર્ણાટક હાઈકોર્ટ, રેડ સ્ટ્રક્ચર અને અન્ય કેટલાંક ભાગોની ભવ્યતા બતાવવામાં આવી છે. આપણને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, રીના રોય અને હેમા માલિની છે.

ગોરી તેરે પ્યાર મેં

ગોરી તેરે પ્યાર મેં

ઇમરાન ખાન અને કરીના કપૂર અભિનિત ફિલ્મ ‘ગોરી તેરે પ્યાર મેં'નો કેટલોક ભાગ બેંગ્લોરમાં શૂટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં બેંગ્લોર એરપોર્ટ અને લોકપ્રીય ફ્રીડમ પાર્ક દર્શાવવામાં આવ્યો છે.

English summary
Shooting outside India is one of the best ways to add cinematography and a good looking background. However, there are many places in India as well which are picked up by Bollywood producers and directors. No we are not talking about the patent place Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X