કેરળનું ગુરુવાયૂર, ભગવાનું બીજુ ઘર
ગુરુવાયૂર ત્રિશૂર જિલ્લાનું એક શહેર છે. આ સ્થળને ભગવાન કૃષ્ણનું ઘર માનવામાં આવે છે, ભગવાન વિષ્ણુના દેહધારણનું ઘર પણ તેને માનવામાં આવે છે. ગુરુવાયૂર કેરળના અનેક લોકપ્રીય તીર્થ સ્થળોમાનું એક છે.
ગુરુવાયૂર નામ ત્રણ શબ્દોનું એક સંયોજન છે. ગુરુ છે ગુરુ બૃહસ્પતિ માટે, વાયુ સર્વવ્યાપક પવન ભગવાન અને મલયામમાં ઓરનો અર્થ ભૂમિથી આવે છે. આ સ્થળનું નામ એક મિથકના નામ પર રાખવામાં આવ્યું છે. એક કહાણી અનુસાર બૃહસ્પતિને કળિયુગની શરૂઆતમાં ભગવાન કૃષ્ણની એક મૂર્તિ મળી. ત્યારે શ્રદ્ધાળું ગુરુએ ભગવાન પવન, વાયુ સાથે મુત્રિને પવિત્ર કરી, તેથી આ સ્થળ ગુરુવાયૂર તરીકે જાણીતું થયું.
ગુરુવાયુરપ્પન મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ ગુરુવાયૂરના પ્રમુખ અકર્શંડોમાનું એક છે. મૂર્તિ ચાર હિથયાર ધારણ કરેલી છે, શંખ, સુદર્શન ચક્ર, કોઉમુદિક અને એક કમળ. આ મંદિર ભારતમાં ચોથું સૌથી મોટું મંદિર ગણાય છે, પ્રતિદિન ભક્તોની ભીડ જોવા મળે છે. આ મંદિરને ભુલોક વૈકુનતમના નામથી પણ ઓળખવામાં આવે છે. જેનો અર્થ છે, પૃથ્વી પર ભગવાન વિષ્ણુનો નિવાસ. જોકે ગૈર હિન્દુઓને મંદિરમાં પ્રવેશ કરવાથી અટકાવવામાં આવે છે, અન્ય ધર્મના લોકોને આજે પણ મંદિરની બહારથી દર્શન કરવા પડે છે.
ગુરુવાયૂરમાં અતિથિ માટે અનેક વસ્તુઓ છે. ઇન્સોકન કેન્દ્ર અને મામ્મિયૂર મહાદેવ મંદિર જોવાલાયક સ્થળો છે. અન્ય પ્રસિદ્ધ મંદિરોમાં પાર્થસારથી મંદિર, ચામુંડેશ્વરી મંદિર, ચોવાલ્લૂર શિવ મંદિર, હરિકન્યાકા મંદિર અને વેંકતાચાલાપ્તિ મંદિર છે. આ તમામ મંદિરોની વચ્ચે પલાયૂર ચર્ચ છે. આ ચર્ચ પણ ગુરુવાયૂરમાં પ્રવાસન સ્થળ છે. ચર્ચની વાસ્તુકળા ડિઝાઇન લોભાવનારી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કેરળના ગુરુવાયૂરને.

મમ્મિયૂર મહાદેવ મંદિર
ગુરુવાયૂરમાં આવેલું મમ્મિયૂર મહાદેવ મંદિર

ગુરુવાયૂરપ્પન મંદિર
ગુરુવાયૂરમાં આવેલું ગુરુવાયૂરપ્પન મંદિર

ગુરુવાયૂરપ્પન મંદિર
ગુરુવાયૂરમાં આવેલું ગુરુવાયૂરપ્પન મંદિર

ગુરુવાયૂરપ્પન મંદિર
ગુરુવાયૂરમાં આવેલું ગુરુવાયૂરપ્પન મંદિર

પાર્થસારથી મંદિર
ગુરુવાયૂરમાં આવેલું પાર્થસારથી મંદિર

પાર્થસારથી મંદિર
ગુરુવાયૂરમાં આવેલું પાર્થસારથી મંદિર

પાર્થસારથી મંદિર
ગુરુવાયૂરમાં આવેલું પાર્થસારથી મંદિર

હાથી શિબિર
ગુરુવાયૂરમાં હાથી શિબિર

હાથી શિબિર
ગુરુવાયૂરમાં હાથી શિબિર

હાથી શિબિર
ગુરુવાયૂરમાં હાથી શિબિર

હાથી શિબિર
ગુરુવાયૂરમાં હાથી શિબિર