જાણીએ, ઉપનિવેશક ભારતની કેટલીક વિશેષ સ્મારક

Posted By:
Subscribe to Oneindia News

ભારત એક અદભૂત દેશ છે, જે એક જમાનામાં અંગ્રેજોનું ઉપનિવેશ હતુ. કહેવામાં આવે છે કે, બ્રિટિશ રાજ્યનો સૂરજ ક્યારેય ઢળતો નહોતો. 1615માં જ્યારે મુગલોએ પરાજિત કરી અંગ્રેજોએ ભારતમાં પ્રવેશ કર્યો, ત્યારે તેઓ તે સમયે આપણા મેહમાન નહોતા રહ્યાં. વ્યાપારના ઉદ્દેશ્યથી આવેલા અંગ્રેજો ભારતમાં એક મિશન હેઠળ આવ્યા હતા, તેમણે અહીંની વ્યવસ્થાને બદલી અને ભારત પર અંદાજે 300 વર્ષ સુધી શાસન કર્યું.

ભારતીય જીવનને કેવી રીતે બદલવામાં આવે? કદાચ આ પ્રશ્નનો જવાબ એ છે કે તમે તેના દૈનિક જીવનમાં પ્રવેસ કરો અને પરિવર્તનની શરૂઆત ત્યાંથી કરો. આ વાતને એ રીતે સમજી શકાય કે તમે ભારતીયોની મનમાં વસેલી સૌંદર્યની ભાવનાને થોડી બદલો અને એ ભાવનામાં તમારી કોઇ વસ્તુને જોડી દો, જેમ અંગ્રેજોએ કર્યુ હતુ. આજે અંગ્રેજ ભારત છોડીને જતા રહ્યાં છે, પરંતુ આજે પણ તેમના દ્વારા બનાવવામાં આવેલી ઇમારતો અને રસ્તા વાસ્તુકળા પ્રત્યે તેમના લગાવને દર્શાવે છે.

નોંધનીય છે કે, મદ્રાસ કોલકતા, દિલ્હી અને મુંબઇ એ સમયે ભારતના પ્રમુખ બ્રિટિશ ઉપનિવેશ હતા. જ્યારે તમે આ સ્થળોની યાત્રા પર જશો તો તમને જાણવા મળશે કે જે સુંદરતાએ અંગ્રેજોને વાસ્તુકળા પ્રત્યે પોતાનો ઝુકાવ દર્શાવ્યો છે, તેની પ્રશંસા શબ્દોના માધ્યમથી થઇ શકે તેમ નથી. તો ચાલો તસવીરો થકી જાણીએ આ ઇમારતો અંગે, જે અંગ્રેજોએ ભારતમાં પોતાના શાસનકાળ દરમિયાન બનાવી હતી.

ગેટ વે ઓફ ઇન્ડિયા

ગેટ વે ઓફ ઇન્ડિયા

મુંબઇના કોલાબામાં સ્થિત ગેટ વે ઓફ ઇન્ડિયા વાસ્તુશિલ્પનો ચમત્કાર છે અને તેની ઉંચાઇ અંદાજે આઠ માળની બિલ્ડિંગ જેટલી છે. વાસ્તુકળામાં હિન્દુ અને મુસ્લિમ બન્ને પ્રકારને ધ્યાનમાં રાખીને તેનુ નિર્માણ વર્ષ 1911માં રાજાની યાત્રાના સ્મરણ નિમિતે કરવામાં આવ્યું હતુ. પૃષ્ઠભૂમિમાં ગેટવે ઓફ ઇન્ડિયા સાથે તમારી એક તસવીર પડાવ્યા વગર મુંબઇની યાત્રા અધૂરી છે. ગેટ વે ઓફ ઇન્ડિયા ખરીદદારોના સ્વર્ગ કોજવે અને દક્ષિણ મુંબઇના કેટલાક પ્રસિદ્ધ રેસ્ટોરાં જેમ કે મિયાં, કૈફે મોંદેગર અને પ્રસિદ્ધ કૈફે લિયોપોલ્ડ નજીક છે.

ઇન્ડિયા ગેટ

ઇન્ડિયા ગેટ

દિલ્હીના તમામ મુખ્ય આકર્ષણોમાં પ્રવાસી, ઇન્ડિયા ગેટ જવાનું વધારે પસંદ કરે છે. દિલ્હીના હૃદયમાં સ્થાપિત આ ભારતના એક રાષ્ટ્રિય સ્મારકના રૂપમાં શાનથી ઉભુ છે. 42 મી. ઉંચા આ સ્મારકનુ નિર્માણ પેરિસના આક્ર ડી ટ્રાઇઓમ્ફેની જેમ કરવામાં આવ્યું છે. આ સ્મારકનું મૂળ નામ અખિલ ભારતીય યુદ્ધ સ્મારક હતુ, જેને લગભગ 70 હજાર સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતુ. આ એ સૈનિકો હતા, જેમણે અંગ્રેજી સેના તરફથી પહેલા વિશ્વ યુદ્ધ અને 1919માં ત્રીજા એંગ્લો-અફઘાન યુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતુ. જો કે, આ ઇમારતનો પાયો મહામહિમ ડ્યૂક ઓફ કનૉટે 1921માં રાખ્યો હતો, પરંતુ આ સ્મારક 1931માં એ સમયના વોઇસરોય લોર્ડ ઇરવિને પૂર્ણ કરાવ્યું.

રાષ્ટ્રપતિ ભવન

રાષ્ટ્રપતિ ભવન

રાષ્ટ્રપતિ ભવન ભારતમાં આવેલી સૌથી પ્રતિષ્ઠિત ઇમારત ઉપરાંત પોતાની પ્રભાવશાળી વાસ્તુકલા અને ભારતના રાષ્ટ્રપતિના સરકારી નિવાસ સ્થાનના રૂપમાં જાણીતી છે. આ ઇમારત ત્યારે અસ્તિત્વમાં આવી જ્યારે દેશની રાજધાનીને કોલકતાથી દિલ્હી સ્થળાંતરિત કરવામાં આવી. આ સંરચનાનું નિર્માણ બ્રિટિશ વાઇસરાયને સમાયોજિત કરવા માટે કરવામાં આવ્યું હતુ અને આ પ્રકાર આ ઇમારત શાહી મુગલ વાસ્તુકળા અને સુરુચિપૂર્ણના રૂપમાં સારી રીતે યુરોપીય વાસ્તુકળાના એક શાસ્ત્રીય મિશ્રણ દર્શાવે છે.

વિક્ટોરિયા મેમોરિયલ

વિક્ટોરિયા મેમોરિયલ

વિક્ટોરિયા મેમોરિય ભારતમાં અંગ્રેજી રાજને આપવામાં આવેલી એક શ્રદ્ધાંજલિ છે, તેને પુનઃ નિર્મિત કરવામાં આવ્યુ હતુ અને તે તાજમહેલ પર આધારિત હતુ. તેને સામાન્ય જનતા માટે 1921માં ખોલવામાં આવી હતી, જેમા શાહી પરિવારની કેટલીક તસવીરો પણ છે. આ બેશકીમતી પ્રદર્શન ઉપરાંત પર્યટક વિક્ટોરિયા મેમોરિયલની સુંદર સંરચનાને જોવામાં આવે છે. આ કોલકતાને સૌથી જાણીતી દર્શનીય સ્થળોમાંનું એક છે.

વિક્ટોરિયા ટર્મિનસ

વિક્ટોરિયા ટર્મિનસ

વીટી સ્ટેશન જેને છત્રપતિ શિવાજી ટર્મિનસ પણ કહેવામાં આવે છે, અનેક વર્ષોથી મુંબઇના પ્રમુખ વ્યાપારિક કેન્દ્ર છે. અહીં શહેરી યુવાનોની ભીડ રહે છે અને આ ક્ષેત્રના ફૂટપાથ અને સબવેમાં અનેક આવશ્યક વસ્તુઓ જેવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, કોમ્પ્યુટર બજાર અને કપડાંની દૂકાન છે. જે પર્યટક જે દક્ષિણ મુંબઇમાં રોકાયા છે, તેમને હોટલ નીચે જ અનેક વિકલ્પ ઉપલબ્ધ છે જ્યાં તે 17મી સદીના પુસ્તકો, સ્ટેમ્પ અને સિક્કા વેચતી દૂકાનોમાં સૌદાબાજી કરી શકો છો.

સેલ્યુલર જેલ

સેલ્યુલર જેલ

આ જેલ આંદમાન નિકોબાર દ્વીપની રાજધાની પોર્ટ બ્લેયરમાં બનેલી છે. આ અંગ્રેજો દ્વારા ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓને કેદ રાખીને બનાવવામાં આવી હતી, જે મુખ્ય ભારત ભૂમિથી હજારો કિમી દૂર સ્થિત હતી, જે દરિયાથી હજાર કિમી દૂર્ગમ માર્ગ પડતા હતા. આ કાળા પાણીના નામથી કુખ્યાત હતી. અંગ્રેજી સરકાર દ્વારા ભારતના સ્વતંત્રતા સૈનાનીઓ પર કરવામાં આવેલા અત્યાચારોની મૂક ગવાહ આ જેલનો પાયો 1897માં રાખવામાં આવ્યો હતો. આ જેલની અંદર 694 કોઠરી બનેલી છે. આ કોઠરીઓને બનાવવાનો ઉદ્દેશ્ય બંદીઓ પાસેથી મેલ જોલ રોકવા હતો. ઓક્ટોપસની જેમ સાત શાખાઓમાં ફેલાયેલી આ વિશાળ જેલના હવે માત્ર ત્રણ અંશ બચ્યા છે.

English summary
India was a colony that belonged to the never-setting sun of the British Raj. When the British arrived in 1615 ovethrowing the mighty Mughals, they were not mere visitors. They had come with a mission to change the Indian ways and stayed here for a good three hundred years.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.