For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુશખબરીઃ ભારતના પર્યટન સ્થળ ફરનારા પ્રવાસીઓનો ખર્ચ ઉઠાવશે સરકાર, જાણો કેવી રીતે મેળવશો લાભ

જો તમે હરવા-ફરવાના શોખીન હોય પરંતુ ખર્ચના કારણે તમારો શોખ પૂરો ન કરી શકતા હોય તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા માટે એક ખુશખબરી છે...

|
Google Oneindia Gujarati News

જો તમે હરવા-ફરવાના શોખીન હોય પરંતુ ખર્ચના કારણે તમારો શોખ પૂરો ન કરી શકતા હોય તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા માટે એક ખુશખબરી છે હવે મોદી સરકાર તમારા હરવા-ફરવાનો બધો ખર્ચ ઉઠાવશે. સાંભળીને નવાઈ જરૂર લાગતી હશે પરંતુ આ સાચુ છે. આવો જાણીએ કે કેવી રીતે તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો.

15 ભારતીય પર્યટન સ્થળનો કરવો પડશે પ્રવાસ

15 ભારતીય પર્યટન સ્થળનો કરવો પડશે પ્રવાસ

આના માટે તમારે માત્ર એ કરવાનુ રહેશે કે તમે ફરવાનો પ્લાન બનાવો અને તેના માટે એ ધ્યાન રાખો કે તે બધા પર્યટન સ્થળ ભારતના હોવા જોઈએ. એટલુ જ નહિ તમારા હરવા-ફરવાનો ખર્ચ ત્યારે જ કેન્દ્ર સરકાર ઉઠાવેશે જ્યારે તમે આખા વર્ષમાં કમસે કમ દેશના કોઈ 15 પર્યટન સ્થળની યાત્રા પૂરી કરી હશે. એટલે કે એક વર્ષમાં કમસે કમ 15 ઘરેલુ પર્યટન સ્થળોની યાત્રા કરવી પડશે. ત્યારબાદ આવા યાત્રીઓને પર્યટન મંત્રાલયની વેબસાઈટ પર આ યાત્રાઓના ફોટા મોકલવાના રહેશે.

વર્ષમાં કમસે કમ 15 ભારતીય પર્યટન સ્થળોનુ ભ્રમણ

વર્ષમાં કમસે કમ 15 ભારતીય પર્યટન સ્થળોનુ ભ્રમણ

તમને જણાવી દઈએ કે 73માં પ્રજાસત્તાક દિવસ પર ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘરેલુ પર્યટન ક્ષેત્રમાં સુધારની વિશાળ સંભાવનાઓનો ઉલ્લેખ કરીને આહવાન કર્યુ હતુ કે 2022 સુધી દેશમાં કમસે કમ 15 ઘરેલુ પર્યટન સ્થળુ ભ્રમણ કરો. પીએમ મોદીએ કહ્યુ હતુ કે ભારતમાં જોવા જેવુ ઘણુ બધુ છે. જો ઘરેલુ પર્યટન વધશે તો વિદેશી સહેલાણીઓની સંખ્યા પણ વધશે. પીએમ મોદીએ કહ્યુ કે હું જાણુ છુ, લોકો રજા માણવા વિદેશ યાત્રાએ જાય છે પરંતુ શું આપણે 2022 સુધી, જે આપણી સ્વાધીનતાની 75મી વર્ષગાંઠનુ વર્ષ છે, પોતાના દેશમાં કમસે કમ 15 પર્યટક સ્થળોની યાત્રા કરવા વિશે વિચારી શકીએ. તેમણે કહ્યુ હતુ કે લોકોએ દેશના પર્યટક સ્થળોને જોવા જોઈએ. ભલે ત્યાં કોઈ બેઝિક ઢાંચો ન હોય. કારણકે તેમની યાત્રાથી પર્યટનને પ્રોત્સાહન મળશે અને સ્વતઃ બધી સુવિધાઓ તૈયાર થશે. મોદીએ કહ્યુ કે આપણા પર્યટન ક્ષેત્રમાં સુધાર માટે ઘણી સંભાવનાઓ છે.

પર્યટન પર્વ અભિયાન હેઠળ સરકાર આપી રહી છે આ સુવિધા

પર્યટન પર્વ અભિયાન હેઠળ સરકાર આપી રહી છે આ સુવિધા

ઉલ્લેખનીય છે કે આ ક્રમમાં કેન્દ્ર સરકારે પર્યટન મંત્રાલયના માધ્યમથી ભારતીય પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પર્યટન પર્વ અભિયાન ચલાવી રહી છે. આ પર્યટન પર્વ હેઠળ કેન્દ્ર સરકાર આ સુવિધા આપી રહી છે. આનો લાભ ઉઠાવનાર યાત્રીઓ માટે અમુક શરતો પણ રાખી છે જેમાંથી એક શરત છે કે આવા લોકોએ પોતાના રાજ્યની બહારના પર્યટક સ્થળોની યાત્રા કરવી પડશે.

પર્યટન વિભાગની વેબસાઈટ પર નાખવો પડશે ફોટો

પર્યટન વિભાગની વેબસાઈટ પર નાખવો પડશે ફોટો

થોડા દિવસો અગાઉ ઓડિશામાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે એક કાર્યક્રમમાં આ માહિતી આપી હતી. આ માહિતી તેમણે ઓડિશા સરકાર દ્વારા કોણાર્કમાં ફિક્કી સાથે મળીને આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય પર્યટન સંમેલનના સમાપન સમારંભમાં આપી. તેમણે જણાવ્યુ કે પટેલે કહ્યુ કે ટુરિઝમ મંત્રાલય એવા બધા યાત્રીઓનો આખો ખર્ચ ઉઠાવશે. ફોટો વેબસાઈટ પર નાખ્યા બાદ તેમના પ્રવાસન ખર્ચનુ એસ્ટીમેટ બનાવીને તેની ચૂકવણી કરવામાં આવશે.

ભારતીય પર્યટનના બ્રાંડ એમ્બેસેડર તરીકે થશે પુરસ્કૃત

ભારતીય પર્યટનના બ્રાંડ એમ્બેસેડર તરીકે થશે પુરસ્કૃત

પર્યટન મંત્રાલય દ્વારા એ પણ નિર્ધારિત કરવામાં આવ્યુ છે કે એક વ્યક્તિએ 2022 સુધી ભારતમાં કમસે કમ 15 પર્યટન સ્થળોનો પ્રવાસ કરવો જોઈએ. પર્યટન મંત્રાલયનો ઈરાદો એ લોકોને પુરસ્કૃત કરવાનો છે, જે વર્ષની અંદર આ કામ પૂરુ કરશે. પટેલે કહ્યુ કે આને એક મૌદ્રિક લાભ તરીકે નહિ પરંતુ એક પ્રોત્યાહન યોજના તરીકે લેવુ જોઈએ. આપણે આ લોકોને ભારતીય પર્યટનના બ્રાંડ એમ્બેસેડર તરીકે સમ્માનિત કરવા જોઈએ. કેન્દ્રીય પર્યટન મંત્રીએ કહ્યુ કે કોણાર્કમાં સૂર્ય મદિરને પ્રતિષ્ઠિત સ્થળોની યાદીમાં શામેલ કરવામાં આવશે. સૂર્ય મંદિરને વહેલી તકે પ્રતિષ્ઠિત સ્થળોન યાદીમાં શામેલ કરવાની ઘોષણા માટે એક વિશેષ કાર્યક્રમ કરવામાં આવશે. પર્યટન ગાઈડ તરીકે કામ કરવાના ઈચ્છુક ઉમેદવારો માટે પર્યટન મંત્રાલય પ્રમાણપત્ર આપવા સહિત ઘણા કાર્યક્રમ પણ આયોજિત કરી રહ્યા છે.

મોદી સરકારમા થયુ પર્યટન ક્ષેત્રોનુ કાયાકલ્પ

મોદી સરકારમા થયુ પર્યટન ક્ષેત્રોનુ કાયાકલ્પ

તમને જણાવી દઈએ કે મોદી સરકારના કાર્યકાળમાં પર્યટન ક્ષેત્રનો કાયાકલ્પ થઈ ગયો છે. આ ક્ષેત્રમાં દેશે જે ગતિએ વિકાસ કર્યો છે તેનાથી લાગે છે કે આવનારા સમયમાં દુનિયાના પર્યટન માનચિત્ર પર પણ ભારત અવ્વલ દેશોમાં શામેલ થઈ જશે. થોડા વર્ષોમાં દેસી માનદંડો પર જ નહિ પરંતુ વિદેશી માનદંડો પર પણ પર્યટનના ક્ષેત્રમાં ભારતની રેંકિંગ ઘણી સારી થઈ છે. વિદેશી સહેલાણીઓએ ભારતને ઘણુ વધુ મહત્વ આપવાનુ શરૂ કરી દીધુ છે. આ જ કારણ છે કે દેશમાં વિદેશી સહેલાણીઓ સાથે વિદેશી મુદ્રાનો ભંડાર પણ ભરાવા લાગ્યો છે. એ નક્કી છે કે પર્યટન ક્ષેત્રમાં દેશ જેમ જેમ વિકાસ કરશે, રોજગારના મોકા પણ વધતા જશે અને વિદેશ મુદ્રા ભંડારમાં પણ વધારો થતો જશે. પર્યટનમાં પણ છૂપાયેલી અપાર સંભાવનાઓને પીએમ મોદી સારી રીતે સમજે છે એટલા માટે દેશમાં કનેક્ટિવિટી અને સ્વચ્છતા પર તેમણે ખૂબ જોર આપ્યુ છે.

વર્લ્ડ રેંકિંગમાં ભારત આવ્યુ આગળ

વર્લ્ડ રેંકિંગમાં ભારત આવ્યુ આગળ

વર્લ્ડ ઈકોનૉમિક ફોરમ અનુસાર મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ ભારતમાં પર્યટન ક્ષેત્રમાં ઘણો સુધારો થયો છે. WEFની યાત્રા અને પર્યટન, પ્રતિસ્પર્ધા રિપોર્ટ 2017ની રેંકિંગમાં ભારતે 12 પોઈન્ટની લાંબી છલાંગ લગાવી છે. ભારતીય ટુરિઝમ રેંકિંગ 52માં સ્થાનથી આગળ આવીને 40માં સ્થાને પહોંચી ગયુ છે. જ્યાં વર્ષ 2013માં ભારત 65 નંબરે હતુ, ત્યાં વર્ષ 2015માં 52માં નંબરે આવી ગયુ અને માત્ર દોઢ વર્ષમાં 12 પોઈન્ટની છલાંગ લાગવીને 40માં સ્થાને પહોંચી ગયુ છે.

ઈ વિઝાથી વધ્યા વિદેશી પર્યટક

ઈ વિઝાથી વધ્યા વિદેશી પર્યટક

2016-17ના વાર્ષિક રિપોર્ટ અનુસાર 2015માં 80.3 લાખ પર્યટક ભારત ફરવા આવ્યા હતા, તો 2016 તેનાથી 10.7 ટકા વધુ એટલે કે 88.9 લાખ વિદેશી પર્યટક ભારતની યાત્રાએ પહોંચ્યા હતા. આમાં ખાસ વાત એ છે કે ઈ-વિઝાની સુવિધા મળ્યા બાદથી ભારત પ્રત્યે વિદેશી સહેલાણીઓની રુચી વધી છે અને તે મોટીસંખ્યામાં ભારત તરફ આવી રહ્યા છે. ભારત આવનારા પર્યટકોને કોઈ પ્રકારની અસુવિધા ન થાય તે માટે અત્યારથી 161થી વધુ દેશોના નાગરિકોને આ સુવિધા આપવામાં આવી રહી છે. ભારતે 2017માં પર્યટકોને વેલકમ કાર્ડ આપવાનુ પણ શરૂ કર્યુ હતુ. જેનાથી સહેલાણીઓને બધી મહત્વપૂર્ણ માહિતી મળી જાય અને તેમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચોઃ બેરોજગારી પર વાત કરવાથી આના કારણે કતરાય છે સરકારઃ પ્રિયંકા ગાંધીઆ પણ વાંચોઃ બેરોજગારી પર વાત કરવાથી આના કારણે કતરાય છે સરકારઃ પ્રિયંકા ગાંધી

English summary
Government will bear the entire expenses of the travelers visiting 15 tourist places in a year,know the rules.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X