For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક મૃત બાબા, જેને ચુકવાય છે પગાર અને અપાય છે એસીની ટીકીટ

|
Google Oneindia Gujarati News

ભારતીય મંદિરો ઉપરાંત આસ્થા અને અંધવિશ્વાસનો દેશ પણ છે. મંદિરો સુધીની વાત તમે સમજી ગયા હશો, પરંતુ જ્યારે વાત આસ્થા અને અંધવિશ્વાસની આવે તો ના શબ્દ મુખ પર આવી જાય તે સ્વાભાવિક છે. આને આસ્થા કહેવામાં આવે કે અંધવિશ્વાસ ભારતમાં એવા અનેક સ્થળો છે, જ્યાં તમે લોકોને માથુ ટેકવા, ચાદર ચઢાવતા, અગરબત્તી અને મીણબત્તી પ્રજવલ્લિત કરતા અથવા તો ફૂલોને વિસર્જિત કરતા જોયા હશે. આ સ્થળોની સૌથી રસપ્રદ વાત એ છે કે આ સ્થળો પર લોગોની માનતાઓ પૂર્ણ પણ થાય છે. આજે અમે તમને જણાવીશું 1967માં મૃત્યુ પામનારા એ ફૌજી બાબા હરભજન સિંહની મજાર અંગે, જેને માત્ર આસ્થા અને વિશ્વાસના કારણે આજે પણ ભારત સરકાર પોતાના ખર્ચ પર એસી ફર્સ્ટ ક્લાસથી ઘરે મોકલે છે.

આ અદભૂત મંદિરનું નામ છે, બાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિર, આ મંદિર ગંગટોકના જેલેપ્લા દર્રે અને નાથુ લા દર્રેની વચ્ચે સ્થિત છે અને એક લોકપ્રિય તીર્થ કેન્દ્ર છે, જ્યાં દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ આવે છે. એવું માનવામાં આવે છે કે, મંદિરમાં મનોકામના પૂર્ણ કરવાની શક્તિઓ છે, મંદિરમાં આવતા ભક્તો મંદિરમાં પાણીની એક બોટલ છોડી છે અને પરત ફરતી વખતે તેને લઇ લે છે. આ મંદિર પાછળ એક રોચક કથા છે. કહેવામાં આવે છે કે, આ મંદિર 23મી પંજાબ રેજિમેન્ટના સૈનિક, બાબા હરભજન સિંહની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે, જે અંદાજે 35 વર્ષ પહેલા ડેંગ ઢુકલા તરફ ખચ્ચરોના એક ઝુંડને લઇ જતી વખતે ત્યાંથી લાપતા થઇ ગયા હતા.

ત્યાર બાદ શોધખોળ આદરવામાં આવી હતી અને ત્રણ દિવસ બાદ બાબાનો મૃતદેહ મળ્યો હતો. એવું કહેવામાં આવે છે કે, તેમનું શરીર એટલા માટે શોધી શકાયું કારણ કે, તેમણે લોકોના સ્વપ્નમાં આવીને પોતાના મૃતદેહ સુધી લોકોને પહોંચાડ્યા હતા અને એકવાર બાબાના સહયોગીઓએ તેને સ્વપ્નમાં જોયા અને પછી તેની યાદમાં મંદિર બનાવડાવ્યું.

આ સમય હતો, જ્યારે મંદિર અસ્તિત્વમાં આવ્યું. મંદિરમાં તેમની સ્મૃતિની એક સમાધી છે અને કહેવામાં આવે છે કે, તે મંદિરમાં આવે છે અને દરરોજ રાત્રે ચક્કર લાગવે છે. એવુ પણ માનવામાં આવે છે કે, આજે પણ તે ડ્યૂટી પર છે અને ભારત ચીન સીમા પર તૈનાન સૈનિકોના જીવનની રક્ષા કરે છે.

દર વર્ષે રજા પર જાય છે બાબા
આ સ્થળની સૌથી ખાસ વાત એ છે કે અહીં દર વર્ષે બાબા હરભજન સિંહને 14 સપ્ટેમ્બરે તેમના વાર્ષિક છૂટ્ટી આપવામાં આવે છે અને બાબા પંજાપ સ્થિત પોતાના પૈતૃક ગામ કપૂરથલા જાય છે. આ દરમિયાન બાબાના સંપૂર્ણ સામાનને સરકારી જીપમાં લાદીને સેનાના બે સૈનિકોની દેખરેખમાં રેલવે સ્ટેશન લાવવામાં આવે છે, જ્યાં પહેલાથી જ એસી ફર્સ્ટ ક્લાસની ત્રણ ટીકીટ બૂક હોય છે.

આ દરમિયાન બાબાના પરિવારને બાબાની વર્ષ ભરની સેલરી પણ આપવામાં આવે છે, નોંધનીય છે કે આ દરમિયાન રેલવે સ્ટેશન પર કોઇ તહેવાર જેટલી ભીડ હોય છે અને લોકો બાબાના સામાનને જોવા માટે રીતસરના ગાંડા થાય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ બાબા હરભજન સિંહ અને તેમના મંદિર અંગે.

બાબાની સ્મૃતિમાં બનાવાયુ મંદિર

બાબાની સ્મૃતિમાં બનાવાયુ મંદિર

આ મંદિર 23મી પંજાબ રેજિમેન્ટના સૈનિક, બાબા હરભજન સિંહની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે, જે અંદાજે 35 વર્ષ પહેલા ડેંગ ઢુકલા તરફ ખચ્ચરોના એક ઝુંડને લઇ જતી વખતે ત્યાંથી લાપતા થઇ ગયા હતા.

બાબામાં સ્વપ્નમાં આવતા મંદિરનું કરાયું નિર્માણ

બાબામાં સ્વપ્નમાં આવતા મંદિરનું કરાયું નિર્માણ

તેમનું શરીર એટલા માટે શોધી શકાયું કારણ કે, તેમણે લોકોના સ્વપ્નમાં આવીને પોતાના મૃતદેહ સુધી લોકોને પહોંચાડ્યા હતા અને એકવાર બાબાના સહયોગીઓએ તેને સ્વપ્નમાં જોયા અને પછી તેની યાદમાં મંદિર બનાવડાવ્યું.

આજે પણ સીમા પર તેનાત છે બાબા

આજે પણ સીમા પર તેનાત છે બાબા

એવુ માનવામાં આવે છે કે આજે પણ તે ડ્યૂટી પર છે અને ભારત ચીન સીમા પર તેનાત સૈનિકોના જીવનની રક્ષા કરે છે.

પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર

પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર

ગંગટોકનું આ મંદિર હંમેશા જ ત્યાં આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.

લોકો અહીંનું પાણી સાથે લઇને જાય છે

લોકો અહીંનું પાણી સાથે લઇને જાય છે

એવું માનવામાં આવે છે કે, મંદિરમાં મનોકામના પૂર્ણ કરવાની શક્તિઓ છે, મંદિરમાં આવતા ભક્તો મંદિરમાં પાણીની એક બોટલ છોડી છે અને પરત ફરતી વખતે તેને લઇ લે છે.

English summary
harbhajan singh memorial the unique temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X