For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુરોપની યાદ અપાવનાર ઈમારતો ધરાવતું શહેર મોરબી

|
Google Oneindia Gujarati News

મોરબી ગુજરાત રાજ્યનું એક શહેર અને નવોદિત જિલ્લો છે, જે મચ્છુ નદીના તટ પર સ્થિત છે. આ શહેર, પારંપરિક અને યુરોપિયન શૈલીની વાસ્તુકળાનું અદ્ભૂત મિશ્રણ છે. આ શહેરનો ઝુલતો બ્રિજ એ યુગની ટેક્નોલોજીની પ્રગિતિનું શાનદાર ઉદાહરણ છે. આ બ્રિજને અંગ્રેજો દ્વારા બ્રિટિશ શાસનકાળમાં બનાવવામાં આવ્યો હતો. મોરબીમાં પ્રવેશીએ એટલે તેના સસ્પેન્શન બ્રિજના ઝૂલતા મિનારાઓ અને આનંદપ્રદ રિવરફ્રન્ટ વિક્ટોરિયા લંડનની ભૂતકાળની યાદ તાજી કરી આપે. રાજકોટથી 64 કિ.મી. દૂર, જુનવાણી કાંકરીવાળા સાંકડા ગલી-માર્ગો અને 19મી સદીના યુરોપની યાદ અપાવનાર ઈમારતો ધરાવતું મોરબી નગર આવેલું છે. મોરબીના ભૂતપૂર્વ શાસક સર વાઘજીએ વસાહતી પ્રભાવોથી પ્રેરાઈને ટૅકનોલૉજીને દૃષ્ટિએ આયોજિત અને સર્વતોમુખી એવા આ નગરની રચના કરી હતી.

ટૅકનોલૉજીમાંના આ જ રસના કારણે અહીં જથ્થાબંધ વિવિધ ડિઝાઈનો લઈને આવતા ઘડિયાળકારીગરો ફૂલ્યાફાલ્યા છે અને વિવિધ કદ, રંગ અને રંગછટાથી સિરામિક ટાઇલ્સોને સજાવવા માટે અહીંની મચ્છુ નદીની રેતી અત્યંત ઉપયોગી અને ઉત્તમ સાબિત થઈ છે. આ શહેરના ત્રણ પ્રવેશ દ્વાર છે અને આ ત્રણેય દ્વારેથી શહેરના કેન્દ્ર ગ્રીન ચોક સુધી સહેલાયથી પહોંચી શકાય છે, કારણ કે શહેરને યુરોપીય શૈલી અનુસાર બનાવવામાં આવ્યું હતું. બ્રિજ પાસે દરબારગઢનો જૂનો મહેલ છે, જ્યાં એક સુંદર ફ્રન્ટ ગેટ જોવા મળે છે અને વર્તમાનમાં તે એક હેરિટેજ હોટલમાં બદલાઇ ગયું છે.

બીજી તરફ મણિ મંદિર છે, જે હિન્દુઓની દેવી મા લક્ષ્મીને સમર્પિત મંદિર છે, જ્યાં મા લક્ષ્મી, નારાયણ, મહાકાળી, રામચંદ્ર અને ભગવાન શિવની મૂર્તિઓ સ્થાપિત છે. આ મંદિર, જયપુરી પથ્થરથી બનેલું છે અને તેમાં રાજસ્થાની શૈલીની કોતરણી કરવામાં આવી છે. આ વેલિંગટન સચિવાલય પર રાજસ્થાની વાસ્તુકળાનો પ્રભાવ જોઇ શકાય છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ મોરબીને.

મોરબી-દરવાજો

મોરબી-દરવાજો

મોરબીમાં આવેલો દરવાજો

ઝૂલતો પુલ

ઝૂલતો પુલ

મોરબીમાં આવેલો સસ્પેન્શન બ્રિજ (ઝૂલતો પુલ)

ઝૂલતો પુલ

ઝૂલતો પુલ

મોરબીમાં આવેલો સસ્પેન્શન બ્રિજ (ઝૂલતો પુલ)

ઝૂલતો પુલ

ઝૂલતો પુલ

મોરબીમાં આવેલો સસ્પેન્શન બ્રિજ (ઝૂલતો પુલ)

English summary
Situated at the banks of the River Machhu, Morbi provides a marvellous example of the fusion of traditional and the European style of architecture. The Suspension Bridge through which one approaches the city was built during the British era and is an example of the technological advancement of that era.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X