આસામનું આ શહેર હતુ અસુર રાજાની રાજધાની
પૂર્વોત્તર ભારતનું પ્રવેશ દ્વાર ગુવાહાટી આસામનું સૌથી મોટું શહેર છે. બ્રહ્મપુત્ર નદીના કિનારે સ્થિત આ શહેર પ્રાકૃત્તિક સુંદરતાથી ઓત-પ્રોત છે. અહીં માત્ર રાજ્યની જ નહીં પરંતુ આખા પૂર્વોત્તર ક્ષેત્રની વિવિધતા સ્પષ્ટપણે જોઇ શકાય છે. સંસ્કૃતિ, વ્યવસાય અને ધાર્મિક ગતિવિધિઓનું કેન્દ્ર હોવાના કારણે ગુવાહાટી ઘણું જ કલરફુલ થઇ જાય છે. અહીં દશકાઓતી વિભિન્ન જાતિ, ધર્મ અને ક્ષેત્રના લોકો રહે છે, જેથી આ સ્થાન વિવિધતાઓથી ભરેલું છે.
ઇતિહાસ ચકાસીએ તો જાણવા મળે છે કે ગુવાહાટીને પહેલા પ્રાગજ્યોતિષપુરના નામથી જાણીતું હતું, જેનો અર્થ થાય છે, પૂર્વનો પ્રકાશ. નોંધાયેલું છે કે, પ્રાગજ્યોતિષપુર એક અસુર રાજા નરકાસુરની રાજધાની હતું. મુગલોએ અનેકવાર આસામા પર આક્રમણ કર્યું પરંતુ ગુવાહાટીમાં પ્રવેશ દરમિયાન તેમને અનેકવાર પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ગુવાહાટી પ્રવાસન સ્થળોના ખજાના સમાન છે, અહીંનું કામખ્યા મંદિરને જોયા વગર ગુવાહાટીની યાત્રા અધુરી ગણાશે. બ્રહ્મપુત્ર નદીના કિનારે તમે સરિયાઘાટ પુલનો વિહંગમ નજારો જોઇ શકો છો. જો તમે અહીં જઇ રહ્યાં છો તો આસામ સ્ટેટ મ્યૂઝિયમ, ગુવાહાટી તારામંડળ અને શહેરના અન્ય મંદિરોને જોવાનું ના ભૂલો.
પૂર્વોત્તરનું કેન્દ્ર હોવાના કારણે ગુવાહાટી વ્યવસાયિક રીતે ઘણી ગરમાગરમીવાળુ શહેર છે. અહીં ક્ષેત્રનું સૌથી મોટું રેલેવ સ્ટેશન, એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ છે. સાથે જ ગુવાહાટી, મેઘાલય સહિત અન્ય રાજ્યોને જોડવાનું કામ પણ કરે છે. આઇઆઇટીના કારણે આ શહેર શિક્ષાના મામલે પણ પાછળ નથી.
તાજેતરમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સની એ શાખા ગુવાહાટીમાં ખોલવામાં આવી છે. સાથે જ અહીં આંતરરાષ્ટ્રીય સ્કૂલ અને કોલેજ રાજ્યના શૈક્ષણિક પરિદ્રશ્યને વધુ સશક્ત બનાવી દે છે. સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ આ શહેર ઘણું સમૃદ્ધ છે. અહીં શ્રીમંતા શંકરદેવ કલાક્ષેત્ર સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર છે અને અહીં બીહૂ અને અન્ય ઉત્સવ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ગુવાહાટીની તસવીરો.

માનસ રાષ્ટ્રીય ઉદ્યાન
ગુવાહાટીમાં આવેલા માનસ રાષ્ટ્રીય ઉદ્યાનનો પ્રવેશદ્વાર

નેશનલ પાર્કમાં આવેલં ચીડિયા ઘર
ગુવાહાટીમાં આવેલા માનસ રાષ્ટ્રીય ઉદ્યાનનું એક ચીડિયા ઘર

પર્વતોનું સુંદર દ્રશ્ય
ગુવાહાટીમાં આવેલા માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પર્વતોનું એક સુંદર દ્રશ્ય

હાથીની શાહી સવારી
ગુવાહાટીના પોબિતોરા વન્યજીવ અભ્યારણ્યમાં હાથીની સવારી કરા પ્રવાસીઓ

ગેંડાની સવારી
પોબિતોરા વન્યજીવ અભ્યારણ્યમાં ગેંડાની સવારી

સુક્રેશ્વર મંદિર
ગુવાહાટીમાં આવેલા સુક્રેશ્વર મંદિરનો પ્રવેશદ્વાર

ભુવનેશ્વરી મંદિર
ગુવાહાટીના ભુવનેશ્વરી મંદિરનું એક દ્રશ્ય

ઉગ્રતારા મંદિર
ગુવાહાટીમાં આવેલું ઉગ્રતારા મંદિર

શ્રીમંતા સંકરદેવા કલાક્ષેત્ર
ગુવાહાટીમાં આવેલી શ્રીમંતા સંકરદેવા કલાક્ષેત્ર

નવગ્રહ મંદિર
ગુવાહાટીમાં આવેલા નવગ્રહ મંદિરની લલાટ

ઉમાનંદ મંદિર
ગુવાહાટીમાં આવેલા ઉમાનંદા મંદિર અને પીકોક આઇલેન્ડ

ટાપુનું એક દ્રશ્ય
ગુવાહાટીમાં આવેલા ઉમાનંદ મંદિરના ટાપુનું એક દ્રશ્ય

મંદિરનું એક દ્રશ્ય
ગુવાહાટીમાં આવેલા ઉમાનંદા મંદિરનું એક દ્રશ્ય

કામાખ્યા મંદિર
ગુવાહાટીમાં આવેલા કામાખ્યા મંદિરનું દ્રશ્ય

મંદિરની કોતરણી
ગુવાહાટીમાં આવેલા કામાખ્યા મંદિરની કોતરણી

મંદિરનું વધુ એક દ્રશ્ય
ગુવાહાટીમાં આવેલા કામાખ્યા મંદિરનું વધુ એક દ્રશ્ય

પ્રજવલિત દીપ
કામાખ્યા મંદિરમાં પ્રજવલિત દીપ

જુલોજિકલ ગાર્ડન
ગુવાહાટીના જુલોજિકલ ગાર્ડનમાં નૃત્ય કરતા મોર

વાઘની દિલધડક ઝલક
ગુવાહાટીમાં આવેલા જુલોજિકલ ગાર્ડનમાં વાઘની દિલધડક ઝલક












Click it and Unblock the Notifications
