અનેક યાદગાર યુદ્ધના સાક્ષી રહ્યાં છે ભારતના આ સ્થળો

Posted By:
Subscribe to Oneindia News

એક પ્રવાસી તરીકે તમે અનેક પ્રકારના સ્થળો જોવાની ઇચ્છા ધરાવતા હશો, ક્યારેક તમે એડવેન્ચરથી ભરેલા સ્થળો તો ક્યારેક કુદરતી સૌંદર્યના ખજાના સમા સ્થળો. ક્યારેક તમે ઐતિહાસિક ઇમારતોના સાક્ષી રહેલા સ્થળો તો ક્યારેક તમે ભયાવહ ઇતિહાસ ધરાવતા સ્થળોની મુલાકાત લેવાની યોજના પણ બનાવતા હશો. જે દરમિયાન તમે ક્યારેક ધાર્મિક યાત્રાનું પણ આયોજન કરતા હોવ છો, તો ક્યારેક એક રોમેન્ટિક સ્થળ જોવાની યોજના પણ બનાવી લો છો, આ જ રીતે તમારી અંદર છૂપાયેલા આ પ્રવાસીને ક્યારેક યુદ્ધના સાક્ષી રહેલા સ્થળો જોવાની ઇચ્છા પણ જાગે છે.

જો તમારી અંદર પણ આવા સ્થળો નીહાળવાની ઇચ્છા જાગી હોય તો આજે અમે અહી એવા જ કેટલાક સ્થળો લઇને આવ્યા છીએ, જે પોતાના ઇતિહાસની અટારીમાં યુદ્ધની યાદગાર અને ભયાવહ તસવીરો છૂપાવીને બેસેલું છે. જેમાં કુરુક્ષેત્ર, પાણીપત અને જલિયાવાલા બાગ સર્વોચ્ચ સ્થળે આવે છે, તો ચાલો તસવીરો થકી જાણીએ આવા જ કેટલાક સ્થળો અંગે.

 

કુરુક્ષેત્ર

કુરુક્ષેત્ર

કુરુક્ષેત્ર એ શહેર છે જ્યાં મહાભારત સમયમાં પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. તેમજ આ એ જ સ્થળ છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જૂનને ગીતા જ્ઞાન આપ્યું હતું.

પાણીપત

પાણીપત

કુરુક્ષેત્રની જેમ પાણીપત પણ અનેક યુદ્ધોનું સાક્ષી રહ્યું છે. પાણીપતે ભૂતકાળમાં અનેક શાસકો જોયા છે. પાણીપતમાં ત્રણ યુદ્ધ થયાં હતાં, જે 1526, 1556, 1761માં થયા હતા. અહી જે પહેલું યુદ્ધ થયું હતું તે ભારતમં મોઘલ યુગની શરૂઆત ગણાય છે.

દિલ્હી

દિલ્હી

દિલ્હી યુદ્ધ સ્થળોની મુલાકાત લેનારાઓ માટે ઘણું જ મહત્વનું સ્થળ છે. આ સ્થળ અનેક નાની મોટી લડાઇઓનું સાક્ષી છે. ઇતિહાસના પન્નાઓમાં દિલ્હી એક પ્રખ્યાત સ્થળ છે.

મૈસૂર

મૈસૂર

મૈસૂર શહેર અનેક યુદ્ધોનું સાક્ષી છે. કેટલીક એન્ગ્લો-મૈસૂર યુદ્ધ છે, જેમાં શ્રેષ્ઠ શાસક ટીપૂ સુલ્તાનનુ યુદ્ધ પણ આવી જાય છે. આ શહેરે 1767 અને 1789 દરમિયાન અનેક યુદ્ધો જોયા છે.

જલિયાવાલા બાગ

જલિયાવાલા બાગ

જલિયાવાલા બાગ એ અમૃતસરનો એક જાહેર બગીચો છે, જ્યાં એક ભયાવહ હત્યાંકાડ થયો હતો, જે બ્રિટિશરો દ્વારા કરવામાં આવ્યો હતો. આજે પણ એ સ્થળ એ ક્રૂરતાપૂર્વક કરવામાં આવેલા હત્યાકાંડની સાક્ષી પૂરે છે.

ઇમ્ફાલ

ઇમ્ફાલ

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઇમ્ફાલે પોતાની નોંધ વિશ્વના ઇતિહાસમાં કરાવી હતી. આ સ્થળ છે જ્યાં જાપાનીઝ આર્મીને પહેલીવાર એશિયામાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ સ્થળે ભારતને હસ્તગત કરવાના પ્રયાસો કર્યા હતા. અહીં યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યા છે, જે એ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે છે, જેમણે બીજા વિશ્વ યુદ્ધમાં પોતાના જીવ ગુમાવ્યા હતા.

કોહિમા

કોહિમા

ઇમ્ફાલની જેમ કોહિમા પણ બીજા વિશ્વ યુદ્ધ માટે જાણીતું છે. અહી જાપાનીઝ સેના સામે યુદ્ધ દરમિયાન શહિદ થયેલા જવાનોના સ્મારક બનાવવામાં આવ્યા છે. જ્યાં એક શાનદાર વાક્ય લખેલું છે, જ્યારે તમે ઘરે જાઓ તો અમારા તરફથી કહેજો કે તમારી જે આવતી કાલ છે, તેના માટે અમે અમારી આજ આપી છે.

કારગીલ

કારગીલ

કારગીલ યુદ્ધ 1999માં થયું હતું, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું, જેને ઓપરેશન વિજય પણ કહેવામાં આવે છે, પોતાના ઇતિહાસની સાથોસાથ આ સ્થળ પોતાના મઠ અને ધાર્મિકતા માટે પણ જાણીતું છે.

English summary
Have you thought of going to a war travel site where major wars were fought? Though India may seem to be a perfect place for a honeymoon or a vacation, it is a country rich on its cultural and historical front too.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.