For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનેક કલાકારો માટે પ્રેરણા સ્ત્રોત છે આ શહેર

|
Google Oneindia Gujarati News

બૂંદી એક જિલ્લો છે, જે રાજસ્થાનના હાડોતી ક્ષેત્રમાં સ્થિત છે. બૂંદી કોટાથી 36 કિ.મીના અંતરે છે. અલંકૃત કિલ્લા, શાનદાર મહેલ અને રાજપૂત વાસ્તુકળા, સુંદરતાથી કોતરણી કરવામાં આવેલા કોષ્ઠક અને સ્તંભ આ સ્થળને ફરવા યોગ્ય બનાવે છે. ચમકતી નદીઓ, ઝીલો અને સુદર ઝરણા આ ક્ષેત્રની સુંદરતાને વધારે છે. બૂંદીનો એક મોટો ભાગ જંગલોથી આચ્છાદીત છે. બૂંદી અનેક મહાન ચિત્રકારો, લેખકો અને કલાકારો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યું છે. રુડયાર્ડ કિપલિંગને પણ પોતાની રચના ‘કિમ'ની પ્રેરણા અહીથી મળી હતી.

આ જિલ્લો 5550 વર્ગ કિમી ક્ષેત્રમાં ફેલાયેલો છે, અને તેની જનસંખ્યા 2001ની વસ્તી ગણતરી અનુસાર 88 હજાર છે. બૂંદીમાં પાંચ તાલુકા, છ શહેર, ચાર પંચાયત સમિતિઓ અને 880ગામ આવે છે. જિલ્લા મુખ્યાલય બૂંદી શહેરમાં છે, જેમાં શાનદાર કિલ્લા, મહેલ, વાવ આવેલી છે. પ્રાચીન સમયમાં અનેક સ્થાનિક જનજાતિઓએ ત્યાં પોતાનું આવાસ બનાવ્યું હતું.

આ તમામ જનજાતિઓમાં સૌથી પ્રમુખ લોકોમાં પરિહાર મીણા હતા. એવુ માનવામાં આવે છેકે બૂંદીનું નામ એક રાજા બૂંદી મીણાના નામ પરથી પડ્યું છે. રામ દેવા હાડાએ બૂંદીને વર્ષ 1342માં જૈતા મીણા પાસેથી જીત્યું અને અહી શાસન કર્યું. તેમણે આસપાસના ક્ષેત્રને હાડાવતી અથવા હાડોતી નામ આપ્યું. હાડા રાજપૂતોએ લગભગ 200 વર્ષ સુધી આ ક્ષેત્રમાં રાજ કર્યું. 1533માં તેમના શાસનનો અંત આવ્યો, જ્યારે મોગલ સમ્રાટ અકબરે તેને જીત્યું. બૂંદીના નિવાસી મોટાભાગે રાજપૂત છે, જે પોતાની બહાદૂરી અને વીરતા માટે જાણીતા છે. બૂંદીમાં મોટા ભાગે આદિવાસી જૂની વિચારધારાના છે અને ઠેઠ રાજસ્થાની સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ રાજસ્થાનના બૂંદીને.

મોતી મહેલ

મોતી મહેલ

બૂંદીમાં આવેલો મોતી મહેલ

મોતી મહેલ

મોતી મહેલ

બૂંદીમાં આવેલો મોતી મહેલ

ગઢ મહેલ

ગઢ મહેલ

બૂંદીમાં આવેલો ગઢ મહેલ

ઇન્દરગઢ ફોર્ટ

ઇન્દરગઢ ફોર્ટ

બૂંદીમાં આવેલો ઇન્દરગઢ ફોર્ટ

English summary
Bundi is a district located in the Hadoti region of Rajasthan at a distance of 36 km from Kota. Ornate forts, splendid palaces and Rajput architecture, beautifully carved in brackets and pillars, make it a beautiful place to visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X