For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંગ્રેજોના આધિપત્ય બાદ બદલાયુ આ ગામનું ભાગ્ય

|
Google Oneindia Gujarati News

ગોપાલપુર, ઓરિસ્સાની દક્ષિણી સીમા રેખા પર સ્થિત એક તટીય શહેર છે. આ સ્થળ, બંગાળની ખાડી પાસે સ્થિત છે અને રાજ્યમાં ત્રણ પ્રમુખ પ્રવાસન સ્થળોમાનું એક છે. દર મહિને, હજારો પ્રવાસીઓ, આ સ્થળની સુંદરતાના નજારા જોવા આવે છે. આ સ્થળ, બહરામપુરથી માત્ર 15 કિ.મી.નું અંતર પર સ્થિત છે અને અહીંના બંદરગાહનું રાજ્ય સરકાર દ્વારા પુનર્નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે.

આ પહેલા, ગોપાલપુરમાં માછલી પકડતા એક નાના અમથા ગામ તરીકે જાણીતું હતું, પરંતુ અંગ્રેજોના આધિપત્ય બાદ આ ગામનું ભાગ્ય બદલાઇ ગયું. આ બંદરગાહનો ઉપયોગ, ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક મહત્વપૂર્ણ વ્યાપારિક કેન્દ્રના રૂપમાં કર્યું. આ શહેર, આંધ્ર પ્રદેશ નજીક આવેલુ છે અને તેના કારણે અહીં અનેક મહત્વપૂર્ણ લાભ મળે છે. અન્ય દક્ષિણી રાજ્યો સાથે, આ શહેરથી દૈનિક વ્યાપાર કરવો સહેલો થઇ જાય છે.

ગોપાલપુરમાં પર્યટકો માટે અનેક પ્રવાસન સ્થળ છે અને આકર્ષણ છે. અહીં અનેક ધાર્મિક સ્થળ પણ આવેલા છે, જેમાં માતા તારા તારિણી હિલ શ્રાઇન, બાલા કુમારી મંદિર અને શ્રી શ્રી સિદ્ધિ વિનાયક પીઠ સામેલ છે. દરેક દિવસે સેંકડો પ્રવાસી, સોનેપુર તટ, આર્યાપાલી તટ અને ગોપાલપુર તટની મુલાકાત લેવા આવે છે.

અનેક વર્ષોથી પોટાગઢની યાત્રા, અનેક કહાણીઓને જન્મ આપતી રહી છે. પંચમા અને બાલીપાદર, ગોપાલપુરનું પાડોસી ગામ છે, જે અહીંની પંરપરાગત જીવન શૈલી અને સંસ્કૃતિને આજે પણ દર્શાવે છે. સાતાપાડા વન્યજીવ અભ્યારણ્ય અને બાનકેશ્વરી, ગોપાલપુર પ્રવાસીના બે પ્રમુખ સ્થળ છે, જ્યાં પ્રવાસી ભ્રમણ કરવા માટે આવી શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ગોપાલપુરને.

બંકેશ્વરી

બંકેશ્વરી

ગોપાલપુરમાં આવેલા બેંકેશ્વરની દેવી લંકેશ્વરી

માહુલી કલુઆ મંદિર

માહુલી કલુઆ મંદિર

ગોપાલપુરમાં આવેલું માહુરી કલુઆ મંદિર

સિદ્ધિવિનાયક પીઠ

સિદ્ધિવિનાયક પીઠ

ગોપાલપુરમાં આવેલું શ્રી શ્રી શ્રી સિદ્ધિવિનાયક પીઠ

માં તારા તારિણી હિલ તીર્થ

માં તારા તારિણી હિલ તીર્થ

ગોપાલપુરમાં આવેલા માં તારા તારિણી હિલ તીર્થનું એક દ્રશ્ય

 ગોપાલપુર બીચ

ગોપાલપુર બીચ

ગોપાલપુર બીચનું એક સુંદર દ્રશ્ય

સમુદ્ર તટ પર ચહલ પહલ

સમુદ્ર તટ પર ચહલ પહલ

ગોપાલપુરના સમુદ્ર તટ પર ચહલ પહલ

તટનું દ્રશ્ય

તટનું દ્રશ્ય

ગોપાલપુરના આકર્ષક સમુદ્ર તટનું એક દ્રશ્ય

English summary
Gopalpur is a coastal town located on the southern boundary lines of Orissa. The place is situated near the Bay of Bengal and is considered as one of the top three tourist destinations of the state. Thousands of tourists visit the place every month in order to get a glimpse of the exoticness that the place offers. The place is only 15 km away from Berhampur and the port is currently under reconstruction by the State Government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X