બેંગ્લોર ટૂ મૈસૂર વાયા રોડ, આ સ્થળોનો કરો નજારો

Posted By:
Subscribe to Oneindia News

વીકેન્ડ આવતા જ કામ અને તણાવથી દૂર રહેવા માટેના આયોજનો ઘડાવા લાગે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે પાંચ દિવસ કામ કર્યા બાદ તેને થોડોક સમય પોતાના માટે મળે. જો તમે બેંગ્લોરમાં રહો છો અને અમે તમને પૂછીએ કે આ વીકેન્ડમાં તમે બેંગ્લોરથી ક્યાં ક્યાં જઇ શકો છો? તો કદાચ વિકલ્પોની અધિકતાના કારણે તમે જવાબ આપો કે અમે વીકેન્ડમાં કૂર્ગ મૈસૂર જેવા અનેક સ્થળો પર જઇ શકીએ છીએ.

તો ચાલો આજે અમે તેમને જાણવી દઇએ કે આવતા વીકેન્ડ પર તમે બેંગ્લોરથી મૈસૂર કયા શાનદાર રૂટ પર જઇ શકો છો, જેની ગણના દક્ષિણના સૌથી સુંદર રૂટોમાં થાય છે, જ્યાં તમને એક સાથે ઘણું બધું જોવા મળી શકે છે. નોંધનીય છે કે બેંગ્લોરથી મૈસૂર માત્ર 145 કિ.મીના અંતર પર છે, પરંતુ આજે અમે તમને એક એવી રૂટથી અવગત કરાવીશું, જ્યાં તમે કર્ણાટકના અનેક લોકપ્રીય પ્રવાસન સ્થળોને એકસાથે જોઇ શકશો. જી હાં, બેંગ્લોરથી મૈસૂર વચ્ચેનો આ રૂટ ઘણો રસપ્રદ છે, પરંતુ આ રૂટ પર જતા તમને છ કલાક લાગશે અને તમારે અંદાજે 270 કિ.મીની યાત્રા કરવી પડશે.

આ ટ્રીપની શરૂઆત અંગે અમે તમને જણાવી દઇએ કે, આ ટ્રીપ મૈસૂર જલદી પહોંચવા માટે નહીં પરંતુ તમને બેંગ્લોર અને મૈસૂર વચ્ચેના મુખ્ય આકર્ષણોથી અવગત કરાવવા માટે છે. તો શાંતિ જાળવીને નીકળી જાઓ આ યાત્રા પર અને બનાવો તમારી વીકેન્ડ યાત્રાને હંમેશા માટે યાદગાર. ચાલો તસવીરો થકી જાણીએ આ સ્થળો અંગે. 

રામનગરમ

રામનગરમ

બેંગ્લોરથી મૈસૂર વચ્ચે તમે જે પહેલા ડેસ્ટિનેશને પહોંચશો તે છે, રામનગરમ. તમે 1970માં બનેલી ફિલ્મ શોલે જોઇ હશે, અને હાથોમાં બેલ્ટ લઇને પર્વતો પર ચાલતા ગબ્બરને જોયો હશે. જી હાં, આ ઓલ ટાઇમ ગ્રેટ ફિલ્મનું શૂટિંગ અહી થયું છે.

માંડ્યા

માંડ્યા

રામગનરમથી તમે જ્યારે 50 કિમી આગળ જશો તો રસ્તામાં માંડ્યા આવશે, જે કર્ણાટકનું વધુ એક પ્રસિદ્ધ ડેસ્ટિનેશન છે. માંડ્યાથી થોડેક આગળ જતા મતને મદ્દૂર મળશે જે પોતાના મદ્દૂર વડા માટે જાણીતું છે. માંડ્યાના ગંજમમાં તમે ટીપુ સુલ્તાનના બચેલા અવશેષોને જોઇ શકો છો અને જો તમે ઇચ્છો તો રંગનથિટ્ટૂ પક્ષી અભ્યારણ્યની યાત્રા પણ કરી શકો છો.

શિવાનાસમુદ્ર

શિવાનાસમુદ્ર

માંડ્યાથી 58 કિમી દૂર કર્ણાટકનો એક ઘણો જ લોકપ્રીય વોટરફોલ છે. આ વોટરફોલનુ નામ શિવાનાસમુદ્ર વોટરફોલ છે. આ ફોલ ઉપરાંત તમે ઇચ્છો તો બારાચુક્કી અને ગગનાચુક્કી ફોલને પણ જોઇ શકો છો.

તલકાડૂ

તલકાડૂ

શિવાનાસમુદ્રથી 28 કિમી દૂર તલકાડૂ એ સ્થળ છે જ્યાં તમને અનેક મંદિરો જોવા મળશે. આ સ્થળને ખોવાયેલા મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે, એક સમયે અહીં 30થી વધારે મંદિર હતા, જે 16મી સદીમાં અહી રેતી તળે દબાઇ ગયા હતા.

શ્રીરંગાપટ્નમ

શ્રીરંગાપટ્નમ

દેશના ઐતિહાસિક શહેરોમાં સામેલ શ્રીરંગાપટ્નમ તલકાડૂથી 63 કિમી દૂર છે. અહીં આવ્યા બાદ તમે ભગવાન વિષ્ણુને સમર્પિત શ્રીરંગનાથસ્વામી મંદિર અવશ્ય જાઓ. આ શહેરની શૈલી અને વાસ્તુકળા આવનારા કોઇપણ પ્રવાસીનું મન મોહી શકે છે.

મૈસૂર

મૈસૂર

શ્રીરંગાપટ્નમથી મૈસૂરનું કુલ અંતર 20 કિમી છે. મૈસૂરમાં જોવા માટે ઘણું બધું છે.

મેપ

મેપ

આ રૂટ મેપના માધ્યમથી તમે બેંગ્લોર અને મૈસૂરના અંતરને જોઇ શકો છો.

English summary
What's the closest place you can travel from Bangalore during a weekend? You have enough options from Bangalore as it is close to many touristy places like Coorg, Mysore, and many other places.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.