નાસાના અંતરિક્ષ યાત્રીઓમાં મહિલાઓનો દબદબો

ત્રણ દશકા સુધી અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં લઇ જવાના અને ત્યાંથી લાવવા માટે સ્પેસ શટલનો ઉપયોગ કર્યા પછી, શટલનો ઉપયોગ બંધ કર્યા બાદ અમેરિકાએ અમુક સમય માટે અંતરિક્ષ યાત્રીઓના પ્રશિક્ષણના કાર્યક્રમ પર રોક લગાવી દીધી હતી.
નાસાના પ્રશાસનિક અધિકારી ચાર્લ્સ બોલ્ડેને કહ્યું કે આ નવી અંતરિક્ષ યાત્રીઓને નાસા સાથે જોડવાની પ્રેરણા એટલા માટે આપવામાં આવી, કારણ કે તેઓ માહિતગાર છે કે અમે એક મોટું અને સાહસિક કામ કરી રહ્યાં છીએ. પહેલા કરતા થોડું વધારે દૂર અંતરિક્ષમાં પ્રવેશ કરવાના અભિયાનની તૈયારી કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે એક ક્ષુદ્ર ગ્રહ અને મંગળ સુધી પહેલા માનવ મિશનમાં મદદ કરી રહ્યાં છે. નવા અંતરિક્ષ યાત્રીઓની ઉમર 34થી 39 વર્ષ સુધી છે. નવા પસંદ કરાયેલા અંતરિક્ષ યાત્રીઓનું પ્રશિક્ષણ હોસ્ટનના જોન્સન સ્પેસ સેન્ટરમાં ઓગસ્ટથી શરૂ થનાવું છે.












Click it and Unblock the Notifications
