ભારતની ધાર્મિક રાજધાની વારાણસી વિશે રસપ્રદ વાતો!

Subscribe to Oneindia News

ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક રાજધાની વારાણસી વિશે ઘણી દંતકથાઓ સંકળાયેલી છે. ઉત્તરપ્રદેશ રાજ્યમાં વસેલુ આ પ્રસિદ્ધ શહેર હિંદુ ધર્મનું સૌથી પવિત્ર અને પૂજનીય સ્થળ છે, જેને અવિમુક્ત ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મની સાથે સાથે તે બૌદ્ધ અને જૈન ધર્મનું પણ પવિત્ર સ્થળ છે જેની સુંદરતા સાંજ પડતા જ ગંગા ઘાટ ઉપર નજરે પડે છે.

સામાન્ય સ્થળ અસામાન્ય નામ, ભારતની અનોખી જગ્યાઓ

વારાણસીનું નામ બે નદીઓ વરુણા અને અસીના સંગમ પર પડ્યુ છે. વારાણસીને બનારસ અને કાશીના નામથી પણ ઓળખવામાં આવે છે. વારાણસીની સંસ્કૃતિને ગંગા નદી અને તેના ધાર્મિક મહત્વ સાથે એક અટૂટ સંબંધ છે. વારાણસી સાથે ઘણી પ્રાચીનથી પ્રાચીન દંતકથાઓ સંકળાયેલી છે. પ્રસિદ્ધ અમેરિકી લેખક માર્ક ટ્વેને તો વારાણસી માટે એ પણ લખ્યુ છે કે, " બનારસ ઇતિહાસથી પણ પુરાતન છે, પરંપરાઓથી પણ જૂનુ છે, ક્વિંદંતીઓથી પણ પ્રાચીન છે અને જ્યારે આ બધાને એકત્ર કરીએ તો એ સંગ્રહથી બેગણુ પ્રાચીન છે."

ચાલો અમે તમને વારાણસી સાથે જોડાયેલી રસપ્રદ વાતો કહીએ, જે જાણીને તમારી વારાણસીની યાત્રા કરવાની ઇચ્છા વધુ પ્રબળ બનશે.

સૌથી પ્રાચીન શહેર

સૌથી પ્રાચીન શહેર

પવિત્ર નદી ગંગાના તટ પર વસેલુ ધાર્મિક શહેર વારાણ્સી, દુનિયાનું સૌથી જૂનુ શહેર માનવામાં આવે છે. જે અનુસાર તે ભગવાન શિવજી અને દેવી પાર્વતીનું નિવાસસ્થાન માનવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે જે પણ સૌથી છેલ્લે સુધી અહીં જીવિત રહેશે તેને જરુર મોક્ષ પ્રાપ્ત થશે.

અગણિત મંદિરો

અગણિત મંદિરો

વારાણસી એક એવુ શહેર છે જ્યાં તમને અસંખ્ય મંદિરો જોવા મળશે. જે શૈવ અને વૈષ્ણવ ધર્મને સમર્પિત છે. આ બંને ધર્મ હિંદુ ધર્મના જ રુપ છે જે સદૈવ અહીં હાજર છે. આ શહેર જૈન ધર્મનું પણ એક પ્રમુખ કેન્દ્ર છે કારણકે 23 માં તીર્થંકર પાર્શ્વનાથનો જન્મ અહીં જ થયો હતો.

સૂર્યની પહેલી કિરણ અહીં પડી

સૂર્યની પહેલી કિરણ અહીં પડી

એવુ માનવામાં આવે છે કે જ્યારે પૃથ્વીનું નિર્માણ થયુ ત્યારે સૂર્યનું પહેલુ કિરણ કાશીમાં પડ્યુ હતુ. કહેવાય છે કે ભગવાન શિવજી કાશીના પરમાત્મા છે, આ કારણે જ અન્ય ગ્રહો પણ જ્યા સુધી શિવજીનો આદેશ ન મળે ત્યાં સુધી પોતાની મરજીથી અહીં કશુ કરી શકતા નહોતા. એવુ માનવામાં આવે છે કે શનિ દેવતા જ્યારે ભગવાન શિવજીની શોધમાં કાશી આવ્યા તો તેમના મંદિરમાં લગભગ સાડા સાત વર્ષો સુધી પ્રવેશ નહોતા કરી શક્યા. તમે જ્યારે પણ કાશીના વિશ્વનાથના મંદિરમાં જશો તો મંદિરની બહાર જ તમને શનિ દેવજીનુ મંદિર દેખાશે.

શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર

શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર

એક મહત્વપૂર્ણ ધાર્મિક શહેર હોવા સાથે વારાણસી શિક્ષા અને સંસ્કૃતિનું પણ મુખ્ય કેન્દ્ર છે. શહેરની બનારસ હિંદુ યુનિવર્સિટી (બી એચ યુ) એશિયાની સૌથી મોટી યુનિવર્સિટી છે.

આધ્યાત્મિક કેન્દ્ર

આધ્યાત્મિક કેન્દ્ર

બધી વિવિધતાઓની સાથે સાથે વારાણસી આયુર્વેદ અને યોગના પ્રાચીન સમગ્ર ચિકિત્સા વિગ્નાન સાથે પણ જોડાયેલુ છે. આ વિગ્નાનના સંસ્થાપક મહર્ષિ પતંજલિનો વારાણસી સાથે ગાઢ સંબંધ છે.

વેપાર માટે પ્રખ્યાત

વેપાર માટે પ્રખ્યાત

પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વથી પરે આ શહેરને પ્રાચીનકાળથી જ વાણિજ્ય અને વેપારનુ પણ પ્રમુખ કેન્દ્ર માનવામાં આવે છે. આ શહેર મુખ્યત્વે સોના અને ચાંદીના નક્શીકામ અને બનારસી સિલ્ક સાડી માટે પ્રખ્યાત છે.

ઘણી મહાન સાહિત્યિક પ્રતિભાઓ અને કલાકારોનું ઘર

ઘણી મહાન સાહિત્યિક પ્રતિભાઓ અને કલાકારોનું ઘર

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત, બનારસ ઘરાના વારાણસીમાં જ જન્મ્યુ અને વિકસિત થયુ છે. ભારતના ઘણા દાર્શનિક, કવિ, લેખક, સંગીતગ્ન વારાણસીમાં રહ્યા છે. જેમાં કબીર, વલ્લભાચાર્ય, રવિદાસ, સ્વામી રામાનંદ, ત્રૈલંગ સ્વામી, શિવાનંદ ગોસ્વામી, મુંશી પ્રેમચંદ, જયશંકર પ્રસાદ, આચાર્ય રામચંદ્ર શુક્લ, પંડિત રવિ શંકર, ગિરિજા દેવી, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને ઉસ્તાદ બિસ્મીલ્લાહ ખાં વગેરે છે. ગોસ્વામી તુલસીદાસે હિંદુ ધર્મનો પરમ-પૂજ્ય ગ્રંથ રામચરિતમાનસ અહીં જ લખ્યો હતો અને ગૌતમ બુદ્ધે પોતાનું પ્રથમ પ્રવચન અહીં નજીકમાં જ સારનાથમાં આપ્યુ હતુ.

બૉલીવુડ ફિલ્મોમાં પસંદગીનું શૂટિંગ સ્થળ

બૉલીવુડ ફિલ્મોમાં પસંદગીનું શૂટિંગ સ્થળ

ઘણી બૉલીવુડ ફિલ્મોએ આ શહેરની સુંદરતા અને સંસ્કૃતિને કેદ કરી લીધી છે. રોજેરોજ તમે કોઇ ને કોઇ ટીવી સીરિયલમાં આ શહેરને જોઇ શકો છો. આ શહેરનો ગંગાઘાટ શૂટિંગ માટે સૌથી મનપસંદ જગ્યા છે. રાંઝણા, લાગા ચૂનરી મે દાગ વગેરે જેવી ઘણી મોટી ફિલ્મો અહીં શૂટ કરવામાં આવી છે.

અહીંનો સૌથી યુનિક રિવાજ

અહીંનો સૌથી યુનિક રિવાજ

સાંભળવામાં ભલે થોડુ વિચિત્ર લાગે પણ દર વર્ષે વારાણસીમાં આ રિવાજનું પાલન કરવામાં આવે છે. અહીં દર વર્ષે અશ્વમેઘ ઘાટ પર વરસાદના મોસમમાં દેડકાઓના લગ્ન કરાવવામાં આવે છે. પંડિત દેડકાઓના લગ્નની આખી વિધિ કરીને દેડકાઓને નદીમાં છોડી દે છે.

દૂર બેઠા બેઠા પોસ્ટ દ્વારા પ્રસાદ પ્રાપ્ત કરો

દૂર બેઠા બેઠા પોસ્ટ દ્વારા પ્રસાદ પ્રાપ્ત કરો

અહીંના મંદિરોએ પોતાની એક વેબસાઇટ ચાલુ કરી છે, જ્યા તમે બધી જ માહિતી મેળવી શકો છો અને તેની મદદથી પોતાના માટે લાઇનમાં ઉભા રહ્યા વિના ટોકન બુક કરાવી શકો છો. આ વેબસાઇટમાં એવી પણ સગવડ આપવામાં આવે છે કે તમે પોતાના નામની પૂજા પોતાના ઘરે બેઠા કરાવી શકો છો જેનો પ્રસાદ તમને પોસ્ટ દ્વારા મળી જાય છે.

English summary
Interesting facts about Varanasi.
Please Wait while comments are loading...