For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિત્તોડગઢ, ઐતિહાસિક ચમત્કાર જે તમને રહેશે યાદ

By Super
|
Google Oneindia Gujarati News

ચિત્તોડગઢ શહેર રાજસ્થાનમાં સ્થિત છે, જે લગભગ 700 એકરના ક્ષેત્રમાં ફેલાયેલું છે અને પોતાના શાનદાર કિલ્લા, મંદિરો, દુર્ગ અને મહેલો માટે જાણીતું છે. આ શહેરના યોદ્ધાઓની વીરતાની કહાણીઓને ભારતના ઇતિહાસમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત છે. એક લોકકથા અનુસાર હિન્દુ મહાકાવ્યનું એક મહત્વપૂર્ણ ચરિત્ર અને પાંડવોમાંનુ એક, ભીમએ એક સાધુના અમરત્વનું રહસ્ય જાણવા માટે આ સ્થળની યાત્રા કરી હતી. જોકે તે પોતાની અધીરતાના કારણે પોતાના પ્રયાસમાં સફળ રહ્યાં નહોતા. તેમણે કુંઠા અને ક્રોધમાં જમીન પર પગ પછાડ્યો, જેના કારણે આ સ્થળ પર એક જળાશય બની ગયું જે ભીમ લાતના નામથી જાણીતું છે.

આ શહેરનું પ્રમુખ આકર્ષણ ચિત્તોડગઢ કિલ્લો છે, જે 180 મીટર ઉંચા પર્વત પર સ્થિત છે. આ કિલ્લામાં અનેક સ્મારક છે, પ્રત્યેકના નિર્માણ પાછળ કોઇને કોઇક કહાણી છે. મહારાણા ફતેહ સિંહ દ્વારા બનાવવામાં આવેલો ફતેહ પ્રકાશ મહેલ એક સુંદર ઐતિહાસિક સ્થળ છે. મહેલની અંદર તમને ભગવાન ગણેશની એક સુંદર મૂર્તિ, મોટો ફુવારો અને સુંદર ભિત્ત ચિત્રો જોવા મળશે જે વિગત યુગની કળાને દર્શાવે છે. આ ઉપરાંત આ ક્ષેત્રમાં અનેક ધાર્મિક કેન્દ્રો છે, જેમાં સાંવરિયાજી મંદિર, તુળજા ભવાની મંદિર, જોગિનિયા માતાજી મંદિર અને મત્રી કુંડિયા મંદિર.

પ્રકૃતિનું પૂર્ણ રીતે આનંદ ઉઠાવવા માટે પ્રવાસી બસ્સી વન્ય જીવન અભ્યારણ્યનું ભ્રમણ કરી શકે છે. આ ઉપરાંત સીતામાતા અભ્યારણ્યઅને ભૈન્સ્રોગઢ વન્ય જીવ અભ્યારણ્ય પણ લોકપ્રીય છે. તેમજ પ્રવાસી પુરાતત્વ સંગ્રહાલયનું ભ્રમણ કરી શકે છે, જેમાં સુંદર મૂર્તિઓ, દુર્લભ ચિત્ર મૂર્તિઓ અને પ્રાચીન કાળના ભિત્ત ચિત્રો જોવા મળી શકે છે. સંગ્રહાલયમાં જોવા મળતી કેટલીક મૂર્તિઓ ગુપ્ત અને મોર્ય રાજવંશો સાથે જોડાયેલી છે. જો તમારી પાસે હોય તો તમે બીજાપુર પાસે સ્થિત એક જૂના કિલ્લાની મુલાકાત લઇ શકો છો. પ્રતાપગઢ પાસે સ્થિત 16મી સદીનો દેવગઢ કિલ્લો પણ એક પ્રમુખ પ્રવાસન સ્થળ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ચિત્તોડગઢને.

કીર્તિ સ્તંભ

કીર્તિ સ્તંભ

ચિત્તોડગઢમાં આવેલું કીર્તિ સ્તંભ

મીરા મંદિર

મીરા મંદિર

ચિત્તોડગઢમાં આવેલું લોકપ્રીય મીરા મંદિર

પદ્મિની મહેલ

પદ્મિની મહેલ

ચિત્તોડગઢમાં આવેલો પદ્મિની મહેલ

રાણા કુંભા પેલેસ

રાણા કુંભા પેલેસ

ચિત્તોડગઢમાં આવેલો રાણા કુંભા પેલેસ

ચિત્તોડગઢ કિલ્લો

ચિત્તોડગઢ કિલ્લો

ચિત્તોડગઢમાં આવેલો સૌથી મોટો કિલ્લો

English summary
The city of Chittorgarh in Rajasthan sprawls over an area of 700 acres, and is noted for its magnificent forts, temples, towers and palaces.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X