For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાની અમુક જગ્યાઓ જેના પરથી ફ્લાઈટો પસાર ના થઈ શકે, એટલે કે નો ફ્લાય ઝોન

દુનિયાની અમુક જગ્યાઓ એવી છે જેના પરથી ફ્લાઈટો ઉડી શકતી નથી. તેને નો ફ્લાય ઝોન કહેવામાં આવે છે. આવો જાણીએ દુનિયાના આવા સ્થળો વિશે.

|
Google Oneindia Gujarati News

No Fly Zones: ફ્લાઈટમાં બેસવાનો મોકો તો તમને ઘણી વાર મળ્યો હશે. ફ્લાઈટમાં બેઠા-બેઠા આકાશમાંથી વાદળો, સમુદ્રના નઝારા જોવા એક અદભૂત લ્હાવો છે. પરંતુ દુનિયાની અમુક જગ્યાઓ એવી છે જેના પરથી ફ્લાઈટો ઉડાવવી પ્રતિબંધિત છે. આવી જગ્યાઓને નો ફ્લાય ઝોન કહેવામાં આવે છે. જો કે નો ફ્લાય ઝોન સ્થાયી અને અસ્થાયી બંને પ્રકારના હોઈ શકે છે.

બે પ્રકારના હોય છે નો ફ્લાય ઝોન

બે પ્રકારના હોય છે નો ફ્લાય ઝોન

અસ્થાયી નો ફ્લાય ઝોનની વાત કરીએ તો જ્યારે કોઈ પણ રાષ્ટ્રીય કે અન્ય મહત્વના કાર્યક્રમો દરમિયાન સરકાર એ જગ્યાને અમુક સમય માટે નો ફ્લાય ઝોન જાહેર કરે છે. ઘણી વાર યુદ્ધના સ્થળને પણ નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે છે. તેનાથી ઉલટુ, દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે કાયમ માટે નો ફ્લાય ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. આવો જાણીએ આવી જગ્યાઓ વિશે જેના પર ફ્લાઈટો ઉડાડી શકાતી નથી.

તાજમહેલ, આગ્રા

તાજમહેલ, આગ્રા

દુનિયાની સાતમી અજાયબી એટલે કે આગ્રામાં સ્થિત તાજમહેલ પોતાની વાસ્તુકલા અને સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. યુનેસ્કોએ 1983માં તેને વૈશ્વિક વારસાના સ્થળ તરીકે નામિત કર્યુ હતુ. રિપોર્ટ મુજબ સરકારે તાજમહેલ અને અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષાને જોતા 2006માં તેને નો ફ્લાય ઝોન સ્થળ જાહેર કરી દીધુ હતુ. આ ઉપરાંત પુરીના જગન્નાથ ધામ પરથી પણ ફ્લાઈટો ઉડાડવાની મંજૂરી નથી.

ડિઝની પાર્ક, કેલિફૉર્નિયા

ડિઝની પાર્ક, કેલિફૉર્નિયા

કેલિફોર્નિયાનો ડિઝની પાર્ક દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ એક અદભૂત સ્થળ છે, જે તેના નામ જેટલુ જ જાદુઈ છે. આ જાદુઈ સ્થળ ઉપર ફ્લાઈટ્સ ઉડાવવામાં આવતી નથી, તે 'નો ફ્લાય ઝોન પ્લેસ' છે. મીડિયા રિપોર્ટ મુજબ 9/11ના હુમલા બાદ ડિઝની પાર્કની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

માચુ પિચ્ચુ, પેરુ

માચુ પિચ્ચુ, પેરુ

વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ પેરુનુ માચુ પિચ્ચુ પણ 'નો-ફ્લાય ઝોન પ્લેસ'માંથી એક છે. તે વિશ્વની સૌથી પ્રખ્યાત જગ્યાઓમાંથી એક છે, દુનિયાભરના પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. આ સ્થળ તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતુ છે. આ સિવાય અહીંના દુર્લભ વન્યજીવો અને છોડ પણ ખૂબ પ્રખ્યાત છે, જે માત્ર અહીં જ ઉગે છે.

મક્કા, સાઉદી અરબ

મક્કા, સાઉદી અરબ

સાઉદી અરેબિયામાં સ્થિત મક્કાને ઇસ્લામ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ માનવામાં આવે છે. આ પવિત્ર સ્થળ ઉપર કોઈપણ વિમાનને ઉડવાની મંજૂરી નથી. આ સ્થળ 'નો ફ્લાય ઝોન પ્લેસ'માંનુ એક છે.

તિબેટ

તિબેટ

તિબેટને વિશ્વના સૌથી ઊંચા સ્થાનોમાંથી એક ગણવામાં આવે છે. તેની સરેરાશ ઊંચાઈ 16000 ફૂટ સુધી છે. આ સુંદર જગ્યા ઉપર વિમાન ઉડવા પર પ્રતિબંધ છે. સુરક્ષાની દૃષ્ટિએ આ જગ્યાને 'નો ફ્લાય ઝોન'ની શ્રેણીમાં રાખવામાં આવી છે.

બકિંગઘમ પેલેસ, યુકે

બકિંગઘમ પેલેસ, યુકે

યુનાઇટેડ કિંગડમમાં બકિંગહામ પેલેસ ઉપરથી વિમાન ઉડવા પર પ્રતિબંધ છે. આ જગ્યા 'નો ફ્લાય ઝોન'માં આવે છે. આ મહેલમાં બ્રિટનનો રાજવી પરિવાર રહે છે અને તેમની ઑફિસ પણ અહીં છે. આ સુંદર મહેલ અને રાજવી પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, બ્રિટનની 10 ડાઉનિંગ સ્ટ્રીટ, સંસદના ગૃહો અને યુકેના વડા પ્રધાનનુ સત્તાવાર નિવાસસ્થાન પણ 'નો ફ્લાય ઝોન'માં સામેલ છે.

English summary
Some places in the world are no fly zones, flights can not pass through
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X