For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબરીમાલા, કેરળનું એક પવિત્ર સ્થળ

|
Google Oneindia Gujarati News

સબરીમાલા, સમૃદ્ધ જંગલોની મધ્ય સ્થિત આ પ્રસિદ્ધ હિન્દુ તીર્થ છે. પશ્ચિમી ઘાટ પર્વત શ્રેણીમાં સ્થિત આ સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય આજે પણ પોતાના પ્રાચીન રૂપમાં છે. નવેમ્બર-ડિસેમ્બરના પવિત્ર મહિનામાં, જે મલયાલમ કેલેન્ડર અનુસાર મંદાલાકલા ઋતુ છે, કરોડો લોકો આ સ્થળે આવે છે. આ એક વાર્ષિક તીર્થનો સમય છે અને વિભિન્ન જાતિ, શ્રે્ણી, વિત્તીય પૃષ્ઠભૂમિના લોકો આખા દેશ અને વિદેશીથી મોટી સંખ્યામાં સબરીમાલા આવે છે.

સબરીમાલાનો શાબ્દિક અર્થ છે સબરી(રામાયણનું એક પૌરાણિક ચરિત્ર)ની પર્વત શ્રેણી. સબરીમાલા પર્વત, પથાનમથીટ્ટા જિલ્લાના પૂર્વ તરફ સ્થિત છે અને આ વિસ્તાર પેરિયાર ટાઇગર હિલ રિઝર્વ અંતર્ગત આવે છે, જે કેરળના સૌંદર્યની વિશેષતાના આદર્શ રૂપને ગ્રહણ કરે છે. સબરીમાલાના મુખ્ય મંદિરના ઇષ્ટદેવ ભગવાન અયપ્પા અથવા સ્વામી અયપ્પા છે. એ વ્યક્તિ જે સબરીમાલા તીર્થયાત્રા પર આવવા માગે છે, તેમણે 41 દિવસો સુધી માંસાહરી ભોજન અને સાંસારિક સુખોથી પરહેજ કરવું જોઇએ. મંદિર તરફ એક લાંબી યાત્રા હર્યાભર્યા વૃક્ષો, નદીઓ, ચરાગાહ જોવા મળે છે અને પ્રત્યેક વ્યક્તિને પોતાના જીવનમાં ઓછામાં ઓછો એકવાર આ રસપ્રદ અનુભવ લેવો જોઇએ.

તીર્થયાત્રા નવેમ્બર મહિનાની મધ્યથી પ્રારંભ થઇને જાન્યુઆરીના ચોથા સપ્તાહમાં સમાપ્ત થાય છે. સબરીમાલા ટાઉનશિપ હંમેશા તીર્થયાત્રીઓ, દુકાનો, હોટલની જેમ વ્યસ્ત હોય છે, જો કે અહી કોઇ સ્થાનિક રહેવાસી નથી. મંડલપુજા અને મકરવિલાક્કૂ સબરીમાલાના બે મુખ્ય તહેવાર છે. સબરીમાલામાં એક પવિત્ર સ્થળ છે, જે મુસ્લિમ સંત વાવરુ સ્વામીને સમર્પિત છે અને આ કારણે આ સ્થળ ધાર્મિક સહનશીલતા અને સદ્ભાવનુ એક આદર્શ છે, તો ચાલો તસવીરો થકી નિહાળીએ સબરીમાલાને.

વાવર તીર્થ

વાવર તીર્થ

સબરીમાલામાં આવેલું વાવર તીર્થ

વાવર તીર્થ

વાવર તીર્થ

સબરીમાલામાં આવેલું વાવર તીર્થ

અયપ્પા મંદિર

અયપ્પા મંદિર

સબરીમાલામાં અયપ્પા મંદિર, ભક્ત

અયપ્પા મંદિર

અયપ્પા મંદિર

સબરીમાલામાં અયપ્પા મંદિર, શ્રીકોવિલ

અયપ્પા મંદિર

અયપ્પા મંદિર

સબરીમાલામાં અયપ્પા મંદિરનો અંદરનો નજારો

English summary
Sabarimala is a famed Hindu pilgrimage spot located amidst the conclave of luxuriant forests. Situated in the Western Ghat mountain ranges, this place enjoys nature’s pristine beauty as gurgling streams and river Pamba caress its sides. One can see millions of people flocking this place in the holy months of November-December which is the Mandalakala season according to the Malayalam calendar. This is an annual pilgrim season and devotees form all over India and abroad throng Sabarimala, irrespective of their classes, castes and financial backgrounds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X