અહીંની સાદગીમાં છે ગજબની સુંદરતા
અરૂણાચલ પ્રદેશના સૌથી પશ્ચિમમાં સ્થિત તવાંગ જિલ્લો પોતાની રહસ્યમય અને જાદૂઇ સુંદરતા માટે જાણીતો છે. સમુદ્ર તટથી 10 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત આ જિલ્લાની સરહદ ઉત્તરમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભુતાન અને પૂર્વમાં પશ્ચિમ કમેંગના સેલા પર્વતની શ્રેણીને અડેલું છે. એવું માનવામાં આવે છે કે, તવાંગ શબ્દની વ્યુત્પત્તિ તવાંગ ટાઉનશીપના પશ્ચિમ ભાગની સાથો-સાથ સ્થિત પર્વત શ્રેણી પર બનેલા તવાંગ મઠના કારણે છે. ‘તા'નો અર્થ થાય છે, ઘોડા અને ‘વાંગ' અર્થ થાય છે, પસંદ કરેલા.
પૌરાણિક કથાઓ અનુસાર આ સ્થળની પસંદગી મેરાગ લામા લોડ્રે ગ્યામત્સોના ઘોડાએ કર્યો હતો. મેરાગ લામા લોડ્રે ગ્યામત્સો એક મઠ બનાવવા માટે કોઇ ઉપયુક્ત સ્થળની શોધી કરી રહ્યાં હતા. તેમને એવું કોઇ સ્થળ મળી રહ્યું નહોતું, જેથી તેમણે દિવ્ય શક્તિમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવાનો નિર્ણય કર્યો. પ્રાર્થના બાદ જ્યારે તેમણે આંખો ખોલી તો જોયું કે તેમનો ઘોડો ત્યાં નહોતો.
તેઓ તત્કાળ પોતાનો ઘોડો શોધવા લાગ્યા, અનેક મથામણ બાદ તેમણે પોતાનો ઘોડો એક પર્વતની ચોટી પર જોયો. અંતતઃ આ જ ચોટી પર મઠનું નિર્માણ કરવામાં આવ્યું અને તવાંગ શબ્દની વ્યુત્પત્તિ થઇ. પ્રાકૃતિક સુંદરતાના મામલે તવાંગ ઘણું જ સમૃદ્ધ છે અને તેની સુંદરતા કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. અહીં સુરજનું પહેલું કિરણ સૌથી વહેલા બરફથી ઢંકાયેલી ચોટીઓ પર પડે છે અને આ નજારો જોવા લાયક છે અને જ્યારે સુરજનું અંતિમ કિરણ અહીંથી પસાર થાય છે ત્યારે આખું આકાશ અગણિત તારાઓથી ભરાઇ જાય છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ અરૂણાચલ પ્રદેશ પ્રદેશના ગજબની સુંદરતા.

તવાંગ યુદ્ધ સ્મારક
આ દ્રશ્ય તવાંગના યુદ્ધ સ્મારકનું છે.

સેલા દર્રા
તવાંગમાં આવેલા સેલા દર્રાનું પ્રવેશ

તવાંગનું સેલા દર્રા
તવાંગમાં આવેલું સેલા દર્રા

ત્સેર ઝીલ
તવાંગમાં આવેલા શોંગાની ત્સેર ઝીલ

ગોર્સમ ચોર્ટેન
તવાંગમાં આવેલું ગોર્સમ ચોર્ટેન

ત્યંગ્યંગ મઠ
તવાંગમાં આવલો ત્યંગ્યંગ(વાધની ગુફા)

ઉર્ગેલ્લિંગ મઠ
તવાંગમાં આવલો ઉર્ગેલ્લિંગ મઠ

તવાંગ મઠ
તવાંગ આવેલા તવાંગ મઠમાં રાખવામાં આવેલા પવિત્ર પુસ્તકો

તવાંગમાં આવેલું મઠ
તવાંગમાં આવેલા તવાંગ મઠનું દૂરનું દ્રશ્ય

તવાંગ મઠની પ્રતિમા
આ દ્રશ્ય તવાંગ મઠમાં આવેલી પ્રતિમાનું છે.