For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સામાન્ય જનતા માટે ખુલ્યો વર્લ્ડ ફેમસ મુઘલ ગાર્ડન, આ ફૂલ હશે આકર્ષણનુ કેન્દ્ર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે ઉદ્યાનોત્સવનો પ્રારંભ કરાવ્યો. લગભગ 5000 મોસમી ફૂલ મુલાકાતીઓનુ સ્વાગત કરશે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે ઉદ્યાનોત્સવનો પ્રારંભ કરાવ્યો. રાષ્ટ્રપતિ ઉદ્યાનન અધીક્ષક પી એન જોશીએ રવિવારે આ ઘોષણા કરી હતી કે આ વખતે લગભગ 10,000ની સંખ્યામાં ટ્યુલિપ, 138 પ્રકારના ગુલાબ અને 70 પ્રકારના લગભગ 5000 મોસમી ફૂલ મુલાકાતીઓનુ સ્વાગત કરશે. પોતાના દૂર્લભ અને આકર્ષક ગુલાબો માટે પ્રસિદ્ધ આ ઉદ્યાનનુ મુખ્ય આકર્ષણ આ વખતે ગ્રેસ ધ મોનાકો નામનુ ગુલાબ હશે.

સામાન્ય જનતા માટે 5 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ખોલાશે

સામાન્ય જનતા માટે 5 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ખોલાશે

આ વર્ષે મુઘલ ગાર્ડન સામાન્ય જનતા માટે 5 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ખોલવામાં આવશે. સામાન્ય દર્શકો માટે ખુલી રહેલ મુઘલ ગાર્ડનમાં પુષ્પ પ્રદર્શન પણ લગાવામાં આવશે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, મધર ટેરેસા, પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જૉન એફ કેનેડી, મહારાણી એલિઝાબેથ અને પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના નામ પર વિવિધ પ્રકારના ગુલાબોના નામ આકર્ષણનુ કેન્દ્ર રહેશે. જ્યાં સુધી વાત મુઘલ ગાર્ડનાં આવનારા લોકોની છે તો ગયા વર્ષે મુલાકાતીઓની સંખ્યા 5.18 લાખ હતી.

કરી શકો ઑનલાઈન બુકિંગ

કરી શકો ઑનલાઈન બુકિંગ

આ વખતે મુઘલ ગાર્ડનમાં પ્રવેશ માટે અમુક ફેરફારો કરવામાં આવ્યા છે. ગયા વર્ષે લોકો સીધો પ્રવેશ કરી શકતા હતા પરંતુ આ વખતે આના માટે નવી વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવી છે. હવે તે મુઘલ ગાર્ડનમાં ફરવા માટે સીધા પ્રવેશ સાથે પહેલેથી પણ પ્લાનિંગ કરી શકો છો. આના માટે ઑનલાઈન બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. આના માટે તમારે https:// rashtrapatisachivalaya.gov.in વેબસાઈટ પર જવુ પડશે. વળી, બુકિંગ ઑપ્શન પસંદ કરીને તમે પ્રવેશની તારીખ બુક કરાવી શકો છો.

ગેટ નંબર 35થી મુલાકાતીઓને મળશે પ્રવેશ

ગેટ નંબર 35થી મુલાકાતીઓને મળશે પ્રવેશ

સોમવારથી શુક્રવાર દરમિયાન 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી એક-એક કલાકને સાત ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જ્યારે વીકેન્ડ (શનિવાર-રવિવાર) અને રજાના દિવસ 10, 11, 12 વાગ્યાના ત્રણ એક-એક કલાકના સ્લૉટ બનાવવામાં આવ્યા છે. સોમવારથી શુક્રવાર વચ્ચે એક સ્લૉટ પર એક હજાર લોકો બુકિંગ કરી શકે છે. વળી, વીકેન્ડ પર 2,500 લોકો એક સ્લૉટમાં બુકિંગ કરાવી શકશે. ઑનલાઈન બુકિંગ દરમિયાન મોબાઈલ નંબર આપવો જરૂરી રહેશે અને એક મોબાઈલ નંબરથી માત્ર એક વાર જ બુકિંગ થઈ શકશે. રાષ્ટ્રપતિ ભવનને ગેટ નંબર 35થી મુલાકાતીઓને પ્રવેશ મળશે. આ ગેટ નૉર્થ એવન્યુની નજીક છે.

આ પણ વાંચોઃ હિંમત હોય તો 10 મિનિટ માટે પ્રિયંકા ચોપડા જેવો ડ્રેસ પહેરીને બતાવોઃ હિના ખાન

English summary
Mughal Gardens will be open for public at Rashtrapati Bhavan in New Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X