For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના 10 શાનદાર અને દિલકશ ડેસ્ટિનેશન

|
Google Oneindia Gujarati News

ભારત એક શબ્દ જેની કલ્પના માત્રથી જ વ્યક્તિ તેની સુંદરતામાં ખોવાઇ જાય છે. જેવા તમે આ શબ્દ વિશે વિચારશો તમારી આંખો સામે દ્રશ્યો, સભ્યતાઓ આવી જશે. અતઃ ભારત વિવિધતાઓ અને વિચિત્રતાઓનો દેશ છે. કદાચ એટલે જ ભારતને વિવિધતાથી ભરેલો દેશ કહેવામાં આવે છે, કારણ કે, અહીં જેવી કલા, સંસ્કૃતિ અને ભોજન તમને અન્ય કોઇ દેશમાં ભાગ્યેજ જોવા મળશે.

ભારતમાં જ્યાં એક તરફ કાશ્મિરની ઠંડી છે, તો બીજી તરફ ચેરાપુંજીમાં થતો સર્વાધિક વરસાદ છે. અહીં તમને થોળના દર્શન પણ થશે, એ જ થોળ જેનો સમાવેશ વિશ્વના સૌથી સુખા ક્ષેત્રોમાં થાય છે. આ ઉપરાંત ભારતના લગભગ અડધાથી વધુ ભાગો સુંદર બીચો અને શાંત સમુદ્રથી ઘેરાયેલા છે. જો તમે ભારતના ઉત્તર ભાગ પર એક નજર ફેરવો તો તમને જાણવા મળશે કે ભારતનો ભાગ સફેદ સંગેમરમરના બરફોથી ઢંકાયેલો છે.

ભારતમાં કાશ્મિરથી લઇને કન્યાકુમારી અને રાજસ્થાનથી લઇને અસમ અને અરૂણાચલ પ્રદેશની યાત્રા પર એવું ઘણું બધુ મળશે જેને તમે ભુલાવી નહીં શકો. તો ચાલો અમે તમને તસવીરો થકી અવગત કરાવીએ અતુલનીય ભારતના એ સુંદર સ્થળો અંગે જેની યાત્રા જો તમે નથી કરી તો સમજો કે તમે જીવનનો અમુક હદ સુધી લુત્ફ ઉઠાવ્યો નથી.

કાશ્મિરઃ ધરતીનું સ્વર્ગ

કાશ્મિરઃ ધરતીનું સ્વર્ગ

કાશ્મિર પોતાની અપાર પ્રાકૃતિક સુંદરતાના કારણે પૃથ્વીનું સ્વર્ગ માનવામાં આવે છે. ભારતના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રોમાં સ્થિત કાશ્મિર ઘાટી હિમાલય અને પીર પંજાલ પર્વત શ્રેણી વચ્ચે બસેલું છે. જો તમે કાશ્મિરમાં છો તો તમારે પ્રસિદ્ધ ડલ ઝીલના કિનારે સ્થિત હજરત બલ મસ્જિદ અવશ્ય જોવી જોઇએ, જેને પહેલા સાજિદ જહાંના ઇશરત મહેલ અથવા પ્લેઝર હાઉસના નામથી ઓળખવામાં આવતું હતું. ચરાર એ શરીફ, કાશ્મીરનું સૌથી જૂનુ ધાર્મિક અને લોકપ્રીય પ્રવાસન સ્થળ છે. અતઃ તમે ત્યાં અવશ્ય જાઓ. જો તમે રોમાંચના શોખીન છો તો અહીં તમે ઘોડે સવારી, પૈરા ગ્લાઇડિંગ, ટ્રેકિંગ, સ્કીઇંગનો પણ આનંદ લઇ શકો છો.

આગરાઃ પ્રેમની અનુભૂતિ કરાવતું શહેર

આગરાઃ પ્રેમની અનુભૂતિ કરાવતું શહેર

રાજધાની દિલ્હીથી 200 કિમી દૂર ઉત્તર પ્રદેશના શહેર આગરા તાજમહેલ માટે જાણીતું છે. અહીં સ્થિત તાજમહેલ ઉપરાંત આગરાના કિલ્લા અને ફતેહપુર સિકરીને પણ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં સામેલ કર્યું છે. આગારાનો ઇતિહાસ 11મી સદીને મળે છે. વિતતા સમયની સાથે અહીં હિન્દુ અને મુસ્લિમ બન્ને શાસકો દ્વારા શાસન કરવામાં આવ્યું. તેથી અહીં બે પ્રકારની સંસ્કૃતિનો સંગમ જોવા મળે છે. ઐતિહાસિક સ્મારક અને ભવન આગરાના મુખ્ય આકર્ષણ છે. તાજમહેલ ઉપરાંત મતે યમુના નદી કિનારે બનેલા આગરાના કિલ્લા અને અકબરના મકબરાને પણ નિહાળી શકો છો. ચીનીનો રોજો, દીવાન એ આમ અને દીવાને ખાસનું ભ્રમણ કરતા તમે મુગલ શાસનની બારિકીઓ અંગે જાણી શકશો. આ ઉપરાંત એતમાદુદ દૌલાનો મકબરો, મરિયમ જમાનીનો મકબરો, જસવંતની છત્રી, ચૌસઠ ખંભા અને તાજ સંગ્રહાલયને જોવાથી સારો અનુભવ મળશે.

ગોવાઃ ફન ઓન સેંડ

ગોવાઃ ફન ઓન સેંડ

વર્ષોથી ગોવા, ભારતમાં પશ્ચિમી તટનું આકર્ષણ રહ્યું છે. સસ્તા દારૂથી લઇને પ્રાચિન સમુદ્ર કિનારા સુધી અહીંની સ્વચ્છતા અને સર્વદેશીય તાજે અનેક યુવાનો અને વડીલોને પણ આકર્ષિત કર્યા છે. ગોવામાં એક ઉષ્ણકટિબંધીય સ્થળ પર રજાઓ ગાળવાની મજા લઇ શકો છો, જ્યારે ભારતના અન્ય તટીય શહેરોમાં આ અનુભવ કરવો મુશ્કેલ છે. ચર્ચો, બીચ, પબ, બાર અહીં આવનારા લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. ગોવા અંગે ધ્યાન આપવા જેવી એક વાત એ છે કે, અહીંની જીવનશૈલી પોર્ટુગિઝથી પ્રભાવિત છે.

પોંડિચેરીઃ ઔપનિવેશિક ભવ્યતાનું શહેર

પોંડિચેરીઃ ઔપનિવેશિક ભવ્યતાનું શહેર

અધિકૃત રીતે 2006 બાદથી પુડુચેરી નામથી જાણીતું થયેલું પોંડિચરી, આ નામથી પ્રસિદ્ધ સંઘ ક્ષેત્રની રાજધાની છે. આ શહેર અને ક્ષેત્ર બન્ને જ ફ્રેન્ચ ઉપનિવેશવાદથી પ્રાપ્ત વિરાસતમાં સમૃદ્ધ છે, જેનો આ ક્ષેત્રની અદ્વિતિય સંસ્કૃતિ અને વિરાસતમાં મહત્વપૂર્ણ યોગદાન છે. યાત્રાના વિવિધ અનુભવ લેવાની ઇચ્છા રાખનારા યાત્રી માટે પોંડિચેરી એક ઉત્કૃષ્ટ સ્થાન છે. આ શહેરમાં ચાર શાનદાર તટ છે. પ્રોમનેડ તટ, પૈરાડાઇસ તટ, સેરેનિટી તટ તથા આરોવિલે તટ, જે અહીં આવનારા યાત્રીઓને રજાઓમાં એક નવો અનુભવ પ્રદાન કરે છે. આ સ્થળનું એક અન્ય પ્રમુખ આકર્ષણ, શ્રી અરબિંદો આશ્રમ, ભારતના પ્રસિદ્ધ આશ્રમ અને યોગ કેન્દ્ર છે. પ્રાતઃકાલના શહેરના નામથી પ્રસિદ્ધ ઓરવિલ શહેર પોતાની અદ્વિતિય સંસ્કૃતિ, વિરાસત રૂપી સ્મારક અને વાસ્તુકળાથી પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

દિલ્હીઃ બસ ઇશ્ક મહોબ્બત અને પ્યાર

દિલ્હીઃ બસ ઇશ્ક મહોબ્બત અને પ્યાર

ભારતની યાત્રામાં એક અનોખો અનુભવ છે અને તેની રાજધાની દિલ્હીનો પ્રવાસ એક અમિત સંસ્મરણ સાબિત થશે. ભારતના સૌથી મોટા શહેરમાના એક દિલ્હી, પ્રાચિનતા અને આધુનિકતાનું સાચુ સંયોજન છે, જે આજે એક ઉદ્યોગિક ગોળાની જાદૂઇ દુનિયા બની ગયુ છે. દિલ્હીના ઇતિહાસની જેમ દિલ્હીની સંસ્કૃતિ પણ વિવિધ છે. અહીં દિવાળી, મહાવીર જયંતી, હોળી, લોહરી, કૃષ્ણ જન્માષ્ટમી જેવા અનેક હિન્દુ તહેવારો મનાવવામાં આવે છે. સાથે અહીં કુતુબ તેહવાર, વસંત પંચમી, વિશ્વ પુસ્તક મેળો અને આંતરરાષ્ટ્રીય આમ ફેસ્ટ જેવા લોકપ્રીય અને અનોખા તહેવાર મનાવવામાં આવે છે. દિલ્હીમાં બનેલા અનેક સ્મારક અને પ્રવાસન સ્થળ પ્રાચિન કાળની યાદ અપાવે છે. અહીંના પ્રસિદ્ધ કુતુબ મીનાર, લાલ કિલ્લા, ઇન્ડિયા ગેટ, લોટસ મંદિર અને અક્ષરધામ મંદિર દિલ્હીની વાસ્તુકળાની ઉત્કૃષ્ટ કૃતિઓમાની એક છે.

મૈસૂરઃ કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની

મૈસૂરઃ કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની

મૈસૂર કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની હોવાની સાથોસાથ રાજ્યનું બીજુ સૌથી મોટુ શહેર પણ છે. દક્ષિણ ભારતનું આ પ્રસિદ્ધ પ્રવાસન સ્તળ પોતાના વૈભવ અને શાહી પરિવેસ માટે જાણીતું છે. મૈસૂર શહેરની જૂની ચમક-દમક, સુંદર ગાર્ડન, હવેલીઓ અહીં આવનારા પ્રવાસીને મંત્રમુગ્ધ કરી નાખે છે. મૈસૂર શહેરના કેટલાક પ્રમુખ આકર્ષણોમાં ચામુંડેશ્વરી મંદિર, મૈસૂર ઝૂ, મહાબલેશ્વર મંદિર, સેંટ ફિલોમેના ચર્ચ, વૃંદાવન ગાર્ડન, જગમોહન મહલ આર્ટ ગેલરી, લલિતા મહલ, જયલક્ષ્મી વિલાસ હવેલી, રેલવે મ્યુઝિયમ, કરણજી ઝીલ અને કુક્કરહલ્લી ઝીલ પ્રમુખ છે.

કન્યાકુમારીઃ જેટલી સુંદર સવાર એટલી જ સુંદર સાંજ

કન્યાકુમારીઃ જેટલી સુંદર સવાર એટલી જ સુંદર સાંજ

કન્યાકુમારી જે પહેલાં કેપ કૈમોરિનના નામથી પ્રસિદ્ધ હતુ, ભારતના તમિળનાડુમાં સ્થિત છે. આ ભારતીય પ્રાયદ્વીપના સૌથી દક્ષિણી છોર પર સ્થિત છે. કન્યાકુમારી એવા સ્થાન પર સ્થિત છે, જ્યાં હિન્દ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સાગર મળે છે. કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ, વટ્ટાકોટાઇ કિલ્લા, પદ્મનાભપુરમ પેલેસ, થિરુવલ્લૂવર પ્રતિમા, વાવાથુરાઇ, ઉદયગિરિ કિલ્લા અને ગાંધી સંગ્રહાલય સામેલ છે. આ ઉપરાંત સંગુથુરાઇ તટ, થેંગાપટ્ટિનમ તટ અને સોતાવિલાઇ તટ પ્રમુખ છે.

જયપુરઃ ગુલાબી નગરી

જયપુરઃ ગુલાબી નગરી

જયપુર, ભારતના જૂના શહેરોમાનું એક છે, જેને પિંક સિટીના નામથી પણ ઓળખવામા આવે છે. રાજસ્થાન રાજ્યની રાજધાની કહેવતું જયપુર શહેર એક અર્ધ રેગિસ્તાન ક્ષેત્રમાં સ્થિત છે. આ સુંદર શહેરને અંબેરના રાજા મહારાજા સવાઇ જય સિંહ દ્વિતિય દ્વારા બંગાળના એક વાસ્તુકાર વિદ્યાધર ભટ્ટાચાર્યની મદદથી બનાવવામાં આવ્યું હતું. આ ભારતનું પહેલું શહેર છે, જેને વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવવામાં આવ્યું હતું. જયપુરના કિલ્લા, મહેલો અને હવેલીઓ વિખ્યાત છે. અમ્બેર કિલ્લા, નાહરગઢ કિલ્લા, હવા મહલ, શીશ મહલ, ગણેશ પોળ અને જલ મહલ, જયપુરના લોકપ્રિય પ્રવાસન સ્થળોમાના એક છે.

મનાલીઃ એક રોમેંટિક સ્થળ

મનાલીઃ એક રોમેંટિક સ્થળ

મનાલી, હિમાચલ પ્રદેશ રાજ્યમાં સમુદ્ર સ્તરથી 1950 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ પ્રવાસીઓની પહેલી પસંદ છે અને એવુ હિલ સ્ટેશન છે, જ્યાં પ્રવાસીઓ સૌથી વધારે આવે છે. મનાલી, કુલ્લુ જિલ્લાનો એક હિસ્સો છે, જે હિમાચલની રાજધાની શિમલાથી 250 કિમીના અંતરે છે. મનાલીમાં હિમાલય નેશનલ પાર્ક, હિંડબા મંદિર, સોલાંગ ઘાટી, રોહતાંગ પાસ, પનદોહ બાંધ, પંદ્રકની પાસ, રઘુનાથ મંદિર અને જગન્નનાથી દેવી મંદિર જોઇ શકાય છે. આ ઉપરાંત વ્યાસ કુંડ એક એવું સ્થળ છે, જ્યાં પ્રવાસીએ અવશ્ય જવું જોઇએ.

દાર્જલિંગઃ જ્યાં જમીન પર ઉતર્યુ સ્વર્ગ

દાર્જલિંગઃ જ્યાં જમીન પર ઉતર્યુ સ્વર્ગ

ભારતીય ફિલ્મોમાં તો આપણે દાર્જલિંગને અનેકવાર જોયું હશે. હોલિવુડની પણ એક ફિલ્મમાં વિશ્વ પ્રસિદ્ધ દાર્જલિંગ હિમાલિયન રેલવે દર્શાવવામાં આવી છે. દાર્જલિંગ પશ્ચિમ બંગાળમાં સ્થિત એક હિલ સ્ટેશન છે. અહીં તમે હેપ્પી વેલી ટી એસ્ટેટ, લોયડ બોટનિકલ ગાર્ડન, દાર્જલિંગ હિમાલિયન રેલવે, બતાસિયા લુપવ યુદ્ધ સ્મારક, કેબલ કાર, ભૂતિયા બસ્ટી ગોંપા અને હિમાલિયન માઉન્ટેનીરિંગ ઇન્સ્ટિટ્યૂટ અને મૂઝિયમ જોઇ શકો છો.

English summary
top 10 destinations india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X