For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યારેક સુદામાપુરી તરીકે જાણીતું હતું ગુજરાતનું આ શહેર

|
Google Oneindia Gujarati News

પોરબંદર ગુજરાતનું બંદર ધરાવતું એક પ્રાચીન શહેર છે. કટિહારના તટ પર સ્થિત આ શહેર સામાન્ય રીતે ગાંધીજીના જન્મસ્થળના રૂપમાં જાણીતું છે. પોરબંદર પક્ષી અભ્યારણ્ય, મિયાની બીચ, બરડા હિલ્સ વન્યજીવ અભ્યારણ્ય, કીર્તિ મંદિર, પોરબંદર તટ, પોરબંદરમાં યાત્રા કરવા માટે મહત્વપૂર્ણ સ્થળોમાના છે. કીર્તિ મંદિર જે ગાંધીજી અને તેમના પૂર્વજોનું નિવાસ્થાન છે, તેને હવે એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે. અહી સ્થિત ભરત મંદિર મૂર્તિઓ તથા ભારતીય વિરાસતના ચિંત્રોને પ્રદર્શિત કરતું એક સંગ્રહાલય પણ છે.

બરડા હિલ વન્યજીવ અભ્યારણ્ય, રાણાવાવ અથવા પોરબંદરની પૂર્વ રિયાસતની એક ખાનગી સંપત્તિ હતું. તેથી આજે પણ તેને રાણા બરડા થવા જામ બરડાના નામથી ઓળખવામાં આવે છે, કારણ કે ‘રાણા' અથવા ‘જામ' શબ્દનો અર્થ રાજા થાય છે. અભ્યારણ્યની આસપાસ બંજર ભૂમિ, વન તથા કૃષિ ક્ષેત્ર છે. આ જંગલમાં વિભિન્ન જંગલી જાનવરો અને વનસ્પતિઓની એક વિસ્તૃત વિવિધતા છે.

પોરબંદર સુદામાપુરીના નામથી પણ જાણીતું હતું, કારણ કે ભારતીય પૌરાણિક કથાઓ અનુસાર આ સ્થળ કૃષ્ણના મિત્ર સુદામાનું જન્મ સ્થળ છે. ખોદકામ દરમિયાન હડપ્પાના અવશેષ ભેટ દ્વારકા સમયના અવશેષો દર્શાવે છે. 16મી સદી દરમિયાન જેતવા રાજપૂત કબીલો પોરબંદરમાં સત્તારૂઢ પરિવાર હતો અને તે ગુજરાતના મોગલ રાજ્યપાલને આધિન એક રાજ્ય હતું.

બાદમાં, આ ગાયકવાડ અને પેશવાઓના શાસનને આધિન આવ્યું અને અંતમાં તે બ્રિટિશ શાસનને આધિન આવી ગયું. મોગલો, પેશવાઓ તથા બ્રિટિશ શાસન દરમિયાન પોરબંદર પૂર્વ આફ્રિકા, અરબ અને ફારસની ખાડી જેવા દેશો માટે જહાજી વ્યપારનું એક સક્રિય કેન્દ્ર હતું. ભારતની આઝાદી દરમિયાન, કાઠિયાવાડના સંયુક્ત રાજ્યના એક ભાગ સ્વરૂપે પોરબંદર ગુજરાતના રાજ્યના રૂપમાં ભારતમાં સામેલ થઇ ગયું. ચાલો તસવીરો થકી જોઇએ પોરબંદરને.

પોરબંદર તટ

પોરબંદર તટ

પોરબંદરમાં આવેલો એક તટ

પોરબંદર તટ

પોરબંદર તટ

પોરબંદરમાં આવેલો એક તટ

પોરબંદર તટ

પોરબંદર તટ

પોરબંદરમાં આવેલો એક તટ

પોરબંદર તટ

પોરબંદર તટ

પોરબંદરમાં આવેલો એક તટ

બરડા હિલ્સ વન્યજીવ અભ્યારણ્ય

બરડા હિલ્સ વન્યજીવ અભ્યારણ્ય

પોરબંદરમાં આવેલું બરડા હિલ્સ વન્યજીવ અભ્યારણ્ય

બરડા હિલ્સ વન્યજીવ અભ્યારણ્ય

બરડા હિલ્સ વન્યજીવ અભ્યારણ્ય

પોરબંદરમાં આવેલું બરડા હિલ્સ વન્યજીવ અભ્યારણ્ય

English summary
Porbandar is an ancient port city of Gujarat. Situated at the coast of Kathiabar, it is commonly known as the birthplace of Gandhiji.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X