For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉનાળામાં પત્ની, બાળકો કે ગર્લફ્રેન્ડ સાથે હોલિડે મનાવવા આવો પંચગીનીમાં

|
Google Oneindia Gujarati News

ટ્રાવેલિંગ અથવા યાત્રા હંમેશાથી જ લોકોની વચ્ચે એક ખાસ વિષય રહ્યો છે, આપણામાંથી ભાગ્યે જ કોઇ એવું હશે જેને ફરવાનો શોખ નહીં હોય. પરંતુ આગળ વધતા પહેલા થોડા સવાલ, શું આપ પહેલીવાર ફરવા માટે જઇ રહ્યા છો? શું આપ તક મળતા જ ફરવા નીકળી પડો છો? શું આપ કૂદરતી સૌંદર્યને જોવું પસંદ કરો છો? શું આપ ડરને જીતવાનો આત્મવિશ્વાસ અને એડવેંચરના શોખીન છો? અથવા આપ માત્ર ફરવાના શોખીન છો? જો આપ તમામ સવાલોના જવાબ હા હોય તો અમારૂં સૂચન છે કે આપે પંચગીની ચોક્કસ આવવું જોઇએ.

પંચગીનીમાં આપનું સ્વાગત છે. પંચગીની અને મહાબળેશ્વર બે હિલ સ્ટેશન છે જે સૌંદર્યને પુન: પરિભાષિત કરે છે. અહીંનું અમર સૌંદર્ય વાર્ષિક પર્યટકો, ઘરેલું લોકો અને અન્ય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્રે નોંધનીય છે કે પંચગીનીની શોધ બ્રિટિશ લોકો દ્વારા તેમના શાસનકાળમાં થઇ હતી.

ઇતિહાસ જણાવે છે કે એક અધીક્ષક જેમને જ્હોન ચેસોનના નામથી ઓળખવામાં આવે છે તેઓની ઉનાળાની ઋતુમાં આ પ્રસિદ્ધ સ્થળની દેખભાળ માટે વરણી કરવામાં આવી હતી. પંચગીનીનો અર્થ થાય છે પાંચ પર્વતો અને તે સમુદ્રની સપાટીથી લગભગ 1,350 મીટરની ઉંચાઇ પર સ્થિત છે.

ઐતિહાસિકરીતે જાણિતું આ સ્થાન બ્રિટિશ લોકો માટે ઉનાળામાં એક આશ્રય સ્થળ સમાન હતું અને આજે પણ અહીંનું શાંત અને ઠંડું વાતારણ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો હવે રાહ કંઇ વાતની આવો કેટલીંક શાનદાર તસવીરોથી અવગત કરાવીએ તમને પંચગીનીથી.

પંચગીની અંગે વધારે જાણકારી મેળવો તસવીરો સાથે...

તમામ લોકો માટે છે પંચગીની

તમામ લોકો માટે છે પંચગીની

ભલે આપ પહેલીવાર યાત્રા કરી રહ્યા હોવ અથવા હંમેશાથી કરતા આવ્યા હોવ, પંચગીનીની સુંદર પર્વતમાળા દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. દૂર પર્વતોમાંથી સ્વપ્નની જેમ સૂર્યાસ્ત જોવું, સ્ટ્રોબેરી તોડવાની મોસમનો આનંદ ઉઠાવો, નિરાંતે બોટિંગ કરવું, કે પછી પેરાગ્લાઇડિંગનું સાહસ કરવું વગેરે અહીં ઉપલબ્ધ છે અને અહીં આપના વિકલ્પો ક્યારેય ખતમ નથી થાય.

પરફેક્ટ પેરાગ્લાઇડિંગ માટે પંચગીની

પરફેક્ટ પેરાગ્લાઇડિંગ માટે પંચગીની

પંચગીની પશ્ચિમ ભારતમાં સરળતાથી ઉપલબ્ધ એક સરસ પેરાગ્લાઇડિંગ સ્થળ છે. 4500 ફૂટની ઉંચાઇ પર સ્થિત શ્વાસ રોકનાર પર્વતો, તાજા હવાઓ, મંત્રમુગ્ધ કરી દેનાર દ્રશ્ય- અનેક એવા રોમાંચક ઉડાન સ્થળ અનેક સુંદર દ્રશ્યોનો અનુભવ લેવામાં આપની સહાયદા કરે છે. જો આપ પેરાગ્લાઇડિંગમાં નવા નિશાળીયા હોવ તો અનુભવી પાયલટોની સાથે આપ ઉડાનનો વિકલ્પ પસંદ કરી શકો છો.

શું છે પંચગીનીની આસપાસ

શું છે પંચગીનીની આસપાસ

જો આપ પંચગીનીમાં છો તો અહીંના મુખ્ય પ્રવાસન સ્થળ જેવા કે શેરબાગ, ટેબલલેંડ, ધૂમ બાંધ, સિડની પોઇંટ, ભગવાન કાર્તિકેય મંદિરની યાત્રા કરવી ભૂલતા નહીં. આપને બતાવી દઇએ કે મોનસૂન દરમિયાન અત્રેના નજારા જોતા જ બને છે. અત્રે મોનસૂન આ પહાડી સ્ટેશનોના અસલી જાદૂમાં વધારે ખુશીના રૂપમાં પ્રારંભ થાય છે. અત્રેના પહાડો જાદુઇ ઝરણા નાની તથા ઘુમાવદાર ધારાઓથી આચ્છાદિત થઇ જાય છે.

એક વિચિત્ર પરંતુ મોહક હિલ સ્ટેશન છે પંચગીની

એક વિચિત્ર પરંતુ મોહક હિલ સ્ટેશન છે પંચગીની

પંચગીનીમાં ઉપનિવેશી યુગના ઘણા વિલક્ષણ કોટેજ છે. જે ભાડા પર મળી રહે છે, માટે આપ આપના ઘોંઘાટવાળા શહેરથી દૂર રજાઓના દિવસમાં શાંતિની પળો વિતાવી શકો છો. આ સ્થાન ઘણી ઇમારતો અને સ્મારકો, પારસી ઘરો અને અન્ય ઘણા સ્થળો પર ગૌરવ કરે છે જેની વાસ્તુકલા બ્રિટિશ યુગથી પ્રભાવિત છે. પંચગીનીમાં વાયુ પ્રદુષણનું સ્તર ખૂબ જ ઓછુ છે. અને તેને સૌથી વધારે શુદ્ધ વાતાવરણનો દાવો કરે છે. આ વિસ્તારની આબોહવા તે લોકોના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે જેઓ કોઇ બિમારીથી પીડાઇ રહ્યા હોય.

કેવી રીતે જશો પંચગીની

કેવી રીતે જશો પંચગીની

જો આપ મુંબઇથી યાત્રા કરી રહ્યા હોવ તો આપમ મુંબઇ-પુણે રાજમાર્ગનો ઉપયોગ કરી શકો છો જે આપને પહેલા પંચગીની પહોંચાડશે. અથવા આપ મુંબઇથી ગોવા રોડ પર જશો ત્યારે પોલ્હાતપુરથી ડાભે વળ્યા બાદ ઉપર પહાડ પર જતા આપ પહેલા મહાબળેશ્વર પહોંચશો. પંચગીની પર્વતની નીચેના રસ્તા પર છે, જે સતારા તરફ જાય છે. મહારાષ્ટ્રના કોઇપણ ભાગથી સરળતાથી પંચગીની આવી શકાય છે.

પંચગીનીનું હવામાન

પંચગીનીનું હવામાન

પંચગીની ફરવાનો આદર્શ સમય સપ્ટેમ્બરથી મે સુધીનો છે જ્યારે મોનસૂનમાં અત્રે પ્રવાસન ધીમો પડી જાય છે. ઠંડીમાં પંચગીનીનું તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ હોય છે, અને ઉનાળામાં પણ મોટેભાગે અહીંનું તાપમાન ઠંડુ જ હોય છે. પંચગીની આખા વર્ષ માટેનું પ્રવાસન સ્થળ છે. જેથી જૂનથી સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદની મૌસમમાં પણ લોકો અહીં લીલોતરીનો આનંદ માણવા આવી પહોંચે છે, અને ઇશ્વરીય સુંદરતામાં ખોવાઇ જાય છે.

English summary
Here is a Panchgani travel guide to help you out with planning your trip.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X