For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રંગીલું રાજકોટ ક્યારેક કહેવાતું હતું માસુમાબાદ

|
Google Oneindia Gujarati News

રાજકોટ, સૌરાષ્ટ્ર રાજ્યના પૂર્વ પાટનગર તરીકે જાણીતુ છે. જો કે, રાજકોટ હવે કોઇ પાટનગર નથી, પરંતુ તેનો ઇતિહાસ ઘણો સુંદર અને ગરિમાપુર્ણ છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિના કારણે અહીં પ્રવાસી મોટી માત્રામાં ફરવા માટે આવે છે. બ્રિટિશ કાળમાં રાજકોટને ઘણી માન્યતા પ્રાપ્ત હતી. રાજકોટને 1620 ઇ.માં ઠાકુર સાહેબ વિભોવાજી અજીજો જાડેજા, જામનગર શાહી વંશજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.

રાજકોટનું નામ સહ-સંસ્થાપક રાજૂ સિંધી બાદ નામિત કરવામાં આવ્યું હતું. ઠાકુર સાહેબને ગુજરાતમાં મોગલ સમ્રાટના ક્ષેત્રને છોડાવવામાં મદદ કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બધામાં તેમણે સ્થાનિક કાઠી જનજાતિનો સામનો કર્યો અને જુનાગઢના શાસકની શક્તિ બન્યા. 1720માં રાજકોટ પર જુનાગઢના શાસકના એક અધિકારી માસુમ ખાને વિજય પ્રાપ્ત કર્યો. 1722માં તેનુ નામ બદલીને માસુમાબાદ કરી દેવામાં આવ્યું. આ શહેરને 8 ફૂટ ઉંચી મોટી દિવાલ અને 8 દ્વારોથી સજાવવામાં આવ્યું. આ તમામ દ્વાર અને દિવાલો લોખંડની બનેલી હતી.

અહીંના અંતિમ દ્વારને ખાદકી નાકા નામ આપવામાં આવ્યું હતું, જે કોઇપણ પ્રકારની સ્પાઇક્સ વગર બનાવેલું હતું અને તે નકલંક મંદિરની રક્ષા માટે બનાવવામાં આવ્યું હતું. બેડી નાકા અને રાયકા નાકા, બે દ્વાર આજે પણ અસ્તિત્વમાં છે અને તેને બ્રિટિશ કાળમાં પુનઃ બનાવવામાં આવ્યા હતા અને ત્રણ માળના ક્લોક ટાવરમાં બદલી નાખવામાં આવ્યા હતા.

બ્રિટિશ રાજ દરમિયાન રાજકોટમાં કળા, સંસ્કૃતિ અને શિક્ષા ક્ષેત્રમાં વધારે વિકાસ થયો છે. અનેક મહત્વપૂર્ણ ઇમારતો, જેમ કે, રાજકુમાર કોલેજ, ધ વોટસન સંગ્રહાલય, ધ લેંગ લાઇબ્રેરી, ધ કનોટ હોલ અને એક મેસોનિક લોજ વિગેરે એ કાળમાં બનાવવામાં આવી હતી. બ્રિટિશ સંરક્ષણમાં રાજકોટ, એક મહત્વપૂર્ણ શિક્ષા કેન્દ્ર બની ગયું અને એવા બુદ્ધિજીવીઓને જન્મ આપ્યો કે જેમણે આઝાદીની લડાઇનું નેતૃત્વ કર્યું. ગાધીજીએ પોતાના શિક્ષણનો શરૂઆતનો સમય આલ્ફ્રેડ હાઇસ્કુલ રાજકોટમાં વિતાવ્યો હતો. જેના હાલ ગાંધી વિદ્યાલયના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી, જ્યાં તેમણે સ્વદેશી આંદોલન ચલાવ્યુ અને ખાદી પર ભાર મુક્યો. ચાલો તસવીરોમાં જોઇએ રંગીલા રાજકોટને.

હિંગોળગઢ

હિંગોળગઢ

રાજકોટમાં હિંગોળગઢ

હિંગોળગઢનો અંદરનો નજારો

હિંગોળગઢનો અંદરનો નજારો

રાજકોટના હિંગોળગઢનો અંદરનો નજારો

ગુફાનું અંદરનું દ્રશ્ય

ગુફાનું અંદરનું દ્રશ્ય

રાજકોટની ખંભાલિદા ગુફાનું અંદરનું દ્રશ્ય

ગુફાનું સામેનું દ્રશ્ય

ગુફાનું સામેનું દ્રશ્ય

રાજકોટની ખંભાલિદા ગુફાનું સામેનું દ્રશ્ય

કોતરણી

કોતરણી

રાજકોટની ખંભાલિદા ગુફામાં કોતરણી

જેતપુર

જેતપુર

રાજકોટના જેતપુરમાં મુદ્રિત અને રંગાયેલું ફૈબ્રિક

રાષ્ટ્રીય શાળા

રાષ્ટ્રીય શાળા

રાજકોટમાં આવેલી રાષ્ટ્રીય શાળા

બંગળી બજાર

બંગળી બજાર

રાજકોટમાં આવેલી બંગળી બજાર

શ્રી રામકૃષ્ણ મઠ

શ્રી રામકૃષ્ણ મઠ

રાજકોટમાં આવેલો શ્રી રામકૃષ્ણ મઠ

બંજાણા

બંજાણા

રાજકોટના બંજાણાની અંદરની તસવીર

રોયલ સફારી

રોયલ સફારી

રાજકોટનું બંજાણા, રોયલ સફારી

દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ

દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ

રાજકોટનું ટંકારા, દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ

કબા ગાંધીનો ડેલો

કબા ગાંધીનો ડેલો

રાજકોટમાં કબા ગાંધીના ડેલામાં ગાંધી સ્મૃતિ

રાજકુમાર કોલેજ

રાજકુમાર કોલેજ

રાજકોટમાં આવેલી રાજકુમાર કોલેજ

વાટસન સંગ્રહાલય

વાટસન સંગ્રહાલય

રાજકોટમાં આવેલા વાટસન સંગ્રહાલયમાં વિક્ટોરિયા મૂર્તિ

રાજકોટની એક તસવીર

રાજકોટની એક તસવીર

રાજકોટ શહેરની એક તસવીર

English summary
Rajkot is famous as the capital of the former state of Saurashtra. Rajkot, though no more a capital, has always had a glorious past and still is a favourite tourist spot due to the historic remains from the British era and also the hospitality of the Rajkot people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X