For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં પહોંચતા જ હોલીડે બની જાય છે શાનદાર

|
Google Oneindia Gujarati News

બરફથી ઢંકાયેલી ટેકરીઓવાળુ આ સ્થળ, ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં એક સુંદર હિલ સ્ટેશન પર ક્ષિતિજ પર સ્થિત છે. કલિમ્પોંગ પ્રવાસનનું સૌથી મોટું તથ્ય એ છે કે, આ રાજસી હિલ સ્ટેશન સમુદ્ર તટથી 4 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત છે અને અહીં તાજી શુદ્ધ હવા ચાલે છે જે આવનારા પ્રવાસીની રજાઓને શાનદાર બનાવી દે છે અને પ્રવાસી વારંવાર અહીં આવવા ઇચ્છે છે.

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કલિમ્પોંગ એક એવું સ્થળ છે, જ્યાં તમે પશ્ચિમ બંગાળની પરપંરાને જોઇ શકો છો. અહીં સંસ્કૃતિ, ભોજનની સાથો સાથ લોકોના બૌદ્ધ મઠ પ્રત્યેના ઝુકાવ, તમને ક્યારેય ભૂલવા નહીં દે કે તમે હિમાલયની તળેટી પર મહાભારત પર્વતમાળા વચ્ચે છો. પ્રકૃતિ પ્રેમીઓ માટે કલિમ્પોંગમાં જોવાલાયક અનેક બાબતો છે. જેમાં, ક્લાઉડેડ લિયોપાર્ડ, રેડ પાંડા, સાઇબેરિયન બીજલ, બાર્કિંગ ડીયર. આ શહેરમાં પક્ષીઓની પણ વિસ્તૃત વિવિધતા જોઇ શકાય છે, જો તમે પ્રકૃતિની નજીક જવા ઇચ્છો છો તો શહેરમાં સ્થિત નેઓરા રાષ્ટ્રીય ઉદ્યાન અથવા ઋષિ બંકિમ ચંદ્ર પાર્કની મુલાકાત લઇ શકો છો.

અહીંની ભૂમિ પર ચીડના ઝાડ સૌથી વધુ હોય છે અને આ સ્થળને એક આદર્શ પિકનિક સ્થળ માનવામાં આવે છે. કેલિમ્પોંગમાં જોવા મળથા આર્કિડ આખા વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે, જે તમારી ગર્લફ્રેન્ડ, પતિ અથવા પત્નીને ખુશ કરી શકે છે. સાંસ્કૃતિ રંગમાં રંગાયેલા બે સ્થળો છે, લેપચા સંગ્રહાલય અને જાંગ ઢોલ પાલરી પોડાંગ મઠ, આ બન્ને જ સ્થળ શહેરના કેન્દ્રથી એક કિમીના અંતરે છે.

અહીં એ વાત જરા પણ મહત્વ નથી ધરાવતી કે તમને પ્રવાસનમાં શું જોઇએ છે, કલિમ્પોંગમાં તમામ ઉમરના લોકો માટે કંઇકને કંઇક ખાસ છે, આ સિલીગુડડી પાસે સ્થિત છે, જેનાથી પ્રવાસી અહીં સુધી સહેલાયથી ફરી શકે છે. શહેરના પ્રવાસમા અનેક સુંદર દ્રશ્યો પણ જોઇ શકાય છે. કલિમ્પોંગમાં તમ્મ શહેરો પર બ્રોડબેંડ નેટની જરૂર પડતી નથી, અહીં અનેક સ્થળો, હોટલો પર હાઇ સ્પીડ ઇન્ટરનેટ ચાલે છે. જેનો ફાયદો પ્રવાસી ઉઠાવી શકે છે.

ગરમી અને વંસત, કલિમ્પોંગની સૌથી સારી ઋતુ છે. આ દરમિયાન અહીંના સ્થાનિક નિવાસીઓ માટે સૌથી વધુ રોજગારીનો સમય હોય છે. કલિમ્પોંગ, ભારત અને નેપાળ વચ્ચેનું સૌથી મહત્વપૂર્ણ વ્પાયાર જંક્શન છે. કલિમ્પોંગ, ભારત અને ચીન માટે પણ વ્યાપાર જંક્શનનું કામ કરે છે. કલિમ્પોંગ આખા વિસ્તારનું એક શિક્ષા હબ પણ છે, જ્યાં શહેર અને આસપાસના વિસ્તારના બાળકો અભ્યાસાર્થે આવે છે. કલિમ્પોંગમાં હવામાનમા ફેરબદલ ઘણું જ ખાસ હોય છે, અહીંની ગરમી અને ઠંડી, વધુ અને ઓછી હોય છે અને પ્રવાસી માટે એખ સુખદ મોસમ બનાવે છે. મોનસૂનના દિવસોમાં કલિમ્પોંગની યાત્રા ના કરો. કલિમ્પોંગના સ્થાનિક લોકો, મોટાભાગે નેપાળી છે, જે ભારતની આઝાદી પહેલા નોકરીની શોધમાં અહીં આવીને વસી ગયા હતા.

કલિમ્પોંગના લોકો ઓપન માઇન્ડેડ હોય છે, ખુશ રહે છે અને અનેક તહેવારોનો આનંદ ઉઠાવે છે. અહીં મનાવવામાં આવતા પ્રમુખ તહેવારો, દિવાળી, દશેરા અને ક્રીસમસ છે. કલિમ્પોંગ, ભારતનું એક એવું સ્થળ છે, જ્યાં દેશની સંસ્કૃતિ જોવા મળે છે. અહીંની સ્થાનિક જનતામાં વિભિન્ન પ્રકારના લોકો નિવાસ કરે છે, આ ઉપરાંત પણ ભારતની વિશાળ સંસ્કૃતિના દર્શન અહીં થાય છે. અહીંની યાત્રા દરમિયાન લેપચા સંગ્રહાલય અને જીંગ ઢોક પાલરી પોડાંગ મંદિરની મુલાકાત જરૂરથી લો.

સુંદર સૂર્યાસ્ત

સુંદર સૂર્યાસ્ત

કલિમ્પોંગમાં સૂર્યાસ્તનો સુંદર નજારો

કૈક્ટસ નર્સરી

કૈક્ટસ નર્સરી

કલિમ્પોંગમાં આવેલી કેક્ટસ નર્સરી.

દિઓલો હિલ

દિઓલો હિલ

કલિમ્પોંગમાં આવેલી દિઓલો હિલ

હિલનું સુંદર દ્રશ્ય

હિલનું સુંદર દ્રશ્ય

કલિમ્પોંગમાં આવેલી દિઓલો હિલનું સુંદર દ્રશ્ય

સુંદર કલિમ્પોંગ શહેર

સુંદર કલિમ્પોંગ શહેર

દિઓલો હિલ પરથી કંઇક આવું સુંદર દેખાય છે કલિમ્પોંગ શહેર

English summary
Snow capped peaks dominate the horizon at this wonderfully placed hill station way up north in the Indian state of West Bengal. Kalimpong tourism is boosted by the fact that it is a majestic hill station set at 4000 feet above sea level and boasts of pristine air, brilliant Holiday weather and makes for an im
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X