For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદીગઢ બાદ ગુજરાતનું આ શહેર છે સૌથી પ્લાનેડ સિટી

|
Google Oneindia Gujarati News

સાબરમતી નદીના પશ્ચિમી તટ પર સ્થિત ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. આઝાદી બાદ 1960માં જ્યારે મુંબઇને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજીત કરવામાં આવ્યું, ત્યારે ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે પસંદ કરવામાં આવ્યું. તમામ ક્ષેત્રો, રસ્તાઓ, બજારો અને આવકના વિસ્તારોની ઉચિત વ્યવસ્થાની સાથે ગાંધીનગર વાસ્તુકળાના રૂપમાં પણ એક સુનિયોજીત શહેર છે. આ સુવ્યવસ્થિત શહેરની યોજના અને નિર્માણ બે ભારતીય આર્કિટેક્ટ એચ કે મેવાડ અને એમ આપ્ટેના માર્ગદર્શનમાં થયું હતું. ચંદીગઢ બાદ ગાંધીનગર ભારતનુ બીજુ સૌથી વધુ યોજનાબદ્ધ શહેર છે.

આજે જ્યાં ગાંધીનગર છે, ત્યાં 13મી સદીમાં પેથાપુર નામથી પેથાપુર રાજાનું રાજ્ય હતું. જેને બાદમાં આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. અમદાવાદથી માત્ર 27 કિ.મી દૂર આ શહેર ગુજરાતના ઉત્તર-પૂર્વ મધ્ય ભાગમાં સ્થિત છે. આ શહેર સાબરમતી નદીના કિનારે સ્થિતછે,જે અવાર નવાર ગરમીઓમાં સુકાઇ જાય છે.

મહાત્મા મંદિર, અક્ષરઘામ મંદિર, ઇન્દ્રોડા ડાઇનાસોર અને જીવાશ્મ પાર્ક અને સરિતા ઉદ્યાન ગાંધીનગરમાં જોવાલાયક પ્રવાસન સ્થળ છે. મહાત્મા મંદિર એક કનવેંશન સેન્ટર છે, જ્યાં બાપુજીના જીવન અને સાહિત્યની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અહીં એક સભાગાર, પ્રાર્થના હોલ, મેડિટેશન રૂમ અને એક વિશાળ ચરખો આવેલો છે. ગાંધીનગરથી 18 કિ.મી દૂર સ્થિત અડાલજ સ્ટેપ વેલ પણ એક લોકપ્રિય પ્રવાસન આકર્ષણ છે. આ સ્ટેપ વેલ એક પાંચ માળની ઇમારત છે, જેની દિવાલો પર જૈન અને હિન્દુ ધર્મ સંબંધિત અનેક શિલાલેખ, કોતરણી અને પૌરાણિક કથાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

ઇન્દ્રોડા ડાઇનાસોર એક અન્ય પ્રવાસન સ્થળ છે, જેને ભારતનું જુરાસિક પાર્ક કહેવામાં આવે છે. આ સ્થળ ડાઇનાસોરના ઇન્ડાની હૈચરીના રૂપમાં વિશ્વભરમાં બીજા સ્થાને છે. આ પાર્કમાં વિભિન્ન વિભાગ છે, જે અનેક વિષયો જેમ કે ડિયર પાર્ક, સ્નેક પાર્ક વિગેરેને સમર્પિત છે. આ એજ્યુકેશનલ પાર્કમાં સમુદ્રી સ્તનધારીઓના વિશાળ કંકાલ પણ છે. અનેક જંગલી જાનવર જેમ કે સરીસૃપ, નીલગીરી, વાનર અને મોર આ જંગલમાં મળી આવે છે. આ પાર્ક ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન હેઠળ આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ગાંધીનગરને.

અડાલજ સ્ટેપ વેલ

અડાલજ સ્ટેપ વેલ

ગાંધીનગરની અડાલજ સ્ટેપ વેલ

અડાલજ સ્ટેપ વેલ

અડાલજ સ્ટેપ વેલ

ગાંધીનગરની અડાલજ સ્ટેપ વેલ

ઇન્દ્રોડા પાર્ક

ઇન્દ્રોડા પાર્ક

ઇન્દ્રોડા ડાઇનાસોર અને જીવાશ્મ પાર્ક

ઇન્દ્રોડા પાર્ક

ઇન્દ્રોડા પાર્ક

ઇન્દ્રોડા ડાઇનાસોર અને જીવાશ્મ પાર્ક

ઇન્દ્રોડા પાર્ક

ઇન્દ્રોડા પાર્ક

ઇન્દ્રોડા ડાઇનાસોર અને જીવાશ્મ પાર્ક

ઇન્દ્રોડા પાર્ક

ઇન્દ્રોડા પાર્ક

ઇન્દ્રોડા ડાઇનાસોર અને જીવાશ્મ પાર્ક

English summary
Situated on the west banks of the Sabarmati river, Gandhinagar is the newest capital of Gujarat. After Independence in 1960, when the old state of Bombay was divided into Maharashtra and Gujarat, Gandhinagar was selected to be the capital of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X