• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમે સાઉથમાં ફરવા તો ગયા હશો પણ શું આ 10 જગ્યાઓ પર ગયા છો?

|

સાઉથ ઇન્ડિયામાં પ્રવાસની વાત નીકળે એટલે આપણા ગુજરાતીઓ ચિલા ચાલુ કેરળ, તિરૂપતિ, ઊંટી, મુનાર જેવી જગ્યાઓના નામ આપવા લાગે.

આપણા ગુજરાતીઓને ફરવાનો શોખ જબરો છે તે વાત તો માની પણ શું તમે મુનાર, ઊંટી, કેરળ સિવાય સાઉથના કેટલાક અજાણ્યા પણ પ્રાકૃતિક સૌદર્યંથી ભરપૂર તેવા પર્યટક સ્થળો પર ગયા છો?

તો પછી આજે અમે તમને આવા જ કેટલાક નવા સ્થળો વિષે વાત કરીશું. જે સાઉથ ઇન્ડિયામાં આવેલા છે અને જો તમે બેંગ્લોર, હૈદરાબાદ કે ચેન્નઇમાં રહેતા હોવ તો ખાસ આ સ્થળો પર જજો. કારણ કે તે તમારા શહેરની આસપાસ જ છે. તો ચલો હું તમને સાઉથના આ 10 નવા પર્યટન સ્થળો વિષે જણાવું આ ફોટો સ્લાઇડરમાં...

વારંગલ

વારંગલ

દક્ષિણ પૂર્વ અને ઉત્તરી તેલંગાનામાં આવેલ આ આકર્ષક શહેર વારંગલ ભારતના દક્ષિણ રાજ્ય આંધ્રપ્રદેશનો ભાગ. કકાતિયા શાસકોએ અહીં 12મી થી 14 સદી સુધી રાજ કર્યું. વારંગલને વિશાળ પથ્થર કાપીને બનાવામાં આવ્યું છે. આ શહેર વાસ્તુકળા અને સમુદ્ઘ ઇમારતોનું ઘર છે.

પોર્ટ બ્લેયર

પોર્ટ બ્લેયર

અંડમાન નિકોબાર દ્વિપ સમૂહની રાજધાની પોર્ટ બ્લેયર હવે ખૂબ જ આકર્ષક રોમાંચક પર્યટન સ્થળ બની ચૂક્યું છે. જે પહેલા કાળા પાની તરીકે ઓળખાતું હતું પણ હવે તે તીર્થ સ્થળોનું શહેર બની ગયું છે.

બાદામી

બાદામી

કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં આવેલ ચાલુક્ય રાજવંશની રાજધાની એવા બાદામી શહેર તેની ગુફાઓના લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. વધુમાં અહીંના ત્રણ શિવ મંદિરો અને કિલ્લો પણ જોવા લાયક છે.

વિજયવાડા

વિજયવાડા

બૈજવાડા કે વિજયવાડાના નામથી પ્રખ્યાત આ શહેર આંધ્રપ્રદેશનું એક ઐતિહાસિક શહેર છે. જે ત્રણ તરફથી પાણી અને એક તરફથી પહાડથી ધેરાયેલું છે. તમે અહીં મંદિર અને ગુફાઓનો વિશાળ સંગમ જોઇ શકશો.

ઇરોડ

ઇરોડ

તમિલનાડુનું શહેર ઇરોડ એક ખૂબ જ આકર્ષક જગ્યા છે. અહીંની કપડા અને હસ્તકળા ખૂબ જ પ્રખ્યાત છે. માટે જ તેને "લૂમ સીટી ઓફ ઇન્ડિયા" કે "ટેક્સવેલી" પણ કહેવાય છે. તમે અહીંથી ચાદર, ટુવાલ, લૂંગી, સાડીઓ, પ્રિન્ટેડ કપડા ખરીદી શકો છો. વધુમાં તીર્થસ્થળો તરીકે પણ આ શહેર વખણાય છે.

બેકલ

બેકલ

કેરળમાં આવેલ બેકલ શહેર અરબ સાગરના તટ પર આવેલ સુંદર બીચ છે. બેકલ શબ્દ "બલિઅકુલમ" નામથી પડ્યો છે જેનો મતલબ થાય છે "મોટો મહેલ". બેકલના કિલ્લા સિવાય અહીંના બીચ ખૂબ જ આકર્ષક છે.

ડિંડીગુલ

ડિંડીગુલ

તમિલનાડુમાં આવેલ ડિંડીગુલ એક સુંદર જગ્યા છે. આ શહેર પિલાની અને સુરુમલાઇ પહાડોમાં વસ્યું છે. અહીં તમે શાહી કિલ્લા અને નદીઓની જોવાની સાથે જ 300 વર્ષ જૂનું રોમન ચર્ચ પણ જોઇ શકશો. ડિંડીગુલ એક સુંદર હિલ સ્ટેશન છે.

અગુમ્બે

અગુમ્બે

તમને ટ્રેકિંગ પસંદ હશે તો તમે આ સ્થળનું નામ સાંભળ્યું જ હશે કારણકે આ છે ટ્રેકરનું સ્વર્ગ. કર્ણાટકના શિમોગા જિલ્લામાં આવેલ આ શહેર તેના હરિયાળા અને ધુમ્મસથી છવાયેલા પહાડો, વન્ય પશુ પંખીઓ માટે જાણીતું છે.

દેવીકુલમ

દેવીકુલમ

કેરળનું ખૂબજ પ્રસિદ્ધ પ્રાકૃતિક સ્થળ એટલે દેવીકુલમ. તેની પ્રાકૃતિક સુંદરતા માટે તે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીંના કળ કળ વહેતા ઝરણાં. મખમલી ધાસ અને તળાવો તમને મંત્રમુગ્ધ કરી દેશે.

માહે

માહે

પોંડિચેરી પાસે આવેલ માહે શહેર તેના બોટ હાઉસ માટે લોકપ્રિય છે અહીં તમે સ્પીડ બોટ, પેડલબોટની મઝા માણી શકો છો. અહીંનું વાતાવરણ એકદમ શાંત અને પ્રાકૃતિમય હોય છે જે પ્રવાસીઓને તેની તરફ આકર્ષે છે.

English summary
Explore South India during this summer vacation. Here you can see the natural beauty of these locations, get goodies for your loved ones and explore the attractions the places have to offer.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more