For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, ક્યાં ક્યાં છે, શિવને સમર્પિત જ્યોતિર્લિંગ

|
Google Oneindia Gujarati News

મંદિરોની ભૂમિના રૂપમાં, ભારત વિશ્વ ભરમાં મંદિરોની સર્વાધિક સંખ્યાના મામલે હંમેશાતી જ ગૌરવનું પાત્ર રહ્યું છે. જો આજે વિશ્વમાં ક્યાંય પણ ભારતની વાત કરવામાં આવશે તો ત્યાં ભારતના આલિશાન મંદિરોનો ઉલ્લેખ અવશ્ય થાય છે. આજે જ્યાં એક તરફ ભારત પ્રવાસનના તમામ આયામોને પૂરા કરી રહ્યું છે, બીજી તરફ તે એક આધ્યાત્મિક હબના રૂપમાં પણ વિક્સિત થઇ રહ્યું છે. આપણા દેશમાં અલગ-અલગ ધર્મના લોકો મોટી સંખ્યામાં રહે છે અને અહીંના મંદિર લોકોની આધ્યાત્મિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે. અતઃ એવું કહી શકાય કે, શાનદાર વાસ્તુશિલ્પ અને સમૃદ્ધ ઇતિહાસને પોતાના દામનમાં સમેટેલા કોઇપણ સુંદર મંદિરનો પ્રવાસ કરવો એ કોઇપણ વ્યક્તિ પછી તે ગમે તે ધર્મનો કેમના હોય તેનો આ પ્રવાસ વિફલ નહીં જાય.

ભારતમાં કેટલાક મંદિર એવા છે, જે ભગવાન શિવને સમર્પિત છે અને તેને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. ભારતમાં કુલ 12 જ્યોતિર્લિંગ છે અને આખા વિશ્વમાં હિન્દુઓ દ્વારા સાર્વજનિક પૂજનીય માનવામાં આવ્યા છે. ભારતમાં જ્યોતિર્લિંગનું ખાસ મહત્વ છે અને એવું માનવામાં આવે છે કે, જે બધા જ 12 જ્યોતિર્લિંગનું ભ્રમણ કરે છે, તેને મુક્તિ મળી જાય છે. તો ચાલો તસવીરો થકી કરીએ 12 જ્યોતિર્લિંગનું ભ્રમણ.

સોમનાથ તીર્થ સ્થળ, ગુજરાત

સોમનાથ તીર્થ સ્થળ, ગુજરાત

ગુજરાતના સૌરાષ્ટ્રમાં સ્થિત સોમનાથ મંદિરને પહેલું જ્યોતિર્લિંગ માનવામાં આવેછે. મોટાભાગના શ્રદ્ધાળુ જે 12 જ્યોતિર્લિંગની યોજના બનાવે છે, તે સોમનાથથી જ શરૂઆત કરે છે. એવું કહેવામાં આવે છે, આ મંદિરને 16વાર ધ્વસ્ત કરીને ફરીથી બનાવવામાં આવ્યું હતું.

મલ્લિકાર્જુન તીર્થ સ્થળ, આંધ્ર પ્રદેશ

મલ્લિકાર્જુન તીર્થ સ્થળ, આંધ્ર પ્રદેશ

આંધ્રપ્રદેશના શ્રીસૈલમમાં સ્થિત મલ્લિકાર્જુન તીર્થ સ્થળમાં જ્યોતિર્લિંગની સાથોસાથ શક્તિપીઠ પણ છે. આ ઉપરાંત આ મંદિરના વાસ્તુશિલ્પીય બનાવટ પણ શાનદાર છે અને અહીં મોટી સંખ્યામાં મૂર્તિઓ જોઇ શકાય છે.

મહાકાલેશ્વર તીર્થ સ્થળ, મધ્ય પ્રદેશ

મહાકાલેશ્વર તીર્થ સ્થળ, મધ્ય પ્રદેશ

આ જ્યોતિર્લિંગ ભારતનું એક માત્ર સ્વંભૂ જ્યોતિર્લિંગ છે, એટલે કે અહીં આ સ્વતઃ પ્રકટ થયું હતું. આ તીર્થ સ્થળમાં એક શ્રી યંત્ર પણ છે, જે ગર્ભગૃહમાં ઉંધી અવસ્થામાં સ્થાપિત છે. આ મંદિર મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત છે.

કેદારનાથ તીર્થ સ્થળ, ઉત્તરાખંડ

કેદારનાથ તીર્થ સ્થળ, ઉત્તરાખંડ

ભગવાન શિવનું નિવાસસ્થાન હિમાલય વચ્ચે કેદારનાથ તીર્થ સ્થળ ભારતના સુદૂર ઉત્તરનું જ્યોતિર્લિંગ છે. આ તીર્થ સ્થળની વિરાસત ઘણી જ સમૃદ્ધ છે અને અહીં માત્ર ચાલીને જ પહોંચી શકાય છે. આ ઉપરાંત અહીં સામાન્ય લોકો માટે માત્ર છ મહીના જ ખુલ્લું રહે છે.

ઓમકારેશ્વર તીર્થ સ્થળ, મધ્ય પ્રદેશ

ઓમકારેશ્વર તીર્થ સ્થળ, મધ્ય પ્રદેશ

આ તીર્થ સ્થળ નર્મદા નદીમાં ઓમ આકારરમાં બનેલા એક ટાપુ પર છે, આ મધ્ય પ્રદેશમાં બીજુ મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે.

ભીમાશંકર તીર્થ સ્થળ મહારાષ્ટ્ર

ભીમાશંકર તીર્થ સ્થળ મહારાષ્ટ્ર

ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક ભીમાશંકર તીર્થ સ્થળ મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત છે. દરેક જંગલોથી ઘેરાયેલું આ તીર્થ સ્થળ ઘણું જ સુંદર છે. આ તીર્થ સ્થળ ભીમા નદી અને શહયાદ્રી પર્વત શ્રેણીથી ઘેરાયેલું છે.

વિશ્વકર્મેશ્વર તીર્થ સ્થળ, ઉત્તર પ્રદેશ

વિશ્વકર્મેશ્વર તીર્થ સ્થળ, ઉત્તર પ્રદેશ

વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મંદિરને હિુન્દુ ધર્મનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. સાથે જ એક જ્યોતિર્લિંગ પણ છે. આ તીર્થ સ્થળ ગંગા નદીના કિનારે સ્થિત છે, જ્યાં અનેક હિન્દુઓ અસ્થીઓને વિસર્જિત કરે છે. આ મંદિર શિવના એક રૂપ ભગવાન વિશ્વનાથને સમર્પિત છે.

ત્રિમ્બાકેશ્વર તીર્થ સ્થળ, મહારાષ્ટ્ર

ત્રિમ્બાકેશ્વર તીર્થ સ્થળ, મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના નાસિક જિલ્લા પાસે ત્રિમ્બાકેશ્વર તીર્થ સ્થળ એક મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. તેની ખાસિયત એ છે કે આ લિંગમાં ત્રણ દેવતા ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર જોવા મળે છે.

વૈદ્યનાથ તીર્થ સ્થળ, ઝારખંડ

વૈદ્યનાથ તીર્થ સ્થળ, ઝારખંડ

ઝારખંડના દેવઘરમાં સ્થિત વૈદ્યનાથ તીર્થ સ્થળ પણ ભારતા 12 જ્યોતિર્લિંગોમાનું એક છે. આ તીર્થ સ્થળના પરિસરમાં કુલ 21 મંદિરો છે, જેમાં મુખ્ય મંદિર વૈદ્યનાથને સમર્પિત છે. હિન્દુ માસ શ્રાવણ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળું આવે છે.

 નાગેશ્વર તીર્થ સ્થળ, ઉત્તરાખંડ

નાગેશ્વર તીર્થ સ્થળ, ઉત્તરાખંડ

અલ્મોડા પાસે સ્થિત આ જ્યોતિર્લિંગનો ઇતિહાસ ઘણો જ સમૃદ્ધ છે. આ તીર્થ સ્થળ જાગેશ્વરના 124 મંદિરોનો હિસ્સો છે. અહીં મહાશિવરાત્રી અને જાગેશ્વર મોનસૂન ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે.

રામેશ્વર તીર્થ સ્થળ, તમિળનાડુ

રામેશ્વર તીર્થ સ્થળ, તમિળનાડુ

ભગવાન રામનાથસ્વમીને સમર્પિત રામલિગેશ્વર તીર્થસ્થલ સુદૂર દક્ષિણનું જ્યોતિર્લિંગ છે. અહીં ભગવાન રામનું સ્તંભ પણ જોઇ શકાય છે, આ તીર્થ સ્થળની આસપાસ અનેક મંદિરો છે, જે અલગ-અલગ દેવતાઓનો સમર્પિત છે.

ઘુશ્વેશ્વર તીર્થ સ્થળ, રાજસ્થાન

ઘુશ્વેશ્વર તીર્થ સ્થળ, રાજસ્થાન

આ 12 જ્યોતિર્લિંગોમાં અંતિમ માનવામાં આવે છે. આ રાજસ્થાનના પ્રસિદ્ધ રણથંભોર નેશનલ પાર્ક પાસે સ્થિત છે. અહીં આખા ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે.

English summary
the twelve jyotirlingas india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X