આ શહેરમાં પબ્લિક ટોયલેટ જોવા આવે છે હજારો પ્રવાસીઓ, લુક અને સુવિધામાં ફાઈવ સ્ટાર હોટલને ટક્કર મારે છે
ભારતમાં પબ્લિક ટોયલેટની વાત આવે એટલે ગંદકીથી ખદબદતા ટોયલેટનું દ્રશ્ય સામે આવે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં એક શહેર એવુ છે જ્યાં લોકો પબ્લિક ટોયલેટ આવે છે.
વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં જાહેર શૌચાલય પર ઘણું ધ્યાન આપવામાં આવે છે. અહીંના એક શહેરમાં શૌચાલય હાઈટેક સુવિધાઓ સાથે 5 સ્ટાર હોટલ જેવા બનાવવામાં આવ્યા છે.

જાપાનના ટોક્યોમાં આ દિવસોમાં જાહેર શૌચાલય ચર્ચામાં છે. ડેઈલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટ અનુસાર, અહીં પબ્લિક ટોઈલેટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને ટોક્યોની મુલાકાતે આવતા પ્રવાસીઓ પણ આ જાહેર શૌચાલયોની મુલાકાત લઈ રહ્યા છે.
આ માટે ગાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ શૌચાલયોમાં શું ખાસ છે?
ટોક્યોના શિબુયા વિસ્તારમાં 17 ટોયલેટ છે જે ટોક્યો ટોયલેટ પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શહેરમાં જાહેર શૌચાલયની સુવિધા સુધારવાનો હતો. આ પ્રોજેક્ટ નિપ્પોન ફાઉન્ડેશન દ્વારા 2020 માં શરૂ કરવામાં આવ્યો હતો.
આ હેઠળ દેશના અગ્રણી આર્કિટેક્ટ્સે ટોઇલેટની ડિઝાઇન તૈયાર કરી છે. આ શૌચાલય વિશેષ છે કારણ કે તેમની અંદર હાઈ ટેકનિક સુવિધાઓ છે અને તેમની ડિઝાઇન અનન્ય છે. આ ખૂબ જ સ્વચ્છ અને સલામત પણ છે. દરેક ટોયલેટની ડિઝાઇન બીજા કરતા અલગ હોય છે.
આ પ્રવાસ કાર્યક્રમ આ વર્ષે માર્ચથી શરૂ કરવામાં આવ્યો છે. આ માટે સાઈન કરનારા લોકોને આ વિચિત્ર ટોયલેટ જોવા મળે છે. આ પાછળનો વિચાર વિદેશીઓને બતાવવાનો હતો કે જાપાનમાં જાહેર શૌચાલય કેટલા સ્વચ્છ છે.
ડિસ્ટ્રિક્ટ ટૂરિઝમ એસોસિએશનના યુમિકો નિશીએ જણાવ્યું કે, આ ટૂર માટે રજિસ્ટ્રેશન કરાવનારાઓને આર્કિટેક્ચરમાં રસ છે. આ પ્રવાસ દ્વારા તેઓ શહેરની શોધખોળ કરશે અને શૌચાલય પણ જોશે. આ ટૂર માટે તમારે વ્યક્તિ દીઠ 2600 રૂપિયા ચૂકવવા પડશે અને તે 2 કલાક સુધી ચાલે છે.












Click it and Unblock the Notifications
