Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇતિહાસને કંઈક આ રીતે દર્શાવે છે રાજસ્થાનનું આ અજ્ઞાત સ્થળ

રાજસ્થાનના અજમેર શહેરના અંતર્ગત તારાગઢ એક ઐતિહાસિક સ્થળ છે, જે તેના પ્રાચીન કિલ્લાઓ અને દરગાહ માટે જાણીતું છે. બાકીના રાજ્યની જેમ તેની પાસે તેનો પોતાનો ઇતિહાસ પણ છે.

રાજસ્થાનના અજમેર શહેરના અંતર્ગત તારાગઢ એક ઐતિહાસિક સ્થળ છે, જે તેના પ્રાચીન કિલ્લાઓ અને દરગાહ માટે જાણીતું છે. બાકીના રાજ્યની જેમ તેની પાસે તેનો પોતાનો ઇતિહાસ પણ છે. આ ગઢ વિશ્વ વિખ્યાત અજમેર દરગાહની મુલાકાત લેનારા પ્રવાસીઓ દ્વારા વધુ જોવા મળે છે. તમે રાજસ્થાની સંસ્કૃતિ અને મુઘલ સ્થાપત્યને નજીકથી જોઈ શકો છો. ઇતિહાસ અને કલામાં રસ ધરાવતા લોકો માટે આ સ્થાન કોઈ ખજાના કરતાં ઓછું નથી.

ભારતીય ઇતિહાસના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓ સમજવા માટે, તમે અહીં મુલાકાત લઈ શકો છો. આ લેખ દ્વારા, જાણો કે તારાગઢ પોતાના વિવિધ સ્થળો સાથે તમને ખુશ કરી શકે છે. જાણો અહીંના અને આસપાસના પ્રસિદ્ધ દર્શનીય સ્થળો અને આકર્ષણો વિશે.

તારાગઢનો કિલ્લો

તારાગઢનો કિલ્લો

PC- Hemant Shesh

તારાગઢ મુખ્યત્વે તેના ઐતિહાસિક તારાગઢ કિલ્લા માટે જાણીતું છે. આ કિલ્લો અહીંની 800 ફૂટ ઊંચી નાગપહાડી પર આવેલો છે. અજમેર શહેર આ ટેકરીની તળેટીમાં આવેલું છે, જે તેના પ્રસિદ્ધ અજમેર-શરીફ-દરગાહ માટે જાણીતું છે. આ કિલ્લોનું બાંધકામ ઈ.સ.1354 માં કરાવવામાં આવ્યું હતું.

આ ટેકરી પર માઉન્ટેન ટ્રેકિંગનો આનંદ પણ લઇ શકાય છે. એવું માનવામાં આવે છે કે અહીં ક્યારેક રાજપૂતો અને મુઘલો વચ્ચે યુદ્ધ થયું હતું. ઐતિહાસિક રીતે આ કિલ્લો વધુ મહત્વ ધરાવે છે. જો તમે અજમેરમાં આવ્યા હોવ તો તમારે આ કિલ્લાની મુલાકાત જરૂર લેવી જોઈએ.

અજમેર દરગાહ

અજમેર દરગાહ

PC- LRBurdak

આ ઐતિહાસિક સ્થળ રાજસ્થાનના પ્રસિદ્ધ શહેર અજમેરનો એક ભાગ હોવાથી તમે વિશ્વ વિખ્યાત અજમેર-શરીફ-દરગાહની પણ અહીં મુલાકાત લઈ શકો છો. આ પ્રસિદ્ધ દરગાહ એ હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની છે, જેમણે ઈ.સ.1192 માં અજમેરમાં ઇસ્લામ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો. અજમેર શરીફને રાજસ્થાનના મુખ્ય આકર્ષણો પૈકીની એક ગણવામાં આવે છે, જ્યાં વિશ્વના ખૂણે-ખૂણેથી લોકો આ દરગાહમાં ચાદર ચઢાવવા અને માથું ટેકવા માટે આવે છે.

આ સ્થળ માત્ર મુસ્લિમો નહીં પરંતુ તમામ ધર્મોના લોકો દ્વારા જોવા મળે છે. તમને જણાવીએ કે મોટા ભાગના પ્રવાસીઓ આ દરગાહ માટે જ અજમેરની મુલાકાત લે છે.

મીરા સૈયદ હુસૈનની દરગાહ

મીરા સૈયદ હુસૈનની દરગાહ

હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તીના દરગાહ ઉપરાંત તમે અહીં મીરા સૈયદ હુસૈનની દરગાહ પણ જોઈ શકો છો. મીરા સૈયદ હુસૈન તારાગઢના સેના કમાન્ડર હતા, જેઓને સુલ્તાન ગૌરી દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે મીરા સૈયદ હુસૈન આ કિલ્લા માટે રાજપૂતો સાથેની લડાઇમાં બાકીના સૈનિકો સાથે મૃત્યુ પામ્યો હતો. મીરા સૈયદ હુસૈન ખ્વાજા ગરીબ નવાજને ખૂબ વધારે માનતા હતા.

એવું માનવામાં આવે છે કે ખવાજા ગરીબ નવાઝ આ લડાઈ સાંભળી અહીં આવ્યા હતા અને તેઓએ નવાજ-એ-જનજા પછી તેમના અનુયાયીઓ સાથે મળીને તેમણે મીરા સૈયદ અને અન્ય શહીદોને અહીં દફન કર્યા હતા. આ દરગાહ એક રીતે મીરા સૈયદને શ્રદ્ધાંજલિ છે.

આધે દિન કા ઝોંપડા

આધે દિન કા ઝોંપડા

PC-Varun Shiv Kapur

ભૂતકાળ સાથે સંકળાયેલા સ્થળોમાં તમે તારગઢ પહાડીની તળેટીમાં આધે દિન કા ઝોંપડાનું ઐતિહાસિક માળખું પણ જોઈ શકો છો. ઐતિહાસિક રીતે આ સ્થળનું ઘણું મહત્વ છે.

આધે દિન કા ઝોંપડા એક પ્રાચીન મસ્જિદ છે, જે મોહમ્મદ ગૌરી દ્વારા બાંધવામાં આવી હતી. આ સંરચનાનું બાંધકામનું કામ 1192 માં શરૂ થયું અને તેને 1199 માં બનાવીને તૈયાર કરી દીધું હતું. ઇતિહાસની વધુ સારી સમજ માટે, તમે આ સ્થાન તારાગઢ યાત્રામાં પણ સામેલ કરી શકો છો.

રૂપનગઢનો કિલ્લો

રૂપનગઢનો કિલ્લો

PC- SimonP

ઐતિહાસિક સ્થળોમાં તમે કિશનગઢમાં આવેલા રૂપનગઢના કિલ્લાની મુલાકાત લઈ શકો છો. આ કિલ્લો તારાગઢ પહાડીથી દૂર નથી. કિલ્લાનું બાંધકામ ઈ.સ.1648 માં થયું હતું. આ કિલ્લાનું નામ મહારાજા રૂપ સિંહ પરથી રાખવામાં આવ્યું હતું. હાલમાં, આ કિલ્લો ફૂલ માલા પેલેસ નામની હોટલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે.

ઐતિહાસિક રીતે આ કિલ્લો વધુ મહત્વનો છે. ઇતિહાસમાં રસ ધરાવનાર આ કિલ્લાની મુલાકાત લઈ શકે છે. કિશનગઢ તેના સુંદર દૃશ્યાવલિ માટે પણ જાણીતું છે. તારાગઢ અને તેની આસપાસના સ્થળોએ આ ખાસ સ્થાનો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X