• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગોડ્સ ઓન કન્ટ્રીના 10 સૌંદર્યથી ભરપૂર સ્થળો

|

‘ગોડ્સ ઓન કન્ટ્રી' અથવા તો ઇશ્વરના નિવાસના નામથી પણ જાણીતુ છે. જેવા તમે ક્યારેક કેરળની કલ્પના કરો છો તો જે બાબત સૌથી પહેલા તમારા ધ્યાનમાં આવે તે હશે ત્યાંની પ્રકૃતિ વન્ય જીવન અને સુંદર ઝરણા. આજે કેરળની ગણના ભારતના એ પ્રવાસન સ્થળોમાં થાય છે, જ્યાંની સુંદરતાના કારણે દેશ ઉપરાંત વિદેશી પ્રવાસી તેના તરફ આકર્ષિત થાય છે.

ઠંડી, ગરમી કે પછી વરસાદ હોય તમને દરેક મોસમમાં કેરળમાં પ્રવાસી વિચરતા જોવા મળશે. કદાચ તમને માલુમ હોય કે કેરળમાં વરસાદ ઘણો પડે છે, પરંતુ એ જાણીને તમને આશ્ચર્ય થશે કે અહીં મોટાભાગે પ્રવાસી ચોમાસામાં જ આવે છે. આ ભારતનું એક ઘણું જ સુંદર રાજ્ય છે, જીવનમાં એકવાર જરૂરથી આ રાજ્યની યાત્રા કરવી જોઇએ. આ રાજ્ય પોતાનામા અલગ અલગ સંસ્કૃતિને સમેટીને બેસેલું છે.

જો તમે કેરળ જવાનું વિચારી રહ્યાં છો તો નીચે તસવીરો થકી દર્શાવવામાં આવેલા સ્થળોની યાત્રા જરૂરથી કરજો. તો ચાલો જાણીએ ગોડ્સ ઓન કન્ટ્રીના જોવાલાયક સ્થળો અંગે.

મુન્નાર

મુન્નાર

મુન્નાર એક અવિશ્વસનીય, શાનદાર અને અતિઆકર્ષક મનને લલચાવનારું હિલ સ્ટેશન છે, જે ઇડુક્કી જિલ્લામાં સ્થિત છે. પર્વતોના ઘુમાવદાર વિસ્તારથી ઘેરાયેલુ આ હિલ સ્ટેશન પશ્ચિમી ઘાટ પર સ્થિત છે. મુન્નાર નામનો અર્થ થાય છે, ત્રણ નદીઓ, જે મઘુરપુજહા, નલ્લાથન્ની અને કુંડાલી નદીઓના ગજબના મિલન સ્થળવાળા ક્ષેત્રને પ્રદર્શિત કરે છે. સરહદ પર સ્થિત હોવાના કારણે મુન્નાર શહેરના પાડોસી રાજ્યો, જેમકે તમિળનાડુ સાથે અનેક સાંસ્કૃતિક સંબંધો છે. પ્રવાસન ગંતવ્યોની ભારે માંગ બાદ, આ હિસ સ્ટેશન વિશ્વ ભરમાં કેરળના પ્રમુખ પ્રવાસન સ્થળના રૂપમાં લોકપ્રીય થવા લાગ્યું છે. દેશના વિભિન્ન શહેરો અને અન્ય બાહરી દેશોથી આવનારા લાખો પ્રવાસીઓ અને પિકનિક મનાવવા આવતા લોકો માટે આ હિલ સ્ટેશન એક શાનદાર સ્થળ છે, જ્યાં તેઓ પોતાની રજાઓની મજા માણી શકે છે.

અલેપ્પી

અલેપ્પી

શાંતિ અને ફાજલ સમય વિતાવવા માટેના સ્થળ તરીકે પ્રસિદ્ધ અલેપ્પીને પૂરબનું વેનિસ કહેવામાં આવે છે. અહીંની નહેરો અને પામના ઝાડો વચ્ચે સ્થિત સુંદર જલભરવા અને હરિયાળી રોમાંચને જાગૃત કરી તમારી કલ્પનાઓને નવા ક્ષિતિજે પહોંચાડી દે છે. કેરળના પ્રથમ યોજનાબદ્ધ નિર્મિત શહેરોમાનું એક, આ શહેરમા અનેક જલમાર્ગો છે, જે ખરા અર્થમાં એક સ્થળેથી બીજા સ્થળે જવામાં મદદ કરે છે અને તમારી યાત્રાને યાદગાર બનાવી દે છે. અલેપ્પીની યાત્રા પર તમે અહીંના જલભવા અને મનોરમ દ્રશ્યોની પ્રશંસા કરવા માટે મજબૂર થઇ જશો.

વાયનાડ

વાયનાડ

વાયનાડ કેરળના બાર જિલ્લાઓમાંનું એક છે, જે કન્નુર અને કોઝિકોડ જિલ્લાની મધ્યમાં સ્થિત છે. પોતાની ભૌગોલિક સ્થિતિના કારણે આ એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. પશ્ચિમી ઘાટના હર્યા ભર્યા પર્વતોની વચ્ચે સ્થિત વાયનાડનું પ્રાકૃતિક સોંદર્ય આજે પણ પોતાના પ્રાચિન રૂપમાં છે. આ સ્થળને પ્રભાવિત કરતી સુંદરતા તમારા ભુખી આંખો માટે એક શ્રેષ્ઠ ભોજન સમાન છે. અતઃ કોઇ આશ્ચર્યજનક વાત નથી કે પ્રવાસી દૂર દૂરથી પ્રતિ વર્ષ વાયનાડ આવે છે. આ સ્થળે કોર્પોરેટ જગતના લોકો પણ સપ્તાહાંતમાં આરામ કરવા મોટી સંખ્યામાં આવે છે.

કોવલમ

કોવલમ

કોવલમ, કેરળની રાજધાની તિરુવનંતપુરમ પાસે સમુદ્રના તટ પર સ્થિત એક જાણીતું શહેર છે. આ શહેર શક્તિશાળી અરબ સાગરનો સામનો કરી રહ્યું છે. આ સમુદ્ર તટ તિરુવનંતપુરમના મુખ્ય શહેરથી વધુ દૂર નથી. શહેરના કેન્દ્રથી તમે આ સમુરમ્ય અને મનોહરી સમુદ્ર તટ સુધી પહોંચવા માટે 16 કિમીનું અંતર નક્કી કરવું પડે છે. કોવલમ મલયાલમ ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, જેનો અર્થ થાય છે, નારિયેળના વૃક્ષોનું ઝાડી ઝાખંડની જેમ ઉગવું. આ નામ આ શહેરમાં ઘણું જ ઉપયુક્ત છે, કારણ કે અહીં નારયેળના નાના નાના જંગલ મળી આવશે. જે રીતે કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે તેવી જ રીતે કોવલમને દક્ષિણનું સ્વર્ગ કહેવામાં આવે છે.

તેક્કેડી

તેક્કેડી

ઇડુક્કી જિલ્લામાં સ્થિત, તેક્કેડી, કેરળના પ્રભાવશાળી પ્રવાસન સ્થળોમાનું એક છે. જો કે, વિશેષ રીતે પેરિયાર વન્યજીવ અભ્યારણ્ય માટે જાણીતું આ આકર્ષક પ્રવાસન સ્થળ ટ્રેકર્સ, પ્રકૃતિ પ્રેમીઓ, વન્યજીવ પ્રેમીઓ, સાહસિકો, પિકનિક મનાવનારાઓની ઇચ્છાઓને પૂરી કરી શકે છે. તેક્કેડી, કેરળ-તમિળનાડુની સરહદની નજીક છે, તેતી અહીં એક ખાસ પ્રકારની સંસ્કૃતિ અને પરંપરા જોવા મળે છે.

કોચિ

કોચિ

કોચિ એક અનોખુ પ્રવાસન સ્થળ છે અને પોતાના જીવનકાળમાં એકવાર તેની યાત્રા જરૂરથી કરવી જોઇએ. આ શાનદાર શહેર ભારતના પ્રમુખ બંદરગાહ શહેર છે. કોચિ, જે પહેલા કોચીનના નામથી જાણીતું હતું કેરણના એર્નાકુલમ જિલ્લા અતંર્ગત આવે છે. કોચિનું નામ મલયાલમના શબ્દ કોચુ અજહિના નામ પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે, નાની ખાડી. આ શહેરનો ઉલ્લેખ અનેક પ્રાચિન યાત્રીઓના લેખનમાં કરવામાં આવ્યો છે, કારણ કે હંમેશા આ વિશ્વના લોકોનું મનપસંદ સ્થળ રહ્યું છે.

તેનમાલા

તેનમાલા

તેનમાલા એક મુખ્ય પર્યાવરણ પ્રવાસનના હોટ સ્પોટના રૂપમાં જાણીતું છે. આ કોલ્લમ જિલ્લામાં સ્થિત એક પ્રમુખ પ્રવાસન સ્થળ છે. વસ્તુતઃ આ સ્થળ હની હિલના રુપમાં પણ જાણીતું છે. આ સ્થળમાં મધનું ઉત્પાદન થાય છે અને એવું માનવામાં આવે છે કે, આ મધમાં અનેક ઔષધીય ગુણ હોય છે, કેરળની રાજધાનીથી લગભગ 70 કિમીના અંતર પર સ્થિત આ સ્થળ પર ભારતની પહેલી ઇકો ટૂરિઝમ યોજના બનાવવામાં આવી છે.

કુમારકોમ

કુમારકોમ

કુમારકોમ નાના અને સુંદર દ્વીપોના ઝુંડના રૂપમાં કેરલના સૌથી વધુ લોકપ્રીય પ્રવાસન સ્થળોમાનું એક છે. કેરળની સૌથી મોટી તાજા પાણીની ઝીલ, વેમ્બાનાડ ઝીલના તટ પર વસેલા કુમારકોમ પોતાના પ્રાચીન અને મોહક સુંદરતાથી વિશ્વ ભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. કોટ્ટયમ જિલ્લાથી લગભગ 16 કિમી દૂર સ્થિત આ સ્થળ પોતાના જલાશયી પ્રવાસનના કારણે વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે.

બેકલ

બેકલ

બેકલ એક નાનુ શહેર છે, જે અરબ સાગરના તટીય કિનારા પર શાંતિપૂર્વક સ્થિત છે. આ પલ્લિકારે ગામની અંદર છે, જે કેરળના કાસરગોડ જિલ્લા હેઠળ આવે છે. બેકલનું નામ બલિઅકુલમમાંથી આવ્યું છે, જેનો અર્થ છે મોટો મહેલ. સ્થાનિક કથાઓ અનુસાર ભૂતકાળમાં અહીં એક મહેલ હતો. બેકલ એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે, જેમાં અનેક મુખ્ય આકર્ષણ છે.

ત્રિશૂર

ત્રિશૂર

ત્રિશૂર રજા ગાળવા માટે આદર્શ સ્થાન છે. કેરળની સાંસ્કૃતિક રાજધાનીના નામથી જાણીતું આ એક મોહક સ્થાન છે, જે પુરુષો અને દેવતાઓની કારીગારી દ્વારા બનાવવામાં આવેલી સૌંદર્યની દુનિયામાં તમારી આંખો ખોલી દેશે. ત્રિશૂર, જે ત્રિશિવાપેરુરનું નાનું નામ છે, જેનો અર્થ થાય છે, ભગવાન શિવના નામ વાળું શહેર.

English summary
the top 10 tourist spots kerala

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more