For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો શ્રીનગરના સુંદર ટ્યૂલિપ ફેસ્ટિવલમાં અને ખોવાઇ જાવ સ્વર્ગમાં

|
Google Oneindia Gujarati News

આમ તો ભારત પોતાની સુંદરતા માટે વિશ્વવિખ્યાત તો છે જ પરંતુ જ્યારે વાત ભારતના સ્વર્ગ જમ્મુ-કાશ્મીરની આવે તો પછી કંઇ કહેવાનું રહેતું નથી. જોકે પ્રવાસનની દ્રષ્ટિએ ભારત કોઇપણ દેશથી પાછળ નથી. પરંતુ ભારતમાં થનારા ફેસ્ટિવલ પણ ભારતની સુંદરતામાં ચાર ચાંદ લગાવી જાય છે. અમે વાત કરી રહ્યા છીએ શ્રીનગરમાં યોજાતા ફૂલ ફેસ્ટિવલની. કાશ્મીરમાં ટ્યૂલિપ ફેસ્ટિવલ દરવર્ષે એટલા માટે થાય છે કે તેના દ્વારા કાશ્મીરના ટ્યૂલિપ ગાર્ડન્સના ફુલોની વેરાયટી દુનિયાની સામે અનોખી રીતે રાખી શકાય.

આપે પેલું ગીત તો જોયું જ હશે 'દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ.. દૂર તક નિગાહો મે હે ગુલ ખિલે હુએ..' કંઇક એવું જ છે ટ્યૂલિપ ફેસ્ટિવલનું રંગરૂપ. આપને આ તસવીરો જોઇને જ એવું થઇ ઊઠશે કે એક વખત તો સુંદર નજારાને નજીક જોવો જ રહ્યો. તો આવો આ ટ્યૂલિપ ફેસ્ટિવલમાં, જે એપ્રિલના પહેલા અઠવાડીયાથી બીજા અઠવાડીયા સુધી આયોજીત કરાય છે. આ ફેસ્ટિવલમાં આખા દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ સહેલાણીઓ ઉમટી પડે છે.

તસવીરોમાં જુઓ કેવો સુંદર હોય છે આ ફેસ્ટિવલ...

વસંત ઋતુમાં જોવા મળે છે આ નજારો

વસંત ઋતુમાં જોવા મળે છે આ નજારો

વસંત ઋતુના સમયે આખા કાશ્મીરની વાદિયોમાં ટ્યૂલિપના સુંદર અને રંગબેરંગી ફુલો ખીલી ઊઠે છે, જેના કારણે અત્રેનો નજારો સ્વર્ગ જેવો ભાસી આવે છે.

ઇંદિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન

ઇંદિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન

શ્રીનગરમાં સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન સિરાજ બાગ ચેશ્મશાહીનું ઇંદિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન છે. ડલ લેકની આસપાસ અઢળક સુંદર ફૂલોનો નજારો જોવા લાયક હોય છે. આ નજારો આપને એવો લાગશે જાણે દૂર દૂર સુધી સુંદર રેશમી ચાદર બિછાવેલી હોય.

60થી પણ વધારે પ્રજાતિના ફુલ

60થી પણ વધારે પ્રજાતિના ફુલ

આ સુંદર નજારો લગભગ 5 હેક્ટર જમીન પર 60થી પણ વધારે પ્રકારના સુંદર ફુલો એક મોટા ગુલદસ્તા જેવું લાગે છે. હવે આવા સુંદર ફૂલોના નજારાને જોવા માટે તમારે હોલેન્ડમાં જવાની જરૂર નથી.

ફુલો સિવાય ઘણુ બધું

ફુલો સિવાય ઘણુ બધું

આ ફેસ્ટિવલમાં આપને માત્ર ફુલો જ નહીં પરંતુ શ્રીનગરની સંસ્કૃતિથી વાકેફ થઇ શકશો. અત્રે આપને કાશ્મીરી હેંડીક્રાફ્ટ, પશ્મીના શૉલ અને અન્ય પારપંરિક વસ્તુઓની પણ શોપિંગ કરી શકશો. આ ઉપરાંત આ ફેસ્ટિવલમાં આપને કાશ્મીરી વ્યંજનોનો સ્વાદ ચાખવા પણ મળી જશે.

બીજું શું કરશો શ્રીનગરમાં?

બીજું શું કરશો શ્રીનગરમાં?

અત્રેના ગાર્ડન્સ, સફેદ બરફથી ઢંકાયેલ વાદીયો અને ગુલમર્ગ, સોનમર્ગ તથા પહલગાવના સુંદર નજારાને પણ માણી શકશો. આપની યાત્રાને સફળ બનાવવા માટે આપ આખો દિવસ શ્રીનગરની કોઇ હાઉસ બોટમાં વિતાવી શકો છો. તો મિત્રો રાહ શેની જોઇ રહ્યા છો, જો પ્રકૃતિ પ્રેમી હોવ તો ઉપડી જાવ આ નજારો માણવા માટે.

English summary
Explore the picturesque town of Srinagar and be a part of the Tulip Festival held here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X