For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાજીપુરઃ જીવંત ખુશીઓનું ગંતવ્ય

|
Google Oneindia Gujarati News

હાજીપુર શહેર બિહારના વૈશાલી જિલ્લાનું મુખ્યાલય છે તથા મોટી માત્રમાં કેળાનું ઉત્પાદન કરવા માટે જાણીતુ છે. આ શહેર બિહારના સૌથી વધુ પ્રગતિશીળ શહેરોમાનું એક છે. હાજીપુર પ્રવાસીઓમાં ઘણુ લોકપ્રીય છે. આ શહેરમાં રેલવેના આધુનિક જોનલ કાર્યાલય છે. હાજીપુરના પ્રવાસનને વધારો આપવાનો શ્રેય ગંગા નદીની ઉત્કૃષ્ટતાને જાય છે, જે હાજીપુરના દક્ષિણમાં છે તથા પશ્ચિમમાં નારાયણી અને ગંડક નદીઓ છે.

આ સ્થાન મોમાં પાણી લાવી દેતા ફળો જેમ કે લીચી અને કેળા માટે પ્રસિદ્ધ છે. બંગાળના પ્રથમ શાસક હાજી ઇલ્યાસ શાહે હાજીપુરની સ્થાપના કરી હતી. એવુ માનવામાં આવે છે. પ્રાચિન સમયમાં આ શહેરનું નામ ઉક્કાકાલા હતું. જે વાત પ્રવાસીઓને હાજીપુર તરફ આકર્ષિત કરે છે તે છે તેના ભવ્ય મંદિરોની વિરાસત જેના પર હાજીપુર પ્રવાસનને ગર્વ છે. અહીંનું પ્રમુખ આકર્ષણોમાં રામચૌરા મંદિર, કૌન હારા ઘાટ, નેપાલી મંદિર, મહાત્મા ગાંધી સેતુ, હેલાબાજારમાં સ્થિત શ્રી મહા પ્રભુજીની બેઠકજી, સોનપુર મેલા, વૈશાલી મહોત્સવ અને અન્ય સ્થળો સામેલ છે.

આવા ગંતવ્ય સ્થાનની યાત્રા કરવામાં બધા પર્યટકોની ખુશીનો અનુભવ થશે જે પરિવહને માત્ર ત્રણ નહીં પરંતુ ચાર સ્થાનો સાથે જોડે છે. આ શહેરમાં રેલવેની સુવિધા સૌથી સારી છે, કારણ કે આ પૂર્વ-મધ્ય રેલવે ઝોનનું મુખ્યાલય છે. પટના હવાઇ મથક આ શહેર સાથે માર્ગ થકી જોડાયેલું છે. જલ પરિવહન આ શહેરની મુખ્ય વિશેષતા છે. હાજીપુર દેશના અન્ય ભાગોથી રાષ્ટ્રીય મહામાર્ગો અને રાજમાર્ગો સાથે જોડાયેલું છે. હાજીપુર પટના અને સોનપુર નદી પર બનેલા બ્રીજ દ્વારા જોડાયેલું છે.

આ સ્થળ નદીઓથી ઘેરાયેલુ છે, જેના કારણે હાજીપુરનુ હવામાન સામાન્ય રહે છે. આ સ્થળની મુલાકાત લેવા માટે ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનો સમય સૌથી ઉત્તમ હોય છે. આ લોકો જે અહીં ફરવા આવવાની યોજના બનાવી રહ્યાં છે, તે હાજીપુરના આકર્ષણ સ્થળોમાં પોતાની રજાઓનો આનંદ ઉઠાવી શકે છે. ઠંડા વાતાવરણમાં અહીંનું હવામાન ખુશનુમા હોય છે, અતઃ લોકો આ હવામાનમાં અહીંની યાત્રાની યોજના બનાવે છે. વર્ષમાં બાકી સમયે વધુ ગરમી તથા ભારે વરસાદ થાય છે, જે તમારી ખુશીમાં અવરોધ કરી શકે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ હાજીપુરને.

શ્રી મહા પ્રભુજીની બેઠકી

શ્રી મહા પ્રભુજીની બેઠકી

હાજીપુરના હેલાબાજારમાં શ્રી મહા પ્રભુજીની બેઠકી

પાતાલેશ્વર મંદિર

પાતાલેશ્વર મંદિર

હાજીપુરમાં આવેલું પાતાલેશ્વર મંદિર

રામચૂરા મંદિર

રામચૂરા મંદિર

હાજીપુરમાં આવેલું રામચૂરા મંદિર

રામ ચરણ

રામ ચરણ

હાજીપુરમાં આવેલા રામચૂરા મંદિરમાં રામ ચરણ

English summary
Hajipur town is the main headquarters of Vaishali district of Bihar and is known for its bountiful banana production. The town is famed as one of the most progressive towns of Bihar. Hajipur tourism has become one of the hot destinations on a traveler’s map.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X